મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુ જેમા આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે કે શ્રી દેવીને પત્ની માની બેઠો છે અને આજે પણ તેની યાદમાં નિભાવી રહ્યો છે પતિધર્મ તો આવો જાણીએ આ વ્યક્તિ વિશે.
મિત્રો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીએ વર્ષ 2018 માં આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને જલ્દીથી તેમના મૃત્યુની જાણ તેના પ્રિયજનો સુધી પહોંચી ગઈ હતી જેના કારણે તેમના ચાહકો ખુબ જ દુંખી થયા હતા તેમજ મિત્રો આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકોએ તેમને યાદ કર્યા હતા અને તેમને ઉચ્ચ હોદ્દાથી સન્માનિત કર્યા હતા મિત્રો શ્રી દેવી હવા હવાઈ ગર્લ તરીકે જાણીતી શ્રીદેવીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસ ઓળખ સ્થાપિત કરી હતી તેમજ શ્રીદેવીના અભિનયના બધા લોકો દિવાના હતા તેમજ દરેક ઉંમરના લોકો તેમનામાં પોતાનો ક્રશ શોધી રહ્યા હતા.
મિત્રો આજે આપણે આવા જ એજ વ્યક્તિ વિશે વાત કરવા જઇ રહ્યા છે જે શ્રીદેવીને પત્ની માની આજે પણ પતિધર્મ નિભાવી રહ્યો છે તો આવો જાણીએ ત્રણ વર્ષ પહેલાં, જ્યારે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે, સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. શ્રીદેવીનું આ દુનિયાથી વિદાય લેવી તેના પ્રશંસકો માટે દુઃખદ સપના જેવું હતું . દેશભરમાં શ્રીદેવીના લાખો-કરોડો ચાહકો છે, પરંતુ શ્રીદેવીના જબરા ફેન મધ્યપ્રદેશના શીઓપુરમાં રહે છે. આ જબરા ચાહકની વાર્તા તમને વિચારવા પર મજબૂર દેશે.
શીઓપુરથી 10 કિલોમીટર દૂર દાદુની ગામમાં રહેતા ઓમપ્રકાશ ઉર્ફે ઓપી મેહરાએ 1986 માં શ્રીદેવીને દીલ આપ્યું હતું. આ માટે તેણે ઘણી વાર પરિવારના સભ્યોની નારાજગીનો સામનો કરવો પડ્યો, પરંતુ તે પોતાને ‘રૂપની રાણી શ્રી દેવીનો’ રાજા માનતો હતો. તેનો આ પ્રેમ શ્રીદેવીને એટલો બધો વધી ગયો કે, તેણે ક્યારેય બીજી કોઈ છોકરી માટે વિચાર્યુ જ નહીં ઓમપ્રકાશને ક્યારેય શ્રીદેવીને મળવાનો મોકો મળ્યો ન હતો, પરંતુ તેમનું હૃદય પણ હજુ પણ શ્રીદેવીન માટે જ ધબકે છે.
મેહરાના પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે હજુ લગ્ન કર્યા નથી. તેણે પોતાના આધારકાર્ડ, રેશનકાર્ડમાં શ્રીદેવીમાં પત્નીનું સ્થાન આપ્યું છે શ્રીદેવી સાથેના 53 વર્ષીય મેહરાના અવિરત પ્રેમની કહાણી આખા ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત છે. બુધવારે શ્રીદેવીની પુણ્યતિથિ નિમિત્તે ઓ.પી.મહેરાએ શ્રદ્ધાંજલિ સભા કરી હતી. આખા ગામના લોકોને બોલાવી શ્રીદેવીની તસ્વીર પર પુષ્પાંજલી અર્પી હતી. આ પ્રસંગે ગામની 51 છોકરીઓને ભોજન કરાવ્યું હતું.
અને તેમને દક્ષિણા આપી હતી. ઓપી મેહરા દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપે છે અને તમને જણાવી દઇએ કે શ્રીદેવીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. મોતના સમાચાર મળતાની સાથે જ મેહરાનું દિલ તૂટી ગયું હતું. ઓપી મેહરાની નિકટના લોકોનું કહેવું છે કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇમાં શ્રીદેવીના મોતના સમાચાર સાંભળતાંની સાથે જ ઓપી મેહરાએ ત્રણ દિવસ સુધી ખાવાનું ખાધું નહોતું. તેનું મન માનવા જ તૈયાર નહોતું શ્રી દેવી હવે આ દુનિયામાં નથી.
મિત્રો કહેવાય છે કે તેમણે શ્રીદેવીના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા અને મુંડન પણ કરાવ્યું હતું. એટલું જ તેને શ્રી દેવીના મોતમાં શોકમાં તેરમું પણ રાખ્યું હતું પોતાના આ અનોખી પ્રેમ વિશે વાત કરતાં ઓપીએ જણાવ્યું હતું કે, જ્યારે ઓપી મેહરા નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે શ્રીદેવીની ફિલ્મ ‘જસ્ટિસ ચૌધરી’ જોઈને તે શ્રી દેવી પર પોતાનું દિલ હારી બેઠા હતાં. તેમણે સળંગ 29 દિવસ સુધી આ ફિલ્મ જોઈ હતી. બસ ત્યારથી તેમનો શ્રી દેવી પ્રત્યેનો પ્રેમ વધતો ગયો હતો.
અને આ પ્રેમ સમયની એટલો ગાઢ થતો ગયો કે, તેમણે એક પછી એક 21 છોકરીઓના સંબંધોને નકારી કાઢ્યાં. આજે પણ તે કુંવારા છે. એવું કહેવાય છે કે, મેહરાએ ક્યારેય બીજી કોઈ છોકરી વિશે વિચાર્યું નથી. કદાચ આ જ કારણ છે કે તે એકલું જીવન વ્યતીત કરી રહ્યો છે અને ઓમપ્રકાશ મહેરા પોતાના ગામમાં શ્રીદેવીની 5 ફૂટની પ્રતિમા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તે કહે છે કે ‘તેમણે શ્રીદેવીને પત્ની માની છે. તો હું પણ પતિ તરીકેનો ધર્મ નિભાવીશ. જ્યાં સુધી જીવતો રહીશે ત્યાં સુધી તેની પુણ્યતિથિ ઉજવીશ. ભગવાનને પ્રાર્થના કરીશે આવતાં જનમમાં તેને મારી જ પત્ની બનાવજે.
આ દિવાનાને 1994માં શ્રીદેવીને મળવાના ચક્કરમાં રાજસ્થાનની કોટા પોલીસે જેલ ભેગો કર્યો હતો, પરંતુ ઓપી મેહરાનો શ્રીદેવી પ્રત્યેનો લગાવ ઓછો નહોતો થયો. 1988થી લઇને 1996 સુધી ઓપી મેહરાએ શ્રીદેવીને 3,000થી પણ વધુ લવ લેટર લખ્યા હતા, જેમાં લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ પણ હતો. જો કે 1996માં શ્રીદેવીનાં બોની કપૂર સાથે લગ્ન થયા બાદ ઓપી મેહરાએ શ્રીદેવીને લવ લેટર લખવાનું બંધ કરી દીધું.
રવિવારે દદુની ગામમાં શ્રીદેવીને શ્રદ્ધાજંલિ આપવા માટે શોક સભાનું આયોજન કરાયું. જેમાં ગામનાં દરેક સ્ત્રી-પુરુષો શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઓપી મેહરાએ શ્રીદેવીની તસવીર સામે બેસીને મુંડન કરાવ્યું અને 13મીનાં દિવસે 51 બાળાઓને ભોજન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું.
ઓપી મેહરાનાં લગ્ન કરાવવા માટે પરિવારે 21 છોકરીઓ શોધી, પરંતુ તેઓ લગ્ન માટે તૈયાર ન થયા. તેમણે પરિવારને સ્પષ્ટ કહ્યું કે, મેં શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. શ્રીદેવી પ્રત્યેની તેમની દિવાનગી એટલી છે કે તેમણે રાશન કાર્ડ અને મતદાર યાદીમાં પણ શ્રીદેવીને પોતાની પત્ની તરીકે ઘોષિત કરી છે.