મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાતના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવી જેઓનુ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે 4 એપ્રિલના રોજ સવારે તેમનું નિધન થયું હતું તો આવો જાણીએ ખલીલ ધનતેજવી વિશે.
મિત્રો ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયે આજે સવારે વડોદરામાં નિધન થયું છે. આજે બપોરે તેમના નિવાસ્થાનેથી જનાજો નીકળ્યો હતો અને તેમની દફનવિધિ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. ખલીલ ધનતેજવીને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ કહેવામાં આવે છે. તેમણે પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે 100થી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી.
અને ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાઈ છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જાહેર જીવન સાથે સંકળાયેલા મહાનુભાવો અનેે ફિલ્મી હસ્તીઓ સાથેની ખલીલ ધનતેજવી સાથેની યાદો પણ અહીં તસવીરો રૂપે રજૂ કરવામાં આવી છે.
વિખ્યાત ગુજરાતી તથા ઉર્દૂ ગઝલકાર, કવિ, લેખક પત્રકાર તથા ઝિંદાદિલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવી આજે ૮૨ વર્ષની વયે વડોદરામાં જન્નતનશીન થયા છે ખલીલ ધનતેજવીને છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારી હતી અને તેઓ સારવાર પણ લઇ રહ્યા હતા. આજે સવારે તેમણે નમાઝ અદા કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ થયો હતો.
વડોદરા નજીક આવેેલા ધનતેજ ગામના તેઓ વતની હતા. આ ગામના નામ પરથી તેમણે પોતાના નામની પાછળ ધનતેજવી અટક લગાવી હતી. આમ તો તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેમણે માત્ર ધો.૪ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું, પણ તેમનામાં સર્જન શક્તિનો આગવો સ્ત્રોત કુદરતે વહાવ્યો હતો.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેઓ દાદ મેળવતા હતા, તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં ખલીલ ધનતેજવીનું નામ અચૂક લેવાતું હતું. સાહિત્યની સાથેસાથે પત્રકારત્વ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ તેઓ સંકળાયેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખલીલભાઇના નિધન બદલ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશાં યાદગાર રહેશે.
ખલીલભાઇને વર્ષ ૨૦૦૪ માં કવિ કલાપી પુરસ્કાર, વર્ષ ૨૦૧૩ માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, ૨૦૧૯ માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમને સયાજીરત્ન એવોર્ડ પણ મળ્યો હતો. ”ગુજરાત સમાચાર” માં બુધવારની શતદલ પૂર્તિમાં ”ત્રિકોણનો ચોથો ખૂણો” તથા રવિવારની પૂર્તિમાં ”ખુલ્લા બારણે ટકોરા” કોલમ વાંચકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. ‘સારાંશ’, ‘સાદગી’ જેવા ગઝલ સંગ્રહ આપનાર ખલીલભાઇએ ‘ખાપરો ઝવેરી,’ ‘ડો. રેખા’ નામની ગુજરાતી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. ‘ચૂંદડી ચોખા’ ફિલ્મના સંવાદ લખ્યા હતા. ‘છૂટાછેડા’ ફિલ્મના લેખન અને નિર્દેશન માટે એવોર્ડ પણ મળ્યા હતા. ‘મુકામ પોસ્ટ ઝાકળ,’ ‘ભરચક એકાંત,’ ‘એક મુઠ્ઠી હવા,’ ‘સાંજ પડે ને સુનુ લાગે,’ ‘લોહી ભીની રાત,’ ‘નગરવધૂ,’ ‘કોરી કોરી ભીનાશ,’ જેવી નવલકથાઓ પણ લખી હતી.
ખલીલભાઇની ગઝલો અને શેર ખૂબ લોકપ્રિય બન્યા છે. જેમાંના કેટલાક નીચે મુજબ છે.ખીંચ લે જાએ ન ચાદર હી સમઝ કર કોઇ,મેં ખલીલ, આજ કફન ઓઢ કે સો જાતા હું.”હું ખલીલ આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિન્દગી પર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.”’આજ મૈં રાશન કી કતારો મેં નજર આતા હું મેરે બિછડે હુએ ખેતોંકી સજા પાતા હું”
મિત્રો તમને જણાવી દઇએ કે પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે 4 એપ્રિલના રોજ સવારે તેમનું નિધન થયું હતું ગુજરાતના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જોકે, સાહિત્યમાં તેમનું યોગદાન ક્યારેય ભુલાય એવું નથી. તેમને જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. જોકે, પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં.
તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે રચેલી અદભુત રચનાઓ હંમેશા તેમની યાદ અપાવતી રહેશે…