સંતાન પ્રાપ્તિ માટે કરો આ વ્રત,તમારી આ ઈચ્છા પણ થઈ જશે પુરી,જરૂર જાણી લો…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અષ્ટમી વ્રત કરવાથી દાંપત્યજીવન સુખદ થાય છે. પૌરાણિક ધાર્મિક ગ્રંથો અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની આઠમની તિથિ પર માતા સીતાએ ધરતી પર અવતાર લીધો હતો. એટલા માટે આ દિવસે સીતા અષ્ટમી ઉજવાય છે. આજના પવિત્ર અને ચમત્કારી દિવસે જાણો સીતા જન્મની કથા.ધાર્મિક શાસ્ત્રો અનુસાર ફાગણ માસની આઠમ પર જાનકી જયંતી ઉજવાય છે.

ફાગણ માસના પુષ્ય નક્ષત્રમાં જ્યારે રાજા જનક સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે યજ્ઞ કરવા હળથી ભૂમિ તૈયાર કરી રહ્યા હતા ત્યારે તે સમયે જમીનમાંથી એક બાળકી પ્રગટ થઈ. આ બાળકીનું નામ રાજા જનકએ સીતા રાખ્યું અને પોતાની દીકરી તરીકે સ્વીકારી. આ દિવસ બાદ દર વર્ષે ફાગણ માસની આઠમ પર સીતા અષ્ટમી ઉજવાય છે. આ દિવસે વ્રત કરવાથી માતા સીતાના આશીર્વાદથી ધૈર્ય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

સીતા અષ્ટમી સાથે એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. આ કથા અનુસાર મારવાડ ક્ષેત્રમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની શોભના રૂપવતિ હતી. બ્રાહ્મણ ભીક્ષા માંગવા અન્ય ગામમાં ગયો ત્યારે તેની પતિ કુસંગતના કારણે અધમના માર્ગે ચાલવા લાગી. આ ઘટના બાદ ગામમાં તેની નિંદા થવા લાગી તો તેણે ગામમાં આગ લગાડી બધું જ ભસ્મીભૂત કરી દીધું. તેણે પતિનો પણ ત્યાગ કર્યો હોવાથી તેને મૃત્યુ પછી તેનો બીજો જન્મ ચાંડાલના ઘરમાં થયો અને તેને કુષ્ઠ રોગ પણ લાગુ થયો.

આ સ્થિતીમાં તે એક ગામથી બીજે ગામ ભટકતી રહેતી. એક દિવસ તે ભટકતી કૌશલપુરીમાં પહોંચી. તે દિવસ ફાગણ માસની સીતા અષ્ટમી હતી. ભુખથી ત્રસ્ત તેણે લોકો પાસે ભીખ માંગી પણ કોઈએ તેને ભીખ ન આપી. ભુખ અને તરસથી તેનું મૃત્યુ થયું પરંતુ અજાણતા તેણે જાનકી જયંતીનું વ્રત કર્યું હોવાથી તેના ફળ સ્વરૂપ તેને પુનર્જન્મ મળ્યો અને તે જન્મમાં તે મહારાજ જયસિંહની મહારાણી કામ કલા બની. તેણે તે જન્મમાં સીતા માતાની સેવા પૂજા કરી તેમના મંદિરનું નિર્માણ કરાવ્યું.

આમ સીતા અષ્ટમીનું વ્રત કરનારને સુખ, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.સંતાનની રક્ષાનું પર્વ અહોઇ અષ્ટમી આ વર્ષે 8 નવેમ્બરે છે. આ વ્રત કાર્તિક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ દિવસ માતા પોતાના સંતાનો માટે વ્રત કરે છે, જેથી તેના સંતાનોનું જીવન લાંબુ થાય. અષ્ટમીનું વ્રત રાખવાથી સંતાનના દરેક દુખ દુર થાય છે અને બાળકોનું કલ્યાણ થાય છે.અહોઇ માતા પાર્વતીનું સ્વરૂપ છે,અહોઇ એક શબ્દનું અપભ્રંશ સ્વરૂપ માનવામાં આવે છે.

માતા પાર્વતી કોઇ પણ પ્રકારનું કષ્ટ ટાળે છે જેથી આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા પાર્વતીની સાથે સેહ માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે.કરવા ચૌથના તહેવાર બાદ મહિલાઓ માટે સૌથી ખાસ દિવસ હોય છે અહોઈ અષ્ટમીનો.આ દિવસની ઉજવણી અને પૂજા કરવાની તૈયારીઓ મહિલાઓ અગાઉથી જ શરૂ કરી દે છે. આ વર્ષે આ અષ્ટમી 21 ઓક્ટોબરના રોજ આવશે.

આ પર્વ વિશેષ એટલા માટે પણ બનશે કે આ વર્ષે આ દિવસે ખાસ યોગ સર્જાશે.અહોઈ અષ્ટમીનું વ્રત મહિલાઓ પહેલાના સમયમાં પુત્ર માટે કરતી હતી. પરંતુ હવે માતા પોતાની દીકરી માટે પણ આ વ્રત કરે છે. આ વર્ષે અહોઈ અષ્ટમી પર શુભ સંયોગ સર્જાયો છે. અહોઈ અષ્ટમી પર માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.અહોઇ અષ્ટમીની પૂજાની રીત,અહોઇ અષ્ટમીના વ્રતના દિવસે સૂર્યોદયથી પૂર્વ સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે.

અહોઇ માતાની પૂજા માટે એક કાગળ પર લાલ માટીથી તેમનુ ચિત્ર બનાવવામાં આવે છે. સાથે જ શેરો (એક પ્રાણી)નું પણ ચિત્ર બનાવવામાં આવે છે. તે ચિત્રની સામે જળથી ભરેલો કળશ રાખવામાં આવે છે, બાદમાં ચોખાથી તેની પૂજા કરવામાં આવે છે. શીરો અથવા ગળ્યા પુડલાનો પ્રસાદ ધરાવવો જોઇએ. અહોઇ માતાની કથા સાંભળીને તારાઓને અઘ્ય આપીને વ્રતને પૂર્ણ કરવું જોઇએ.મહિલાઓ પોતાના સંતાનની લાંબી આયુ માટે પ્રાર્થના કરે છે. આ દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે.

આ દિવસની મહિમા પદ્મપુરાણમાં પણ વર્ણવવામાં આવી છે.આ દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી લેવા. સંતાનની લાંબી આયુ માટે અહોઈ અષ્ટમી કરવાનો સંકલ્પ લેવો.અહોઇ અષ્ટમી વ્રતનું મૂર્હુત,8 નવેમ્બર રવિવારે સાંજે 5 વાગીને 26 મિનીટ, સાંજે 6 વાગીને 46 મિનીટ સુધી પૂજાનું શુભ મૂર્હુત છે.અહોઇ વ્રતનું મહત્વ,આ વ્રતનું મહત્વ ખાસ છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનો માટે નિર્જળા ઉપવાસ રાખે છે અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.

રાત્રે તારા જોયા બાદ આ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત દિવાળીના એક અઠવાડિયા પહેલા અને કરવાચૌથના ચાર દિવસ બાદ ઉજવવામાં આવે છે.આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા માટે દીવાલ પર ગેરૂથી અહોઈ માતાના ચિત્ર સાથે સ્યાહુ અને તેના સાત દીકરાની તસવીર બનાવવામાં આવે છે.આ તસવીર સામે એક વાટકીમાં ચોખા, મૂલી, સિંઘાડા વગેરે રાખવામાં આવે છે.

અને અહોઈ માતાની વાર્તા કરવામાં આવે છે. સવારે પૂજા કરતી વખતે કળશમાં પાણી ભરવું.આ કળશ એ જ રાખવો જેનો ઉપયોગ કરવા ચૌથમાં પણ કર્યો હોય.સાંજે આ ચિત્રની પૂજા કરી અને માતાને દૂધ, ચોખાનો ભોગ ધરાવો અને લોટાનું પાણી સંધ્યા સમયે અર્ધ્યમાં ચડાવવું.અહોઇ અષ્ટમીની કથા,પ્રાચીન સમયમાં એક નગરમાં સાહૂકાર રહેતો હતો તેના 7 બાળકો હતા. દિવાળી પૂર્વે તેની પત્ની દિવાળી કામ કરી રહી હતી અને તે કોદાળીથી માટી ખોદવા લાગી હતી.

તેમાં એક શેરાનું ઘર હતું, ભૂલથી તેના બાળકને કોદાળી વાગી ગઇ અને તે મૃત્યુ પામ્યુ. બાદમાં સાહૂકારના એક એક કરીને સાત પુત્રો મૃત્યુ પામ્યા.તે વિલાપ કરવા લાગી અને કહ્યું કે જાણી જોઇને મેં ક્યારેય કોઇ ખોટુ કાર્ય કર્યુ નથી બસ એક વાર ભૂલથી શેરાના બચ્ચાને મારાથી વાગી ગયુ અને તે મૃત્યુ પામ્યુ હતુ.સ્ત્રીઓએ કહ્યું કે, તે આટલી વાત સ્વિકારી તેનાથી જ તારા અડધા પાપનો નાશ થયો છે. હવે તું માતા પાર્વતીના શરણે જા અને તેમની આરાધના કર તો તારુ કલ્યાણ થશે.

બાદમાં સાહૂકારની પત્નીએ અહોઇ અષ્ટમીનું વ્રત રાખ્યુ, માતા પાર્વતીની પૂજા કરી અને તે દર વર્ષે તેમની પૂજા કરીને આ વ્રત કરતી.જેનાથી તેના સાતેય પુત્રો તેને પરત મળ્યા.આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે ખૂબ અગત્ય નું છે અને આજ ના દિવસે જે સ્ત્રી વર્ત કરે છે જેને જરૂર ફળ મળે છે અને તેમના પર માતાજી તેમની કૃપા વરસાવે છે.આમ આ છે વ્રત ની ખાસિયત અને દિવ્યતા.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …