શુ તમને ખબર છે ? મહાત્મા ગાંધી પેહલા આપણી ચલણી નોટ ઉપર કોનો ફોટોગ્રાફ લગાવવામાં આવતો હતો ?

મિત્રો આજે એક એવો ટોપિક લય ને આવ્યાં છે જે જાણીને તમેને પણ નવાઈ લાગશે મિત્રો આપણાં દરેક ના મનમાં એક વાર તો એ સવાલ આવ્યો જ હશે કે ગાંધીજી પેહલાં ચલણી નોટો પર કોનો ફોટો હતો તો આવો જાણી લઈએ આ મુદ્દે વધું સ્પષ્ટતાથી વર્તમાન સમયમાં ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની ફોટો છપાયેલી જોવા મળે છે.પરંતુ કાયમ માટે આવું હતું નહી.

મહાત્મા ગાંધીથી પહેલા પણ ભારતીય ચલણી નોટો પર અન્યનાં ફોટો જોવા મળતા હતા.ત્યાર પછી મહાત્મા ગાંધીનાં ફોટાને તમામ ભારતીય ચલણી નોટો પર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે સવાલ છે કે ગાંધીજીથી પહેલા આપણા દેશની નોટો પર કોણ હતું તો આવો મિત્રો આવિશે આપણે એકદમ નિકટતા થી જાણી લઈએ.

મિત્રો જો આપણે વાત કરીએ આઝાદી પેલાની ચલણી નોટો ની તો આઝાદી પેહલાં દરેક જગ્યાએ અલગ અલગ ચલણીનોટો ચાલતી હતી.1510માં પોર્ટુગલ ભારત આવ્યા અને તેમણે ગોવા પર કબ્જો જમાવ્યો અને તેમણે રૂપિયા કરન્સીનું ચલણ ચાલું કર્યું હતું.ગોમાં પોર્ટુગલ ઈન્ડિયા નામથી નોટ છાપતા હતા.કારણકે આઝાદી પછી પણ ગોવા પોર્ટુગલનાં તાબા હેઠળ હતું.આ નોટોને ઈસ્કુડો નામ આપવામાં આવ્યું હતું.ગોવાની આ નોટો પર પોર્ટુગલનાં રાજાનાં જ્યોર્જ દ્રિતીયના નાંમથી છપાતી હતી.એકલા ગોવા માટે આ નોટો ચાલતી હતી.આઝાદી પેહલાં ભારતના અલગ અલગ ટુકડા પડેલાં હતાં અને માટેજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મુદ્રા ચાલતી હતી.

મિત્રો હવે તમને થતું હશે કે આરબીઆઇ એ પેહલી નોટ ક્યારે છાપી હશે.તો આવો જાણી લઈએ.ભારતીય રિઝર્વ બેંક એ પ્રથમ 1938 માં 5 રૂપિયાની નોટ બહાર પાડી હતી.જેના પર જ્યોર્જ છપાયો હતો.ફેબ્રુઆરી 1938 માં 10 રૂપિયાની નોટ, માર્ચ 1938 માં 100 અને 1000 ની નોટો અને જૂનમાં દસ હજારની નોટો બહાર પાડવામાં આવી હતી.આ નોટો પર સર જેમ્સ ટેલર દ્વારા સહી કરવામાં આવી હતી.ત્યારે હવે તમને થતું હશે કે આ જ્યોર્જ કોણ હશે તો આવો જાણી લઈએ કોણ છે આ જ્યોર્જ,જ્યોર્જ છઠ્ઠો યુનાઇટેડ કિંગડમનો રાજા હતો.તેઓ જર્મની સામે બીજા વિશ્વયુદ્ધ જીતવાના બ્રિટિશ સંકલ્પના પ્રતીક તરીકે જાણીતા છે.ત્યારે હવે ભારતમાં પણ તેઓની હુકુમત ચાલતી હતી જેથી તેને પોતાનાં નામની મુદ્રા છાપી હતી.

આવો હવે જાણી લઈ આઝાદી પછીની ચલણી નોટો નો સફર.આઝાદી પછી પ્રથમ વખત જ્યારે વર્ષ 1949માં ભારતે નોટ છાપ્યા તે સમયે જ્યોર્જની તસ્વીર હટાવીને ભારતીય નોટો પર રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનો ફોટો પણ છાપવામાં આવ્યો હતો.ત્યારે દરેક ભારતીય નાગરિક માટે આ એકજ સમાન નોટો હતી.

મિત્રો આ પછી દરેક લોકો માટે માત્ર એકજ ચલણી નોટ છાપવામાં આવી જે સમગ્ર ભારતમાં ચાલતી હતી.જેનું મૂલ્ય ભારતનાં કોઈ પણ ખૂણે એક્સરખુજ હતું તો આવો હતો ચલણી નોટો નો સફર અને આઝાદી પછી આરબીઆઇ એ મહાત્મા ગાંધી નું ચિત્ર મુકવાનું વિચાર્યું હતું અને એ લગભગ તેમનાં મૃત્યુ બાદ તેમની તસ્વીર નોટો પર આવી હતી.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …