મેરેજ કરીશ તેમ કહીને એક્ટિવા ઉપર યુવતીને ભગાડી ગયો આ હવશખોર..જાણો

લગ્ન એ જીવનનો અહેમ ભાગ છે લગ્ન વિના દરેક યુવક યુવતીનું જીવન અધૂરુ રહે છે પોતાના જીવન ને આગળ વધારવા માટે એક જીવન સાથીની જરૂર પડે છે.લગ્ન સંબંધ બે વ્યક્તિ તેના પરિવાર દરેકને એક પરિવાર બનાવવાનું એક માધ્યમ છે ત્યારે લગ્ન સમયે કુવારા યુવક-યુવતીઓ ઘણી બાબતે અકળામણ અનુભવતા હોય છે. યુવકો તો તેના મિત્રો હમ ઉંમર ભાઇઓ પાસે ખુલીને વાત કરે છે ત્યારે બીજી બાજુ યુવતીઓને તો પોતાનો પરિવાર છોડી અન્ય ઘરે જવાનું હોય છે તેવા સમયે તેને સૌથી વધુ ડર લાગતો હોય.પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો અને પછી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો આ ઘટના વડોદરામાં બની છે જેમાં એક યુવકે પરપ્રાંતી યુવતીને ભગાડીને લગ્ન કરવાની લાલચ આપી ત્યાર બાદ એક ખાલી જગ્યા પર લઈ જઈને એકાંતમાં દુષ્કર્મ આચર્યું હતું. જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 18 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે મહિના અગાઉ કૃપલભાઈ (નામ બદલેલ) થોડા મહિના પહેલા મુલાકાત થઇ હતી. એકાદ મહિના અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી.આ દરમિયાન કૃપાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.યુવતીની માતાએ એક તબક્કે કૃપાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું.થોડા મહિના પહેલા કૃપાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ચાર મહિના યુવતીને સાથે રાખી અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા કરતો હતો અને આ દરમિયાન કૃપાલના પરિવારજનો એકબીજા સાથે મારઝુડ કરતાં હતાં.પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કૃપાલ પૂજાબેન, હેતલબેન અને જાગૃતિ સામે ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસ આરોપી સહિત આ ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાદરાના પાટોદ ગામે 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર (રાજસ્થાન) હોટલમાં રૂમ ભાડે કરી બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ યુવતીએ પાદરા પોલીસ મથકે નોંધાવતા પાદરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા. બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો.જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે. પાદરા પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેનું મેડીકલ ચેક અપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About bhai bhai

Check Also

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં, એક સસ્તા અનાજનાં દુકાનદાર, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે…….

કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી જ્યારે પણ તેનું પરિણામ મળે ત્યારે બમણું જ મળે …