તમે આહારમાંથી ચોખા કાઢયા વિના વજન ઘટાડી શકો છો, આ રીતે સેવન કરો,ભારતમાં એવા ઘણા લોકો છે જે વજન ઓછું કરવા માગે છે, પરંતુ ચોખા ખાવાનું બંધ કરવા માંગતા નથી. આવી સ્થિતિમાં, લોકો વારંવાર આહારમાંથી ચોખા કાઢી નાખે છે, જ્યારે તેમનું મન હંમેશા ચોખા ખાવાનું રાખે છે. ખરેખર, ચોખામાં કેલરી વધુ હોય છે, તેથી એવું માનવામાં આવે છે કે તે વજન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ વજન વધારવાની સાથે સંઘર્ષ કરનારા લોકો તેનાથી અંતર રાખે છે, પરંતુ આપણે તમને જણાવી દઈએ કે એક એવો ઉપાય છે કે તમે તમારા આહારમાંથી ચોખા કાઢયા વિના વજન ઘટાડી શકો. ફક્ત આ માટે તમારે ચોખા કેવી રીતે ખાવું તે જાણવું પડશે.
મોટાભાગના લોકો વજન વધારવા માટે સફેદ ચોખાને આભારી છે. આનું કારણ એ છે કે સફેદ ચોખા શુદ્ધ હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે. ખરેખર, સુધારણા પ્રક્રિયા દરમિયાન ચોખામાંથી ઘણા ખનિજો પણ દૂર થાય છે. આ કારણોસર, જ્યારે તમે સફેદ ચોખા ખાઓ છો, ત્યારે શરીરની ખાંડ તરત જ તૂટી જાય છે અને લોહીમાં જાય છે. વજન વધારવાનું આ એક કારણ હોવાનું કહેવાય છે.
કયા ચોખા ખાવા માટે વધુ સારું છે,ફાઇબર અને પોષક તત્ત્વોથી ભરપુર બ્રાઉન રાઇસ વજન ઘટાડવા માટે વધુ સારું માનવામાં આવે છે, જ્યારે સફેદ ચોખામાં ફાઈબર હોતું નથી. કોરિયામાં 10,000 લોકો પર હાથ ધરાયેલા અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે સફેદ ચોખા ખાતા લોકોમાં જાડાપણું થવાનું જોખમ બ્રાઉન ચોખા ખાનારા લોકો કરતા વધારે છે.
આ રીતે ચોખા ખાવાથી વજન ઓછું કરો,આરોગ્ય નિષ્ણાતોના મતે, અડધો કપ રાંધેલા ભાતમાં 120 કેલરી હોય છે. જો તમે કોઈ સ્વાસ્થ્યપ્રદ ચીજવસ્તુઓ સાથે ચોખા ખાતા હોવ તો વજન વધવાનું જોખમ હોઈ શકે છે, પરંતુ જો તમે તંદુરસ્ત ચીજો (જેમ કે પ્રોટીનયુક્ત દાળ, પોષક તત્વોથી ભરપુર શાકભાજી) સાથે ચોખા ખાઓ છો. તેથી આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
વધારે ભાત ન ખાઓ,કોઈ પણ વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન શરીર માટે નુકસાનકારક છે. ચોખા સાથે પણ એવું જ થઈ શકે છે. તેથી જો તમે ચોખા ખાઈ રહ્યા છો, તો પછી તેને નિયંત્રિત કરવું જોઈએ. વધારે ચોખા ખાવાનું ટાળો, તો જ તમે વજનને નિયંત્રણમાં રાખી શકો છો.
ચોખામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ હોય છે.નબળું પાચનતંત્ર ધરાવતા લોકો માટે ભાતનું ઓસામણ અત્યંત ફાયદાકારક હોય છે.રાત્રિના ભોજનમાં રોટલીની જગ્યાએ ભાત ખાવા સ્વાસ્થ્યવર્ધક છે.મરડાના રોગમાં ભાતનું સેવન લાભપ્રદ રહે છે.ભાત લોકોના મુખ્ય ભોજનમાં સામેલ હોય છે પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે ભાત કેટલા ફાયદાકારક હોય છે?
ભાત સરળતાથી પચી જાય છે.જેથી આજે અમે તમને ભાતના ગુણો અને ફાયદા વિશે જણાવાના છીએ.ચોખા જેટલા જુના હોય એટલા જ સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો એવું માને છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે.જ્યારે ભાત સાવ સહેલાઈથી પચી જનારું ભોજન છે. ભાતને દાળ, શાક, રસમ વગેરે અનેક વસ્તુઓ સાથે ખાઈ શકાય છે. ભાતમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો હોય છે. તો ચાલો આજે જાણી લઈએ ભાતના અદભુત ગુણો વિશે.
ભાતથી થતાં લાભ,ઓસામણ સાથેજ ખાવા જોઇએ ભાત,ભાતનું ઓસામણ એટલે ભાત બનાવતી વખતે બચેલો સફેદ ઘટ્ટ પાણી જે અત્યંત લાભકારક હોય છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. જેથી ભાતને ઓસામણ સહિત જ ખાવા જોઈએ.
પેટ ખરાબ હોય તો ભાત ફાયદાકારક છે,જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય અથવા પાચનતંત્ર નબળું હોય એવા લોકો માટે ભાતનું ઓસામણ વરદાન સમાન છે. કારણ કે ભાતનું ઓસામણ સરળતાથી પચી જાય છે. આ સિવાય ભાત અને દૂધ પણ સાથે ખાવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે. ભોતમાં દૂધ મિક્ષ કરીને તેને 20 મિનિટ સુધી ઢાંકીને પકવી દેવું ત્યારબાદ તેને ખાવાથી પણ અદભુત ફાયદા થાય છે.
ભાત હળવા હોવાથી રાત્રે સરળતાથી પચી જાય છે,જો રાત્રિના ભોજનમાં રોટલી ઓછી ખાવામાં આવે અથવા ના ખાઓ અને ભાત વધુ ખાઓ તો ભાત હળવા હોવાથી રાત્રે પચી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારુ રહે છે.જુના ચોખા મહત્વનાં,ત્રણ વર્ષ જુના ચોખા અત્યંત સ્વાદિષ્ટ અને ઓજસવાળા હોય છે. જેથી જુના ચોખાનો ઉપયોગ કરવા જોઈએ. કારણ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે વધુ ફાયદાકારક હોય છે.
પેટની કોઇપણ સમસ્યા માટે ભાતની ખીચડી,પેટમાં ગરબડી કે પેટની અન્ય કોઈ સમસ્યા રહેતી હોય તો ચોખાની ખીચડીનું સેવન કરવું જોઈએ.દસ્તમાં પણ બેસ્ટ,જો દસ્ત થયા હોય તો ભાત ખાવા જોઈએ. આવા સમયે બીજો કોઇ ખોરાક ભારે પડે છે. પણ ભાત સાથે દહીં મિક્ષ કરીને ખાવાથી દસ્તમાં ફાયદો થાય છે અને આ એક હળવું ભોજન માનવામાં આવે છે. જે પેટ માટે ફાયદાકારક રહે છે.
ભાંગ કે દારુનો નશો ઉતારવા માટે પણ બહુ હેલ્પફુલ છે ભાત,જો ભાંગ કે અન્ય કોઈ નશો વધુ ચડી ગયો હોય તો ચોખાને ધોવામાં જે પાણી નીકળે તેમાં ચપટી ખાવાનો સોડા અને ખાંડ નાખીને તે પાણી પીવું જોઈએ. આવું કરવાથી નશો તરત ઉતરી જાય છે.
પેશાબ સંબંધી સમસ્યાઓમાં પણ અનેક રીતે ગુણકારી,જો પેશાબ સંબંધી કોઈ સમસ્યા રહેતી હોય તો ચોખાને ધોવામાં જે પાણી નીકળે તેમાં ચપટી ખાવાનો સોડા અને ખાંડ નાખીને તે પાણી પીવું જોઈએ. આવું કરવાથી પેશાબ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને મૂત્ર વિકાર પણ દૂર થાય છે.મરડો,મરડાના રોગમાં ભાત ખાવા જોઈએ. જેને મરડો થયો હોય તેણે સાવ હદળી ભાત બનાવી તેમાં ગાયનું દૂધ મિક્ષ કરીને રોગીને આપવું જોઈએ. આનાથી મરડાના રોગમાં તરત ફાયદો થાય છે.
મગજનાં વિકાસમાં પણ રોલ,ભાત અને મગની દાળની ખીચડી ખાવાથી મગજનો વિકાસ ઝડપથી થાય છે અને શરીર પણ શક્તિશાળી બને છે.માથાનો દુખાવો અને માઇગ્રેનમાં પણ મદદરૂપ,માઈગ્રેન અથવા આધાશીશીની સમસ્યા હોય તો રાતે સૂતા પહેલા ભાતને મધ સાથે મિક્ષ કરીને ખાવાથી લાભ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. એક સપ્તાહ આવું કરવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.
નેચરલ કોન્ટ્રાસેપ્ટીવ ,ઘણી સ્ત્રીઓ ગર્ભનિરોધકનો પ્રયોગ કરવા નથી માગતી કારણ કે ટેબલેટસની આડ-અસરો ધણી હોય છે. તેવી સ્ત્રીઓએ ચોખા ધોયેલા પાણીમાં ચોખાના છોડની જડ પીસીને નાખીને ગાળી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરી લેવું. ચોખાનાં છોડની જડ ધણી આયુર્વેદિક દુકાનોમાં ઉપલ્બધ હોય છે, અને બાકી ગામડે જતા આવતા લોકો પાસેથી પણ સરળતાથી મંગાવી શકાય. આ એક આડઅસર વિનાનું સુરક્ષિત ગર્ભનિરોધક ઉપાય છે. ચીન જેવા દેશમાં હજુ પણ આ એક પોપ્યુલર ગર્ભનિરોધક મેેેથડ તરીકે વપરાય છે
ભાત ખાવામાં ભલે એટલા સ્વાદિષ્ટ ન હોય પરંતુ ભાત એક ગુણકારી ઔષધી છે.માત્ર એક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે ડાયાબિટિસના દર્દીઓએ ભાતનું સેવન ન કરવું જોઈએ કારણ કેે એની સીધી અસર સુગર લેવલ પર થાય છે.
આપણામાંથી ઘણા લોકો ભાત ખાવાના ખૂબ શોખીન હોય છે. પણ એ લોકોને ભાતનુ વધુ સેવન કરવાથી થનારા નુકશાન વિશે જાણ હોતી નથી. ભાતમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેનાથી એ પચવામાં ખૂબ સરળ હોય છે પણ તેને સતત તમારા ડાયેટમાં લેવાથી તેનુ આપણા શરીર પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે. અનેક લોકો તો તેના વગર પોતાના ભોજનની થાળી અધૂરી જ સમજે છે. એ લોકોએ તેના નુકશાન વિશે જાણીને તેને ખાવાની રીત બદલવી પડશે.
શુગર લેવલ વધી જવુ – ચોખાનુ વધુ પડતુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે ખૂબ જ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ચોખાનુ સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને શુગર હાઈ લેવલ સુધી પહોંચી જાય છે. તેથી ડાયાબીટિશના રોગીઓને ચોખા ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
જાડાપણાને વધારે – ચોખામાં ફૈટ વધુ હોવાને કારણે અહી જાડાપણુ એક કારણ બની શકે છે. તેથી જે લોકો પાતળા થવા માંગે છે તેમણે ચોખાથી દૂર રહેવુ જોઈએ અને જો ખાવાનુ મન પણ થાય તો તેમણે બ્રાઉન રાઈસને બાફીને ખાવા જોઈએ. અસ્થમામાં ઘાતક – જે લોકો અસ્થમાથી પરેશાન છે તેમણે પણ ભાત ખાવાથી દૂર રહેવુ જોઈએ. ભાતની તાસીર ઠંડી હોવાને કારણે આ અસ્થમાના દર્દીઓમાં શ્વાસની સમસ્યા ઉભી કરે છે.
આળસી બનાવે – ભાત ખાધા પછી શરીરમાં શુગરની માત્રા ખૂબ ઝડપથી વધી જાય છે. જેનાથી ઊંઘ આવવી શરૂ થઈ જાય છે અને શરીરમાં આળસ થવા થવા માંડે છે. જે લોકો જમ્યા પછી કામ કરે છે તેમણે ભાતથી દૂર રહેવુ જોઈએ. પોષક તત્વની કમી – ભાતમાં કાર્બોહાઈડ્રેટનુ ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત તેમા વધુ પોષક તત્વ હોતા નથી. આ કારણ છે કે ભાતનુ સેવન કરીની શરીરને કોઈ વધુ ફાયદો મળતો નથી. ભાગ ખાધા પછી આપણે ભૂખ પણ જલ્દી લાગી જાય છે.