આદુંનો ઉપયોગ આપણે બધા પોત-પોતાના ઘરમાં કરીએ છીએ. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રૂપમાં કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તેના ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આ ઉપરાંત તે બળતરા, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ખૂબીઓથી પણ ભરપૂર હોય છે. તેના કારણે આ એક હેલ્થ ટિશ્યૂને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આદુંને ઘણી રીતે ખાઈ શકાય છે પણ ચામાં તેનો ઉપયોગ વધારે ફાયદાકારી હોય છે. પણ આદુંની ચાની સાથે-સાથે આદુંનું પાણી પણ સ્વાસ્થય માટે લાભકારી હોય છે.
આદુનું પાણી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. આદુંનું પાણી પીવાથી લોહી સાફ થાય છે અને સ્કિન ગ્લો કરે છે. આ પિંપલ્સ અને સ્કિન ઈંફેકશનના ખતરાને પણ દૂર કરે છે.આદુનું પાણી ડાયબિટીઝના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેના નિયમિત સેવનથી શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી તેનાથી સામાન્ય લોકોમાં ડાયબિટીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે.આદુનું પાણી નિયમિત રૂપથી પીવાથી બ્લડ સર્કુલેશન ઠીક રહે છે અને મસલ્સમાં થનાર દુ:ખાવાથી રાહત મળે છે. સાથે જ માથાના દુ:ખાવામાં પણ ખૂબ ફાયદાકારી હોય છે. આદુંના પાણીથી શરીરમાં મેટાબાલ્જિમ ઠીક રહે છે. તે રોજ પીવાથી શરીરનો વધારાનો ફેટ ખત્મ થઈ જાય છે.
આદુમાં કેન્સર સામે લડનાર તત્વ હોય છે. તેનું પાણી ફેફસાં, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેંક્રિએટિક કેન્સરથી રક્ષા કરે છે. આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. દરરોજ તેને પીવાથી શરદી-ખાંસી અને વાયરલ ઈંફેકશન જેવા રોગના ખતરો ઘટી જાય છે. આ સિવાય આ કફની સમસ્યાને પણ દૂર કરે છે.
આદુને ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. ચ્હા થી લઈ શાકભાજી અને કેટલાક તો લુખ્ખુ આદુ ખાતા હોય છે. આયર્ન, કેલ્શિયમ, આયોડિન, અને વિટામિનથી ભરપુર આદુ ઘણઆ પોષક તત્વોનો ભંડાર છે. તાસીર ગરમ હોવાને કારણે તેનું સેવન શરદીઓમાં વધારે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના ઘણા ગુણ જણાવવામાં આવ્યા છે.
આયુર્વેદમાં પણ આદુના કેટલાક ફાયદા બતાવ્યા છે. તમે બધા આદુના લાભ વિશે જાણતા જ હશો , પરંતુ ઘણા લોકો માટે આદુ ઝેર સમાન હોય છેઆજે અમે તમને જણાવીશું કે આદું ખાવાથી શું લાભ થાય છે અને કોને કોને આદુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ અથવા ઓછું કરવું જોઈએ. તો ચાલો જાણીએ
જે લોકો તેમનું વજન વધારવા માંગે છે તે લોકોએ આદુથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે આદુ તમારી ભૂખ ઘટાડવાનું કામ કરે છે. જે તમારું વજન ઘટાડે છે. તેથી જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો આદુ નું સેવન કરવાથી તમારા પર ખરાબ અસર પડી શકે છે.જે લોકો હીમોફીલિયા નામના રોગોથી પીડાતા હોય છે તેવા લોકો માટે પણ આદુ ઝહેર સમાન ગણાય છે, કારણ કે આદુ ખાવાથી, વ્યક્તિનું લોહી પાતળું થઇ જાય છે, જે આ રોગથી પીડાતા વ્યક્તિ માટે યોગ્ય નથી. તેથી આ રોગથી પીડાતા લોકોએ આદુથી ખાસ કરીને જેમ બને તેમ દૂર જ રહેવું જોઈએ.
ગર્ભાવસ્થાના શરૂઆત ના સમયમાં બધી સ્ત્રીઓ માટે આદુનો વપરાશ ખૂબ ફાયદાકારક છે, કારણ કે આદુ તમારા નબળાઈ દુર કરવામાં મદદ કરે છે અને સવારની માંદગી પણ દૂર કરવામાં મદદ કરે છે. તમામ ગર્ભવતી મહિલાઓએ છેલ્લા ત્રણ મહિનામાં આદુ ખાવું જોઈએ નહીં કારણ કે તે સમયે આદુ ખાવાથી તમને ઘણું નુકશાનકારક બની શકે છે. આવા સમયે આદુનું સેવન કરવામાં આવે તો તમને શ્રમ અને અકાળે ડિલિવરીનું જોખમ પણ મોટી માત્રામાં વધી જાય છે.
જે વ્યક્તિ દરરોજ દવાઓનો ઉપયોગ કરે છે, તે વ્યક્તિએ આદુનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. કારણ કે દવાઓમાં રહેલ દ્રગ્સ જેમ કે ઇન્સ્યુલિન, એન્ટિકોગ્યુલન્ટ્સ અને બેટા – બ્લોકર્સ વગેરે. આદુ ની સાથે ભેળવી એક ભયંકર મિશ્રણ તૈયાર કરે છે, જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ આદુ ખાવાથી કે સેવન કરવાથી પેટમાં એસીડ નું લેવલ વધે છે અને એસીડીટી થઇ શકે છે.
ડાયાબિટીસ ની સમસ્યા ભારત દેશ માં સતત વધી રહી છે. રોજબરોજ કોઈ ને કોઈ વ્યક્તિ આ રોગ થી પીડાય છે. આવા માં જો તમે પણ ડાયાબિટીસ થી પીડિત છો ભૂલ થી પણ આદુ નું સેવન ન કરવું. વાસ્તવ માં, આદુ માં એવા ઘણા તત્વો જોવા મળે છે જે શરીર ના ઇન્સ્યુલીન સ્તર ને વધારી દે છે. આવા માં શરીર માં ખાંડ ની માત્રા ઓછી થવા થી તમારે ખરાબ સ્થિતિ માથી પસાર થવું પડી શકે છે. એટલા માટે જો તમે ડાયાબિટીસ ના શિકાર છો તો આજ થી જ આદુ નું સેવન બંધ કરી દો.
ઉપરાંત જો તમે આદુ વાળુ દૂધ પીવાથી થાય છે આ ફાયદા,આપણે ત્યાં મોટેભાગે ચા પીવો એક રિવાજ જેવું બની ગયું છે. અને તેમાં પણ મોટાભાગના ઘરોની અંદર આદુવાળી ચા પીવાતી હોય છે. આદુવાળી ચા જેટલી પીવામાં સ્વાદિષ્ટ હોય છે તેટલી જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. આપણે જાણીએ છીએ કે આદુ અને તેની અંદર રહેલા તત્વો આપણા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થતા હોય છે. અને આદુવાળી ચા પીવાના કારણે આપણા શરીરને પણ અનેક પ્રકારની બીમારીઓ થી બચાવ થઈ શકે છે. આજે અમે તમને આદુ વાળુ દૂધ પીવાથી થતા વિશે જાણીશું, તો ચાલો જાણીએ તેને બનવાની રીત
સૌપ્રથમ આદુના નાના-નાના ટુકડા કરી તેને ગરમ દૂધની અંદર ઉમેરી દો. અને થોડી વખત એ આદુના ટુકડા અને દૂધની અંદર ઉકાળવા દો. ત્યારબાદ તમારા દૂધને ગરણી વડે ગાળી લો. અહીંયા તમે આદુ ના નાના ટુકડા ની જગ્યાએ આદુ નો છુંદો પણ ઉમેરી શકો છો.આદુવાડા દૂધનું સેવન કરવાના કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી કરીને તે વાઇરલ ઇન્ફેક્શનના કારણે થતા રોગના ભરડામાં ઝડપથી આવી શકતા નથી. જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેવા લોકો માટે પણ આદુ વાળું દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે આદુ ની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
આદુવાડા દૂધનું સેવન કરવાના કારણે જો કોઈ પણ વ્યક્તિ અને ગળામાં દુખાવો થતો હોય તો તેમાં તેને તરત જ રાહત મળે છે. કેમકે આદુ ની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ તમારા ગળાની અંદર રહેલી બધી જ ખરાબીઓને દૂર કરી દે છે જેથી કરીને તમારું ગળું એકદમ સ્વસ્થ થઈ જાય છે.જે લોકોને વધુ પડતી ભૂખ ન લાગતી હોય તેવા લોકો માટે પણ આ આદુ વાળું દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમકે આદુની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર ભૂખને ઉઘાડે છે. અને જેથી કરીને લોકોની ભૂખમાં વધારો થાય છે અને લોકો પૂરતા પ્રમાણમાં ભોજન લઇ શકે છે.