આજથીજ શરૂ કરિદો ચણા અને સાથે આ ખાસ વસ્તુનું સેવન,શરીરમાં થશે એટલાં બદલાવ કે જાણી ખુશ થઈ જશો…..

મિત્રો કઠોળ ની જરૂરિયાત આપણાં શરીર માં ખૂબ હોય છે. ઘણા લોકો બાફેલા કઠોળ ખાતા હોય છે પણ જો તમે આજ કઠોળ ને પલાળી ને ખાવા થી જે લાભ થાય છે તે જાણી ને તમને આશ્ચર્ય થશે. આ પલાળેલા કઠોળ માં વિટામિન, પ્રોટીન, ખનીજ જેવા સારા તત્વો મળે છે જે શરીર ને તંદુરસ્ત રાખવા માં ખૂબ જ મદદ કરે છે. બધા કઠોળ માં બેસ્ટ છે ચણા. દેશી ચણા ન્યુટ્રિએટ્સની બાબતમાં બદામ જેવા મોઘા ડ્રાયફ્રુટથી પણ વધુ ફાયદાકારક છે.

આપને જણાવી દઈએ કે ચણા અને મધના સેવનથી તમારા શરીરમાં ખુબ પ્રોટીન મળી રહે છે. અને આયુર્વેદમાં પણ ચણાને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ચણામાંથી તમને પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ આર્યન અને વિટામીન મળી રહે છે. જેના કારણે તમારું શરીર મજબૂત બને છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ચણા અને મધના સેવનથી ખાસ કયા કયા પ્રકારની ફાયદા આપણા શરીર મળે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.જો તમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે. અને તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં નથી રહેતું તો રોજ સવારે ખાલી પેટ તમે એક મુઠ્ઠી ચણાને મધમાં ભીના કરીને ખાવાનું રાખો. જેથી તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે. અને સાથેજ તમને ર્હદયને લગતા રોગોથી પણ છૂટકારો મળશેલોહીનો અભાવ નહી સર્જાયઆપણા દેશમાં ઘણા લોકો એનીમિયા જેવી બિમારીથી પીડાઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે કે શરીરમાં આર્યનનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે લોહીની અછત સર્જાય છે. પરંતું જો તમે નીયમીત રીતે ચણા અને મધનું સેવન કરશો. તો તમને ભરપૂર માત્રામાં આર્યન મળી રહેશે. સાથેજ તમારા શરીરમાં ક્યારેય લોહીનો અભાવ પણ નહી સર્જાય

કબજિયાતથી છૂટકારોચણા અને મધના સેવનથી ક્યારેય કબજિયાત જેવી સમસ્યા નથી થતી. જેથી જો તમને કબજિયાતની સમસ્યા છે. તો તમે રાતે ચણાને પલાળીને રાખો અને બાદમાં સવારે તમે તે ચણાને મધ સાથે ભેળવીને ખાવાનું રાખો. જેથી તમને કબજિયાત જેવી સમસ્યાનો સામનો નહી કરવો પડે.શરીર ના સ્પર્મ કાઉન્ટ વધારવા માટે તમારે જો દરરોજ સવારે ૧ ચમચી સાકર ની સાથે પલાળેલા ચણા મુઠ્ઠી ભરી ને ખાવા જોઈએ. ફર્ટિલિટી વધારવા માટે પણ તેમાં વિભિન્ન ગુણો રહેલા છે. આથી જો દરરોજ સવારે એક કપ ભરીને પલાળેલા ચણા ને મધ ની સાથે ખાવા જોઈએ.

દાંત અને હાડકા માટે ફાયદાકારકતમારા શરીરને જ્યારે મિનરલ નથી મળી રહેતું. તે સમયે તમારા હાડકા નાજુક થવા લાગે છે. અને જો તમે એવું ઈચ્છો છો. કે તમારા હાડકા હંમેશા માટે મજબૂત રહે તો તમારે ચણા અને મધ ખાવાના શરૂ કરી દેવા જોઈએ. મહત્વનું છે કે હાડકાની સાથે સાથે તમારા દાંત પણ ચણા અને મધનું સેવન કરવાથી મજબૂત રહેશેડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઆપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જતી જોવા મળી રહી છે. પરંતુ જો તમે ચાણા અને મધનું સેવન કરશો. તો તમે ક્યારેય ડાયાબિટીસનો ભોગ નહગી બનો અને તમારું બ્લડ સુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે.

બીમારીઓથી બચવાફણગાવેલા ચણા ની અંદર માત્રામાં વિટામિન્સ અને વિવિધ પ્રકારના મિનરલ્સ હોય છે. જે શરીરને કોઈ પણ પ્રકારની બિમારીથી બચાવી શકે છે. સાથે-સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી કરીને તમે ગમે તેવા રોગની સામે લડી શકો છો.શરીરની તાકાત વધારવાફણગાવેલા ચણા ની અંદર લીંબુ, આદુના ટુકડા, સ્વાદ અનુસાર મીઠું અને થોડી તીખા ની ભૂકી ઉમેરી સવારમાં નાસ્તામાં ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને તાકાત વધી જાય છે.

વજન વધારવામાંફણગાવેલા ચણા ખાવાના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કેલરી મળી રહે છે, અને સાથે-સાથે પૂરતા પ્રમાણમાં પ્રોટીન પણ મળે છે. જેથી કરીને શરીરનો વજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.કિડનીને સ્વસ્થ રાખવામાંચણા ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ હોય છે જે શરીરની અંદર હિમોગ્લોબીન ની માત્રા તો વધારે છે, અને સાથે સાથે શરીરમાં રહેલા વધારાના ઝેરી તત્વોને બહાર ફેંકી દે છે. જેથી કરીને આપણી કિડની કાયમી માટે સ્વસ્થ રહે છે. ફણગાવેલા ચણા ની સાથે ગોળ ખાવા માં આવે તો વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો તે ઠીક થઇ જાય છે.

માતાના સ્તનમાં દૂધ વધારવાજો માતા પોતાના બાળકને દૂધ પીવડાવતી વખતે તેને પૂરતા પ્રમાણમાં દૂધ ન આવતું હોય તો અંદાજે ૫૦ ગ્રામ જેટલા કાબુલી ચણાને રાત્રે દૂધની અંદર પલાળી સવારે સેવન કરવામાં આવે અને તે દૂધને ગરમ કરી અને પી લેવામાં આવે તો સ્તનની અંદર દૂધમાં વધારો થાય છે.અસ્થમાના દર્દીઓ માટેજો રાત્રે પલાળેલા ચણાને સવારમાં ખાવામાં આવે તો તેના કારણે અસ્થમાના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે. આ ઉપરાંત ૧૫૦ ગ્રામ શેકેલા ચણા અને ૧૫૦ ગ્રામ જેટલા ગુન્દને અલગ અલગ પીસી લઈ તેનું ચૂર્ણ બનાવી દિવસમાં ત્રણથી ચાર વખત બેથી ત્રણ ચપટી જેટલું લેવાના કારણે શ્વાસના રોગમાં ફાયદો થાય છે.

ઉલ્લેખનિય છે કે આપણા દેશમાં આયુર્વેદના ઉપચારથી દરેક પ્રકારના રોગનું નિદાન સંભવ છે. પરંતુ લોકો રોગ થયા બાદ દવા કરાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ તેઓ ક્યારેય પણ કોઈ પણ આયુર્વેદિક ઉપચાર નતી કરતા. જેથી આપને વિનંતી છે. કે બને તેટલા આયુર્વેદિક ઉપચાર તમે તમારા શરીર માટે કરો. જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ ગંભીર બિમારી નહી સર્જાય અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે

About bhai bhai

Check Also

હજુ આવનાર 2 દિવસ દરમિયાન ગુજરાતી માં ધોધમાર વરસાદ ની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ.

આજે ગુજરાત માં ખૂબ વરસાદ માહોલ જામ્યો છે ઠેર ઠેર પાણી ભરાય છે.ઘણા શહેરો ના …