વિરાટ કોહલી એટલે કે ક્રિકેટર જગત નું જાણીતું નામ.આજે વિરાટ કોહલી ને બધા જ જાણે છે.આ વર્ષે એમને એક નવી સફળતા પ્રાપ્ત કરી છે. જે ભારત માટે ગર્વ ની વાત છે.અને વિરાટ કોહલી હાલ ભારતીય ટિમ ના કેપ્ટન છે.અને વિરાટ કોહલી દુનિયા માં સર્વશ્રેષ્ઠ ક્રિકેટ નો બેસ્ટમેન છે.આ વર્ષે કમાણીની દ્રષ્ટિએ વિરાટ કોહલીએ તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર ટોચના ૧૦૦ એથ્લેટ્સની યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.
વિરાટ કોહલી ૨૬ મિલિયન ડોલર ૧૯૬ કરોડ રૂપિયા સાથે ૬૬ માં ક્રમાંકે રહ્યો હતો.અને આ યાદી માં સ્વિટ્ઝર્લૅન્ડ નો ટેનિસ સ્ટાર રોજર ફેડરર ૧૦૬ મિલિયન (૮૦૦ મિલિયન) ની કમાણી સાથે પ્રથમ આવ્યો હતો.ફોર્બ્સ મેગેઝિને વર્ષ ૨૦૨૦ માં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની લિસ્ટ બહાર પાડ્યું છે. કોહલીએ આ વર્ષે ૨૬ મિલિયન ડોલરની કમાણી કરી હતી, જેમાંથી તેણે જાહેરાત કરારમાંથી ૨૪ મિલિયન ડોલર ની કમાણી કરી,જેમાંથી એમને ૨ મિલિયન ડોલર પગાર અને પુરસ્કાર થી કમાણી કરી છે.
વિરાટ કોહલીએ ૩૦ લોકો ને પાછળ છોડી ને આગળ આવ્યા છે.૨૦૧૯ માં કોહલી એ આશરે ૨૫ મિલિયન ડોલરની કમાણી કરી હતી અને એમાં એ ૧૦૦ મા ક્રમાંકે હતો.અને આ યાદી માં રોજર ફેડરર એ છલાંગ લગાવીને પાંચમા ક્રમાંક થી આગળ આવી ને પહેલા સ્થાને પહોંચ્યો છે.
સ્વિટ્ઝર્લૅન્ડ નો પૂર્વ ટેનિસ ખેલાડી રોજર ફેડરર એ કમાણી ની દ્રષ્ટિ એ આ વર્ષે બધા ને પાછળ છોડી દીધા છે.અને એ પહેલાં નંબરે આવી ગયો છે.અને આ આ યાદી માં આવું કરનારો પહેલો ખેલાડી બન્યો છે.અને એમના પહેલા આગળ વર્ષ ની કમાણી ૧૦૪ મિલિયન ડોલર હતી.રોજર ફેડરરે કમાણીની ના વિષય માં સ્ટાર ફૂટબોલરોને પાછળ મૂકીને બધાને આશ્ચર્ય માં મુક્યા છે,અને ગયા વર્ષે કમાણીની દ્રષ્ટિએ તે પાંચમા ક્રમે હતો.
પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો $ ૧૦૫ મિલિયનની કમાણી સાથે બીજા નંબરે છે. ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સીનું છે જેણે આ વર્ષે ૧૦૪ મિલિયન ડોલરની કમાણી કરી છે, ત્યારબાદ બ્રાઝિલના સ્ટ્રાઈકર નેમારે કુલ ૯૫.૫ મિલિયન ડોલરની કમાણી કરી છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી માં ૧ જૂન ૨૦૧૯ થી ૧ જૂન ૨૦૨૦ સુધીના ખેલાડીઓની કમાણીની રકમનો અંદાજ મૂકવામાં આવ્યો છે.આમાં તમામ ખેલાડીઓ દ્વારા તેમના બોર્ડને ચૂકવવામાં આવતા પગાર, કરાર બોનસ, ઇનામની રકમ,બ્રાન્ડ પ્રમોશન મની અને રોયલ્ટી પણ શામેલ છે.