કપિલ શર્મા ની પત્નીએ આપ્યો બેબી ગર્લ ને જન્મ,ત્યારે કપિલ શર્મા એ કહ્યું કઈ આવું.

કોમેડિયન કપિલ શર્માના લગ્ન થયા ત્યારથી જ બધા તેના ઘરે થોડો મહેમાન આવવાની રાહ જોતા હતા. હવે કપિલના ચાહકોની આ પ્રતીક્ષા પણ પૂરી થઈ ગઈ છે અને ખરેખર કપિલ શર્મા એક પિતા બન્યો છે અને આ માહિતી ખુદ કપિલે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને પણ આપી હતી અને કપિલની પત્ની ગિન્નીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે અને કપિલ તેની પુત્રીના જન્મથી ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે મને બાળકી મળી તેથી હું ધન્ય થઈ ગયો છું અને તમે બધા પણ આશીર્વાદ આપો એવું પણ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે કપિલે આ ટ્વીટ 10 ડિસેમ્બરે સવારે 3.23 વાગ્યે કર્યું છે અને આનો મતલબ એ છે કે કપિલ 10 ડિસેમ્બર સવારે જ પિતા બની ગયો હતો.

બીજી તરફ કપિલે બધાને તેના પિતા બનવાના સમાચાર આપતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા સંદેશાઓનો પણ પૂર આવી ગયો હતો અને તેમની પાસે ઘણા બધા સંદેશા આવી રહ્યા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ ઘણાં સ્ટાર્સ જેવા કે ગુરુ રંધાવા, રકુલ પ્રીત વગેરેએ પણ કપિલને ઓનલાઇન અભિનંદન આપ્યા હતા. ગુરુ રંધાવાએ અભિનંદન લખ્યુ હતું કે હું ઓફિશિયલ કાકા બની ગયો છું. આવી જ રીતે અન્ય સ્ટાર્સે પણ આ મામલે ખુશી વ્યક્ત કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે કપિલે ગયા વર્ષે જ 12 ડિસેમ્બર 2018 ના રોજ ગિન્ની ચત્રથ સાથે લગ્ન કર્યા હતા અને તેમના લગ્નની એનિવર્સરી પણ તેના બે દિવસ પછી જ આવે છે અને આવી સ્થિતિમાં કપિલ આ એનિવર્સરી પૂર્વે જ પિતા બની ગયો હતો. કપિલે ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે તે અને તેનો આખો પરિવાર આ બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને કપિલની માતા પણ જલદીથી દાદી બનવા માંગતી હતી અને તેમની ઈચ્છા પણ પુરી થઈ ગઈ.

થોડા દિવસો પહેલા જ કપિલ કેનેડામાં પણ બેબીમૂન પર ગયો હતો. ત્યારે પણ તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી અને એવું કહેવામાં આવે છે કે કપિલ ગર્ભાવસ્થાના દિવસોમાં તેની પત્ની ગિન્નીની ખૂબ કાળજી રાખતો હતો અને તે જ્યારે પણ ધ કપિલ શર્મા શો ના શૂટિંગ પર આવતો હતો ત્યારે પણ તે તેની પત્નીને ત્યાં લઈ આવતો હતો અને સેટ પર કપિલની ટીમના ક્રૂએ પણ ગિન્નીનું ખાસ ધ્યાન રાખ્યું હતું અને આ સાથે કપિલની માતા પણ ત્યાં હાજર હતી.

આ વાત કોઈથી છુપાયેલી નથી કે કપિલ શર્માની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં ખૂબ જ છે. તેણે પોતાની કોમેડી પ્રતિભાથી દરેકનું દિલ જીતી લીધું છે અને આવી સ્થિતિમાં આખો દેશ કપિલના પરિવાર તેમજ તેના પિતાથી ખુબ જ ખુશ છે અને આ ક્ષણે કપિલે તેના પિતા બનવાની ઘોષણા પણ કરી હતી અને દરેક વ્યક્તિ તેમની પુત્રીનો પહેલો ફોટો જોવાની રાહમાં છે અને ચાહકોએ કપિલને ઓનલાઇન વિનંતી પણ શરૂ કરી દીધી છે કે તેઓ તેમની પ્રિય પુત્રીનો ફોટો શક્ય હોય તેટલી વહેલી તકે બધા સાથે શેર કરવા જોઈએ ધ કપિલ શર્મા શોનો આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે અને ત્યાં કપિલ તેના પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા જોઇ શકાય છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …