Breaking News

જો ઈસ્ત્રી વગરજ કપડાંની કરચલીઓ કરવી છે દૂરતો આ છે સૌથી બેસ્ટ ઘરેલું ઉપાય.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં જણાવા જઇ રહ્યા છે કે કપડાં ની કરચલીઓ કેમની દૂર કરવી તો ચાલો મિત્રો જાણીએ.રોજિંદા જીવનમાં આપણે ઘણીબધી નાની-નાની સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ. જેમ કે નવા ડ્રેસને બે-ત્રણ વખત ધોઈએ તો જૂનો થઈ જાય, કપડાં પર કોઈ મેકઅપ પ્રોડક્ટના ડાઘ પડે, ચંપલ કે બૂટ ડંખે અને બીજું ઘણુંબધું.

 

આ એટલી નાની સમસ્યાઓ છે, પણ એનાથી ગર્લ્સ બહુ જ અપસેટ થઈ જાય છે. ગર્લ્સ માટે તેમનાં કપડાં, મેકઅપ અને રેડિયન્ટ સ્કિન સૌથી વધારે મહત્વની હોય છે; પરંતુ આ રૂટીન પ્રૉબ્લેમ્સ માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. રોજબરોજ વપરાતી બ્યુટી-પ્રોડક્ટ, ક્લોથ-પ્રોડક્ટ કે હેર-પ્રોડક્ટ તમને એના મુખ્ય ઉપયોગ સિવાય બીજા કામમાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ બધી વસ્તુઓના કેટલાક અનોખા ઉપાય અહીં પ્રસ્તુત છે.

દરેકને કાપડના મટીરિયલ્સ વિશે સમજ નથી હોતી.કપડાં ધોયા બાદ તેમાં કરચલી પડી જતી હોય છે.જે ઘણીવાર ઈસ્ત્રી કર્યા બાદ પણ દૂર થતી નથી. આજે અમે એક એવી ટ્રિક જણાવીશું જેમાં તમારે ઈસ્ત્રી કરવાની જરૂર નહીં પડે અને રૂપિયા પણ નહીં ખર્ચવા પડે. જો ક્યારેય ઈસ્ત્રી ખરાબ થઈ જાય તો, તમે પણ આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.તમારે તમારા ડ્રાયરમાં 2-3 આઈસ ક્યૂબ નાંખવાના રહેશે અને થોડી મિનિટ માટે ગરમ થવા દેવાનું છે, પછી તમારા કપડાંની કરચલીઓ તદ્દન ગાયબ થઈ જશે.

કોઈક કાપડમાં અમુક કપડાંને એક વાર ધોયા બાદ જ એનાં પર રૂંછાં (નાની ગોળી) આવી જાય છે, જેને ફાઇબર પિલ્સ કહે છે. એ તમારા નવા ડ્રેસને જૂનો દેખાવ આપવા માટે પૂરતું છે. એવું જ તમારા જેગિંગ્સ, કૉટન પૅન્ટ સાથે અને ઊનના ટૉપ સાથે પણ થતું હોય છે. કપડાં પરથી આ પિલ્સને સરળતાથી કાઢવા માટે રેઝરનો ઉપયોગ કરી શકો છો. જેવી રીતે આંતરિક વાળ કાઢવા રેઝરને એકદમ હળવેથી ફેરવો છો એવી જ રીતે કપડાં પર પણ હાથ હળવો રાખવો.

તમારો ડ્રેસ થોડી જ વારમાં એકદમ નવા જેવો દેખાવા લાગશે. આ સિવાય તમે સેલોટેપનો ઉપયોગ કરી શકો છો. હા, સેલોટેપને ફાઇબર પિલ્સ પર ચિપકાવી વૅક્સ સ્ટ્રિપની જેમ જોરથી ખેંચવાથી એ નીકળી જશે.ડ્રાયરમાંથી કપડાં બહાર કાઢ્યા બાદ તેને હેંગરમાં લટકાવી દો, જેથી કપડાંમાં ફરીથી કરચલીઓ ન પડે. જો ડ્રાયર રોકાયા પછી પણ લાંબા સમય સુધી તમે કપડાંને તેમાં જ રાખી મૂકો છો કે પછી ડોલ કે મોટા ટબમાં ઢગલો કરીને મૂકી દો છો, તો કપડાંમાં ફરીથી કરચલીઓ પડી જશે.

હીટથી ડ્રાયરમાં બરફ પીગળે છે અને તે પછી પાણી અને સ્ટીમમાં બદલાઈ જાય છે, એટલે કે તે તદ્દન એવી જ રીતે કામ કરે છે, જે ઈસ્ત્રી કરે છે. ડ્રાયર તમારા કપડાંને સ્ટીમ કરી દે છે, જેનાથી કપડાંની કરચલીઓ દૂર થઈ જાય છે. તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે, ડ્રાયરને આઈસ ક્યૂબથી વધુ પડતું ન ભરી દો. બે-ત્રણ શર્ટસ કે ટ્રાઉઝર્સની કરચલીઓ દૂર કરવા માટે આ એક સારો ઉપાય છે.સ્ટ્રેટ હેરની ફૅશન આજે પણ યથાવત્ છે. પર્મનન્ટ રીબૉન્ડિંગમાં હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે.

એમાંય પર્મનન્ટ એટલે માત્ર બે જ વર્ષ, પછી પાછું રીબૉન્ડિંગ કરાવવું પડે છે. ટેમ્પરરી રીબૉન્ડિંગ એક કે બે દિવસ ટકે છે અને એના માટે પણ બ્યુટી-પાર્લરમાં વધારે પૈસા આપવા પડે છે. તમે ઘરે સ્ટ્રેટનિંગ ડિવાઇસ ખરીદો તો ફાયદો થાય, પરંતુ જો ન ખરીદો તો કપડાં કરવાની ઈસ્ત્રી વાળને સીધા કરવામાં ઉત્તમ છે; પણ ધ્યાન રહે કે ઈસ્ત્રીથી વાળ સીધા કરતી વખતે એ સ્કૅલ્પ કે પીઠને ન અડકે.

કપડાંને કડક બનાવવા માટે ઈસ્ત્રી કરીએ છીએ, પરંતુ અમુક જગ્યાએ કપડાંની કરચલીઓ ઈસ્ત્રીથી દૂર નથી થતી. તો કપડાં પરની કરચલીઓ દૂર કરવા માટે હેર-સ્ટ્રેટનરનો ઉપયોગ કરી શકાય. થોડી મિનિટોમાં જ કપડાં પરની કરચલીઓ દૂર થઈ જશે.ઘણા ક્લીનિંગ એક્સપર્ટનું કહેવું છે કે, લોન્ડ્રીમાં મીઠા (સોલ્ટ)ના ઉપયગોથી કપડાંના રંગો બ્રાઈટ રહે છે. કેટલાક લોકો કપડાંને ડ્રાયરમાંથી બહાર કાઢ્યા બાદ તેને એ જ રીતે સીધા દોરડા પર નાંખી દે છે. એ ખોટી રીત છે.

કપડાંને બંને બરાબર ઝાટકીને પછી દોરડા પર નાંખો. એ જ રીતે શર્ટ કે કૂર્તાને હેંગરમાં લગાવીને સૂકવવું વધુ સારું રહેશે.ગર્લ્સ માટે તેમનો મેકઅપ બહુ જ અગત્યનો હોય છે. સામાન્ય રીતે આઇલાઇનર, લિપ-બામ, લિપસ્ટિક અને કૉમ્પૅક્ટ પાઉડર તેમના પર્સમાં હોય જ; પરંતુ બ્લશ ન હોય. અચાનક કોઈ ઇવેન્ટ આવી જાય અને પર્ફે‍ક્ટ મેકઅપ કરવો હોય ત્યારે લિપસ્ટિકને બ્લશની જેમ ઉપયોગમાં લઈ શકાય.

લિપસ્ટિકને ગાલ પર લગાવી એક હળવો સ્ટ્રોક મારવાથી બ્લશની ઇફેક્ટ આવી જશે.કેટલાક પહેલાં મેકઅપ કરે અને ત્યાર બાદ ડ્રેસ પહેરે અને કેટલાક પહેલાં ડ્રેસ પહેરે અને પછી મેકઅપ કરે. બન્ને કિસ્સાઓમાં તેમને થોડાક પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. જેમ કે કપડાં પર મેકઅપના ડાઘ પડવા. આ ડાઘ દૂર કરવા તમે તમારા હસબન્ડ, ભાઈ કે ડૅડની શેવિંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. મેકઅપ કરવા માટે નહીં પણ કપડાં પરથી મેકઅપના ડાઘ કાઢવા માટે શેવિંગ ક્રીમ મદદરૂપ થશે.

ઑફિસમાં માર્કરનો ઉપયોગ કરતી વખતે હાથ પર ઘણા ડાઘ લાગી જાય છે અને માર્કર પેનના ડાઘ સરળતાથી ગાયબ નથી થતા. નેઇલ-રિમૂવરનો ઉપયોગ માત્ર નેઇલ-પૉલિશને સાફ કરવામાં જ નહીં માર્કરના ડાઘ દૂર કરવામાં પણ અસરકારક રહેશે.કપડાં પર કરચલી કોઈને પસંદ નથી હોતી, બધાને ઈસ્ત્રી કરેલા કપડાં સારા લાગે છે. તમે કેવા કપડાં પહેરો છો એની તમારા વ્યક્તિત્વ પર ઘણી અસર પડે છે. માટે કપડાં સાફ અને કડક રહેવા ઘણા જરૂરી છે.

ખરેખર ઈસ્ત્રી કર્યા પછી કપડાંની ઉમર વધી જાય છે. કપડામાં જીવ ભરવાનું કામ ઈસ્ત્રી જ કરે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે કપડાં ઈસ્ત્રી કરતા સમયે જ તમારી ઈસ્ત્રી ખરાબ થઈ જાય છે. પરંતુ કપડાંને ઈસ્ત્રી કરવા તો જરૂરી છે. કારણ કે કરચલી વાળા કપડાં પહેરીને બહાર નથી જઈ શકાતું.જો આ પ્રકારની સમસ્યા તમારી સાથે થાય કયારેક થઈ જાય, તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે જણાવીશું કે ઈસ્ત્રી વગર કપડા પરથી કઈ રીતે કરચલીઓ કાઢવી.

સૌથી સારી વાત એ છે કે એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.તમે તમારા વોશિંગ મશીનના ડ્રાયરના ઉપયોગથી પણ કપડાંની કરચલીઓ દૂર કરી શકો છો. એના માટે બસ તમારે નાની એવી ટ્રીક અપનાવવી પડશે. તે એ છે કે તમારે મશીનના ડ્રાયરમાં ફક્ત બે-ત્રણ બરફના ટુકડા નાખવા પડશે. ત્યાર બાદ કપડાંને થોડીવાર માટે સુકાવા દો. અને થોડી વાર પછી કપડાને હટાવી દો. આમ તો એનાથી કપડાં સુકાય જાય છે, પરંતુ થોડી વાર હેંગરમાં ટીંગાળી દો. એનાથી કપડાં હજુ સારા થઈ જશે.

About bhai bhai

Check Also

પતિ હતો જેલ માં અને અહીં પત્ની જેઠ જોડે રોજ બાંધતી હતી શારીરિક સંબંધ,પણ એક દિવસ પતિ જામીન પર છૂટીને આવ્યો ત્યારે એને શુ કર્યું??…

પ્રેમ એ સ્નેહ આસક્તિ ની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણીઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદ થી …