આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ રેપ કે ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત માની રહી છે કારણે કે રોજ આવા રેપ અને ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે ત્યારે એક કીસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 45 વર્ષીય મહિલાએ તેણીના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.
આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણીને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો ત્યારે તે યુવકે તેનું નામ સંજય કહ્યું હતું જોકે અનેક પાછળથી તેનું નામ સંજય નહીં પરંતુ ભવાનીસિંહ હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં.
આ મહિલાએ તેની સાથે સંબંધો ન રાખવાનું કહેતા તેણે કિસ કરતા ફોટો અને અન્ય માર્ફ કરેલી તસવીરો મહિલાના નજીકના સંબંધીઓને મોકલ્યા હતા સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના સરદારનગરમાં રહેતી 45 વર્ષીય મહિલા ઓર્ડર પ્રમાણે રસોડામાં કામ કરવા જાય છે તેના પતિને હાર્ટ એટેક આવ્યો હોવાથી ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ઘરે રહે છે આ મહિલાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.
આશરે દોઢેક વર્ષ પહેલા આ મહિલા તેની ફોઈ સાથે રસોઇ કામ કરવા કુબેરનગર ખાતે આવેલા ગુલસન પાર્ટી પ્લોટ ખાતે ગઈ હતી ત્યારે ત્યાં સરદારનગર ખાતે રહેતા સંજય રાઠોડ નામના યુવકના પરિચયમાં આવ્યા હતા.
સંજય ઓર્ડરમાં મન્ચુરિયન બનાવવા આવ્યો હતો અહીં સંજયે મહિલાને પ્રેમ સંબંધ રાખવાની ઑફર કરી હતી જોકે મહિલાએ તેને આ બાબતે ના પાડી હતી જે બાદમાં સંજયે એક ચિઠ્ઠી આ મહિલા આગળ મૂકી દીધી હતી.
જેમાં સંજયે તેનો મોબાઈલ નંબર લખ્યો હતો આ મોબાઈલ નંબર આ મહિલાએ તેની સાથે કામ કરતી મહિલાને આપ્યો હતો બીજા દિવસે તે મહિલાએ તે નંબર ઉપર ફોન કરતાં સંજયે તે મહિલા પાસેથી ફરિયાદી મહિલાનો નંબર માગ્યો હતો.
બાદમાં બીજા દિવસે સંજયનો આ મહિલા ઉપર ફોન આવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર તે બંને રસોઇ કામના ઓર્ડર બાબતે વાતચીત કરતાં રહેતા હતા આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ મહિલા અને સંજય અવારનવાર બહારગામ ફરવા પણ જતા હતા.
અને સંજય તેના મોબાઇલમાં તેની સાથેના ફોટો અને વીડિયો પણ પાડતો હતો આશરે ચારેક મહિના પહેલા સંજયે આ મહિલાને ફોન કરીને નાના ચિલોડા ખાતે બોલાવી હતી જેથી આ મહિલા નાના ચિલોડા ખાતે ગઈ હતી બાદમાં બંને ત્યાંથી શીરડી મહારાષ્ટ્ર ફરવા ગયા હતા.
અને ત્યાંથી આ મહિલા જ્યારે પરત આવી ત્યારે તેના પ્રેમ સંબંધની જાણ તેના ઘરમાં થઈ જતાં તેણે સંજય સાથે વાતચીત તથા મળવાનું બંધ કરી દીધું હતું આજથી બે મહિના પહેલા જ્યારે મહિલા તેના ઘરે હતી.
ત્યારે એક પરિચિત વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે સંજયે આપેલો ફોન આ મહિલાને આપી દીધો હતો બાદમાં ફરી એક વખત સંજય સાથે વાતચીત શરૂ કરતાં મહિલા અને સંજય વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
જોકે થોડા સમય બાદ જ્યારે આ મહિલા સિવિલ હૉસ્પિટલ ગઈ હતી ત્યારે સંજય ત્યાંથી તેને ફરવા લઈ ગયો હતો બાદમાં સંજયનું સાચું નામ ભવાનીસિંહ રાઠોડ હોવાનું ફરિયાદી મહિલાને જાણ થઈ હતી બીજી તરફ સંજયે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનું પણ કહ્યું હતું.
જોકે તેણે પોતાની પત્ની સાથે સંબંધ ચાલુ જ રાખ્યા હતા આ દરમિયાન ફરિયાદી મહિલા તેની સાથે કામ કરતી અન્ય મહિલાના ઘરે બે દિવસ જતી રહી હતી બાદમાં સંજય અવારનવાર આ મહિલાને ફોન પર ધમકી આપતો હતો.
કે તું પરત મારી પાસે આવી જા નહીંતર હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ પરંતુ આ મહિલાએ તેની સાથે જવાની અને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી સંજયે આ મહિલાની પુત્રવધૂ.
અને દીકરાની સાળી તથા મહિલાની દીકરીને એડિટ કરેલી તસવીરો મોકલી હતી જેમાં સંજય અને આ મહિલાના કિસ કરતા ફોટોગ્રાફ્સ પણ શામેલ હતા આ ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી સંજયે આપી હતી આ મામલે મહિલા સંજય સામે ફરિયાદ નોંધાવી છે