યુવતીની સાસરી માં પોહચી ગયો કોલેજ નો મિત્ર,અને યુવતીના બેડરૂમ માં જઈ એવું કામ ચાલુ કર્યું કે..

આજકલ આવા કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે ત્યારે અમદવાદમાંથી ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને અત્યાર ના સમય માં તો ધોળા દિવસે એવી એવી ઘટના બને છે કે સૌ કોઈ ચોંકી જાય તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં ગઇકાલે પરણિતા ઘરે પતિ સાથે હાજર હતી ત્યારે કોલેજમાં અગાઉ ભણતો યુવતીનો મિત્ર ઘરે આવ્યો હતો તેથી યુવતીએ ચા બનાવવા માટે ગઇ હતી પરંતુ દૂધ ન હોવાથી પતિને દૂધ લેવા મોકલ્યા હતા આ દરમિયાન મિત્ર પરણિતાના બેડરૂમમાં ઘૂસી ગયો હતો.

અને છરી વડે તેના પર હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જેથી પરણિતાને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી આ મામલે પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ આદરી છે નોંધનીય છે કે જે મિત્રએ હત્યાનો પ્રયાસ કર્યો તેણે કોલેજ સમયમાં પરણિતાને પ્રપોઝ પણ કર્યું હતું.

શહેરના ચાંદખેડામાં યુવતી તેના પતિ સાથે રહે છે અને ગાંધીનગર ખાતે એક કંપનીમાં પ્રોસેસ એસોસિએટેડ તરીકે નોકરી કરે છે યુવતીએ વર્ષ 2022માં પ્રેમ લગ્ન કર્યા હતા વર્ષ 2017થી 2019 દરમિયાન યુવતી એક કોલેજમાં ભણતી હતી તે વખતે તેની સાથે એક યુવક પણ અભ્યાસ કરતો હતો.

તે યુવકે યુવતીને જે તે વખતે પ્રપોઝ કર્યું હતું જોકે આ યુવતીએ ઇનકાર કરી દીધો હતો કોલેજ પૂર્ણ થયા બાદ આ યુવતીને તે યુવક સાથે કોઇ સંપર્ક રહ્યો નહોતો મંગળવારે આ યુવતી તેના પતિ સાથે ઘરે હાજર હતી.

ત્યારે કોલેજમાં ભણતો સર્વેશ તેના ઘરે આવ્યો હતો અચાનક ઘરે આવેલા સર્વેશને યુવતીએ એડ્રેસ કોણે આપ્યું અને અચાનક કેમ આવવાનું થયું તેમ પૂછતા તેણે કોલેજમાં ભણતી અન્ય એક મિત્ર સાથે તેને વાત થતી હતી.

અને તેણે એડ્રેસ આપ્યું હોવાનું જણાવ્યું હતું તે તમામ મિત્રો પણ તને સરપ્રાઇઝ આપવા અહીં તારા ઘરે આવે છે તેવું આ સર્વેશે યુવતીને જણાવતા તેણે તેને ઘરમાં બોલાવી બેસાડ્યો હતો યુવતીનો પતિ અને સર્વેશ બંને વાતચીત કરતા હતા.

આ દરમિયાન યુવતીના પતિએ ચા મૂકવાનું કહેતા તે રસોડામાં ગઇ પણ દૂધ ન હોવાથી તેનો પતિ દૂધ લેવા ગયો હતો ત્યારે કામ અર્થે યુવતી બેડરૂમમાં જતા આ સર્વેશ યુવતી પાછળ બેડરૂમમાં ગયો અને જાનથી મારી નાખવાના ઇરાદે યુવતીના ગળા પર છરી મૂકી તેને ઘા મારી દીધો હતો.

બીજો ઘા ના મારે તે માટે યુવતી તેને રોકવા જતા સર્વેશે યુવતીને પીઠ પર બે ચપ્પાના ઘા મારી દીધા હતા યુવતીએ બુમાબુમ કરતા સર્વેશે તેને ઘુંટણના ભાગે પણ ઇજાઓ કરી હતી યુવતીએ બુમાબુમ કરતા આ સર્વેશ ત્યાંથી ભાગી ગયો હતો.

તેવામાં જ યુવતીનો પતિ આવી જતા ભોંય પર પડેલી પત્નીને જોઇને સ્થાનિક કોઇ વ્યક્તિની ગાડીમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં બીજીતરફ પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસે આ મામલે સર્વેશ રાવલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …