આગામી 5 દિવસ ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી,આ વિસ્તારો માં ધમાંકો બોલાવશે વરસાદ…

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, અત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

બીજી તરફ વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …