ભારત માંથી દહેજ પ્રથા નાબુદ કરવાં સરકાર તરફથી,અને સામાજિક કાર્યકર્તાઓ તરફથી તેમજ ઘણા મહાનુભાવો તરફથી વારંવાર પ્રયત્નો થતા રહે છે. છતાં પણ અમુક વિસ્તારોમાં આજે પણ દહેજ પ્રથા ચાલી રહી છે.તમે પણ ઘણી વાર દહેજ પ્રથાને લાગતા સમાચાર સાંભળતા હશો.પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને ખરેખર તમારો પણ આત્મા કંપી જશે.
લગ્ન કરીને હનીમૂન મનાવવા ન્યુઝીલેન્ડ ગયેલી પરિણીતાના અનેક અરમાન અને સપના ત્યારે ચકનાચૂર થયા કે, જ્યારે પતિએ કહી દીધું કે,સોરી,હું તને શરીર સુખ આપી શકું તેમ નથી. પતિના આ શબ્દો સાંભળીને નવોઢાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિણીતા માટે સ્થિતિ વિકટ બની ગઈ હતી.
ન્યુઝીલેન્ડથી પરત આવ્યા બાદ પરિણીતાએ પોતાના પરિવારને સમગ્ર ઘટનાને જાણ કરી હતી.દરમિયાન ઉલટા ચોર કોટવાલ કો દંડેની નીતિ પ્રમાણે પતિ પત્ની સાથે રહેતો નહતો અને વારંવાર દારૂ પીને આવતો હતો. ઉપરાંત પરિણીતાને દહેજ માગીને મ્હેણા-ટોણા મારતા હતા અને કહેતા હતા કે,તારો બાપ ભિખારી છે.
સાસરિંયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આણંદમાં રહેતી ૨૪ વર્ષીય રીટા(નામ બદલ્યું છે)ના લગ્ન ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ નરોડામાં રહેતા એક યુવક સાથે લગ્ન થયાં હતાં. યુવક ટુ વ્હીલરનો શોરૂમ ધરાવે છે. બંને નવદંપતી હનીમૂન મનાવવા માટે જૂન-૨૦૧૭માં ન્યૂઝીલેન્ડ ગયા હતા.જ્યાં બેડરૂમમાં જ્યારે પરિણીતાએ પતિના હાથનો સ્પર્શ કર્યો ત્યારે પતિએ કહ્યું હતું કે, તું મને ટચ કરે છે એે મારાથી સહન થતું નથી અને હું તને શારીરિક સુખ આપી શકું તેમ નથી.
મેં માત્ર મારા માતા-પિતા અને બહેનના કહેવાથી લગ્ન કર્યા હતાં. પતિના આ શબ્દો સાંભળીને પરિણીતાના સપના ચકનાચૂર થઈ ગયા હતા. બંને ન્યૂઝીલેન્ડથી પરત આવ્યા ત્યારે પરિણીતાએ સાસરિંયામાં પતિની પોલ ખોલી તો કોઈ માનતું નહોતું અને ઉપરથી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરતા હતા. આખરે પરિણીતાએ પોતાના પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી અને બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
નરોડા પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈ.નરોડા પોલીસે ફરિયાદીએ કહ્યુ તે પ્રમાણે ફરિયાદ ન લેતા ફરિયાદીએ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આખરે શહેર પોલીસ કમિશનરે ફરિયાદીને સાંભળીને આ તપાસ નરોડા પોલીસ પાસેથી આંચકી લઇ મહિલા પોલીસ સ્ટેશનને આપી દીધી હતી. નરોડા પોલીસ સામે આરોપીઓને ભગાડી દીધા ફરિયાદ ચાલતી હતી.
આવોજ એક બીજો કિસ્સો ઘટના પૂર્ણિયા જીલ્લાની છે.જ્યાં છોકરીના ઘર વાળાએ સાસરિયા વાળા ઉપર તેની દીકરીને માર મારવાનો આરોપ લગાવ્યો છે.એ છોકરીના ઘર વાળાએ લગ્ન સમયે દહેજમાં એક કાર આપી હતી.જની ઉપર તેણે તેના માતા પિતાનું નામ પણ લખાવ્યું હતું.પરંતુ ત્યારે તે નહોતી જાણતી હતી, કે બરોબર આઠ કલાક પછી તે કારમાં તેની લાશ હશે.
મળેલી જાણકારી અનુસાર એ છોકરીનું નામ મીનું હતું.અને તેના પિતાએ પોતાની જમીન વેચીને પોતાની દીકરીને આ કાર ભેંટમાં આપી હતી. થોડા દિવસ અગાઉ જ તેમની દીકરીના લગ્નની વર્ષગાંઠ હતી,એટલે એ લોકો એનીવર્સરી સેલીબ્રેટ કરવાની તૈયારીમાં લાગ્યા હતા. પણ પછી આ છોકરીના ઘરવાળાએ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી.
પોતે આપેલી કારમાં પોતાની જ દીકરીની લાશ જોઇને માં અને મીનુંની બહેનોની રડી રડીને હાલત ખરબ થઇ ગઈ હતી. મીનુંના પતી કુંદન અંવષ્ઠ પોતાના ભાઈ અને પિતા સાથે મળીને મીનુંના શબને ક્યાંક લઇ જઈ રહ્યા હતા, અને ત્યારે મીનુંના ઘરવાળાઓએ તેને પકડી લીધા, અને પોલીસ સ્ટેશનમાં લઇ જઈને ખુબ બબાલ કરી.
જણાવી દઈએ કે છોકરીના ઘરવાળાઓએ છોકરીના સાસરિયા વાળા વિરુદ્ધ દહેજ ઉત્પીડનાને લઈને હત્યાનો કેસ નોંધાવવા માટે અરજી કરી છે. અને એ વિષે પોલીસનું કહેવું છે કે મીનુંના પતી, તેના દિયર, સસરા અને બીજા લોકો વિરુદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે. લગ્ન પછી મીનુંનો પતી હંમશા તેની સાથે લડાઈ ઝગડો કરતો રહેતો હતો. અને તેને હંમેશા કાર માટે ત્રાસ આપતો રહેતો હતો.
મીનુંની બહેનનું કહેવું છે કે, તેના પિતા એક નાના નોટા વેપારી છે, તેમ છતાં પણ પોતાની દીકરીની ખુશી માટે તેમણે જમીન વેચીને તેને એક કાર ખરીદી આપી. પરંતુ તે લોકોની લાલચ વધતી જ ગઈ. અને કાર મળ્યા પછી પણ તે લોકો પૈસાની માંગણી કરવા લાગ્યા.
અને જો સમાચારોનું માનીએ તો મીનુંના પતી બીએસએફ સૈનિક છે.તે શ્રીનગરમાં જ ફરજ બજાવે છે. પરંતુ મંગળવારની રાત્રે જ તે ઘરે આવ્યો હતો,તેવામાં છોકરીના ઘર વાળાનું કહેવું છે કે,બુધવારે રાત્રે તેની દીકરીના સાસરિયા વાળાએ મળીને તેની હત્યા કરી નાખી. આમ તો વિસ્તારના એસપીનું કહેવું છે કે, મીનું એ ગળાફાંસો ખાઈને જાતે પોતાને મારી નાખી છે.
હાલમાં વિડીયો કુટેજ જોયા પછી જ આ કેસની કાર્યવાહી આગળ વધી શકશે. આમ તો તેના વિષે મીનુંના પતીનું કહેવું છે કે, તે બન્ને વચ્ચે હંમેશા સાથે રહેવાને લઈને તણાવ રહેતો હતો, તેણે હંમેશા ફરજને કારણે બહાર જ રહેવું પડતું હતું. જેને કારણે તે બન્નેમાં લડાઈ ઝગડા થતા રહેતા હતા. પણ કારણ ભલે જે પણ હોય, પરંતુ અમે તો એ આશા રાખીએ છીએ કે, જે માતા પિતાએ પોતાની દીકરી ખોઈ છે, તેને ન્યાય જરૂર મળે.
આવોજ એક બીજો કિસ્સો બિહારમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી દરેક લોકો હેરાન થઈ ગયા છે જ્યા એક મહિલા ગર્ભવતી જણાતા તેનુ મેડીકલ ચેકઅપ દરમિયાન તેને કોરોના પોઝિટિવ તેના સાસરીના લોકોએ તેને માર મારી ઘરમાથી બહાર કાઢી મુકી હતી અને ત્યાર બાદ આ મહિલા એ તેના પિયરમા જઇને તેની સાસરીના લોકો વિરુદ્ધ પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.
મિત્રો મળતી માહિતી મુજબ બિહારની એક યુવતીના એક વર્ષમાં દિલ્લી ખાતે લગ્ન થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન આ યુવતી ગર્ભવતી બની હતી જોકે આ સમયે તબીબો દ્વારા મેડિકલ ચેકિંગ દરમિયાન ખબર પડી હતી કે આ યુવતી HIV પોઝિટિવ છે અને બસ ત્યાર બાદ સાસરિયાઓએ આ યુવતીને માનસિક ત્રાસ આપી તેને મારવા લાગ્યા હતા જોકે થોડાક દિવસ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકતા આ યુવતી પોતાના પિયર બિહાર ખાતે આવીને દિલ્લી માં રહેતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મિત્રો મળતી માહિતી પ્રમાણે બિહાર ના વિસ્તરમાં રહેતી યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા જોકે પરિવારની રાજી ખુશીથી દિલ્લી ના શિંદખેડા ખાતે પરણાવવામાં આવી હતી જોકે લગ્ન બાદ પતિ પત્ની જીવન ખુશીઓથી ભરપુર હતું અને ત્યારે આ આ યુવતી યુવતી ગર્ભવતી બની હતી.
જેને લઈને પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો જોકે યુવતી ગર્ભવતી બની ત્યારે તબીબી દ્વારા તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કરવામાં આવેલા ટેસ્ટનો રિપોર્ટ HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જોકે રિપોર્ટ આવતાની સાથે પરિવારમાં ખુશી છીનવાઈ ગઈ હતી.
મિત્રો આ યુવતીને પરિવાર દ્વારા ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને સાસરિયાઓએ યુવતી સાથે મારઝૂડ કરવાનું શરું કર્યું હતું અને તેને ઘરેથી કાઢી મૂકી હતી અને આ ઉપરાંત સાસરીઆઓ એ યુવતી ઉપર ત્રાસ ગુજારવાની તમામ હદો વટાવી દીધી હતી અને આ દરમિયાન યુવતીને તું અહીંથી ચાલી જા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દેહજમાં રૂપિયા અને સોનાની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકી હતી.
મિત્રો જેથી યુવતી પોતાના બિહાર ખાતે આવેલા પિયરમાં આવી ગઈ હતી અને પોતાના પતિ સાથે સાસરિયા વિરુદ્ધ દહેજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે