ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ,જાણો અંબાલાલ પટેલે કરી આગાહી…

રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે અને આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના લગભગ તમામ ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

છે.આ સાથે અંબાલાલ પટેલે ઓગસ્ટની શરુઆતમાં પણ જબરુ વહન આવી રહ્યું હોવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસમાં જે વહન આવી રહ્યું છે તે જબરું છે, કારણ કે અરબ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટોર્મ તથા અન્ય કારણે બની રહી છે, તેના લીધે જાણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી સ્થિતિ સર્જાશે.

બંગાળના ઉપસાગરમાં તથા અરબ સાગરમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટના વહનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. જુલાઈના અંતનો તથા ઓગસ્ટનો વરસાદ મોટા ફોરાનો હશે.

આ વરસાદ ભેજ ખેંચી લાવશે.ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનું ચોથું વહન ભારે રહી શકે છે. એક પછી એક સિસ્ટમ બનશે જે ઓગસ્ટની 15 તારીખ સુધીમાં વરસાદ લાવી શકે એમ છે, એટલે આ વરસાદનું વહન જબરું છે. દરિયો તોફાની રહી શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવશે.

ઓગસ્ટમાં માસમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, પ્રથમ સપ્તાહમાં અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

આ સિવાય તેમણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી વાતાવરણમાં પલટા આવવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં રાજ્યભરમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી 30મી જુલાઈથી વરસાદમાં ઘટાડો થશે અને કેટલાક ભાગોમાં જ હળવો વરસાદ કે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે.

જ્યારે 31મી જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.રાજ્યમાં 28મી જુલાઈના સવારના 6 વાગ્યાથી 29મી જુલાઈના સવારના 4 વાગ્યા સુધીમાં 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 209mm વરસાદ થયો છે. જ્યારે ચાર તાલુકાઓમાં 100mmથી વધુ વરસાદ થયો છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …