જાણો આવનાર 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ પડશે અને ક્યાં નહીં પડે?..

હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, આજે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ ગુજરાતના ઘણાં ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. હાલ રાજ્ય પર કોઈ એક્ટિવ સિસ્ટમ ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજ રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં હળવાથી સામાન્ય કે થંડરશાવર થઈ શકે છે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર રિજન માટે આગાહી કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ જણાવે છે કે, 24 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારની ભારે વરસાદની ચેતવણી નથી. આ 24 કલાક પછી સૌરાષ્ટ્રમાં વરસાદમાં મોટો ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે. જ્યારે ગુજરાત રિજનમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગે અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં ગઈકાલે બપોરના સમયે ગાંધીનગર તથા અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે પણ વરસાદની હળવા ઝાપટાં નોંધાયા હતા.

માછીમારોની ચેતવણી અંગે વાત કરતા હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના ભાગોમાં પણ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.

હાલ ગુજરાત પર કોઈ પ્રકારની વરસાદ આપનારી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અત્યાર સુધીમાં (શનિવારે બપોરે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે) ગુજરાતમાં ચોમાસાનો 85 ટકા અને તેના કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …