યુવતી ઉભી હતી અને સ્નાન કરીને ભીનું શરીર લઈને આવેલા યુવકે તેને બાથમાં ભરી લીધી ત્યારબાદ જાણો શુ થયું

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં કેવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે આજે મિત્રો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા એક રૂમમાં કામ કરી રહી હતી અને કામ પૂરું કર્યા બાદ તે મહિલા કબાટમાં કામ કરી રહી ત્યાર એક યુવકે પાછળથી આવીને તેની પાતળી કમર પકડીને એક તસતસતું ચુંબન આપી દીધું અને પછી ત્યાર બાદ આગળ વધીને થયું એવું કે.

મિત્રો તમને જણાવી દઇએ કે રજની, ડાર્લિંગ, જરા મારો ટુવાલ આપજે તો.પ્રમોદે બાથરૂમમાંથી જ બૂમ પાડી.આપું છું જરા ધીરજ રાખો ટુવાલ શોધતાં શોધતાં જ મેં કહ્યું. હું કબાટમાં ટુવાલ શોધતી હતી ત્યાં જ પ્રમોદે પાછળથી આવીને મને ભીનું આલિંગન આપતાં કહ્યું ડાર્લિંગ, લગ્નની ૧૧મી વર્ષગાંઠ મુબારક.હંઅ ટુવાલનું તો બહાનું છે. હું જાણું ને ચાલાકી તો કોઈ તમારી પાસેથી શીખે.મેં તેમની છાતી પર પ્યારથી મુક્કો મારતાં કહ્યું તમને પણ મુબારક, પણ બાકી હિસાબ પછી સરભર કરજો, અત્યારે મને નીચે જવાદો, નહીં તો છોકરાવને સ્કૂલે જવામાં મોડું થઈ જશે.

જેમાં એક દિવસ મેં પ્રમોદના બાહુપાશમાંથી મારી જાતને મુક્ત કરવાની વ્યર્થ કોશિશ કરતાં કહ્યું ડિઅર, કોઈ કોઈવાર આ બૂઢા આશિક માટે પણ થોડો સમય ફાળવો.તેણે રજનીને વધુ નિકટ ખેંચતા કહ્યું.ઉંમરની અસર શરીરને હોય છે, મનને નહીં એને કદી કાટ ચડતો જ નથી ઉલટાની વર્ષો જતાં તેની ચમક અને કિંમત વધતી જાય છે.મેં જરા ફિલોસોફિકલી કહ્યું. પ્રણયભીના શબ્દોનો પ્રમોદે સ્વીકાર કરી મને હસતાં હસતાં જ મુક્ત કરી દીધી. થોડીવાર પછી પ્રમોદ તૈયાર થઈ નાસ્તો કરવા નીચે આવ્યો, ત્યારે તેણે માને કહ્યું મા તમારી વહુને જરા સમજાવી દેજો કે એ એના ભરચક કાર્યક્રમમાંથી થોડો સમય પોતાના પતિ માટે પણ ફાળવે.

કેમ મારી લાખેણી વહુને આવું કહેવું પડે છે બેટા તેનાથી આપી શકાય એટલો સમય તો તે તેને અને બાળકોને આપે જ છે.વળી તે ડોક્ટર છે, તેનું પોતાનું નર્સિંગહોમ છે. એ પણ એણે સંભાળવું પડે ને માએ વહુનો બચાવ કર્યો.મા તમે તો હંમેશાં તમારી વહુનો જ પક્ષપાત કરો છો. તમારી લાડકીને એ તો પૂછો કે તે દિવસમાં કેટલો સમય પોતાના પતિ માટે ફાળવે છે. પ્રમોદે હસીને ચાડી ખાતાં કહ્યું.પ્રમોદ, હવે આ જ પ્રશ્ન હું તને કહું, તો તને કેવું લાગશે દિવસના ૨૪ કલાકમાંથી ઘર માટે તું કેટલા કલાક ફાળવે છે સવારના પહોરમાં સ્કૂલે જવા માટે નીકળી જાય છે તે બપોરે બે વાગ્યે પાછી આવે છે.

હજી તો ખાધું ન ખાધું ને થોડી વારમાં તારા ક્લાસમાં જવા નીકળી પડે છે. તે છેક મોડી રાત્રે પાછો આવે છે, એનો વિચાર કર્યો છે માએ ગંભીરતાથી કહ્યું.વાતાવરણ ગંભીર બની જતું જોઈ પ્રમોદે સ્મિત કરી કહ્યું મા, તમારી સાસુ વહુની સામે હું મારી હાર કબૂલ કરી લઉં છું બસ, પણ એ હવે હું જાઉં, મોડું થઈ જશે. રજની, આજે રસોઈમાં જરા જલસો થવા દેજો. આજે આપણા બલિદાનનો દિવસ છે.પ્રમોદે જતાં જતાં કહ્યું. માએ રસોડામાંથી પૂછ્યું બલિદાન શાનું પ્રમોદ મા, આજ દિવસે, આજથી ૧૧ વર્ષ પહેલાં લગ્નની વેદી પર મારું બલિદાન લેવાયું હતું.

ત્યારબાદ પ્રમોદે હસતાં હસતાં કહ્યું અને પછી પોતાની કાર સ્ટાર્ટ કરી દીધી. તેની વાતો સાંભળી મા, પિતાજી અને હું, ત્રણે હસી પડયાં.નાહ્યાધોયા પછી નાસ્તો કરીને હું મારા રૂમમાં બેઠી હતી. અમારું ઘર અને નર્સિંગહોમ બંને એક જ મકાનમાં હતાં. પાછળ અમારું ઘર હતું અને સામે જ મારા સસરા. ડો.નારાયણ પટેલે એક ખૂબ જ મોટું નર્સિંગહોમ બનાવડાવ્યું હતું.અમારાં સાસુસસરાને મન ચારે વહુઓ પુત્રીઓ સમાન જ હતી. અમે ચારે વહુઓ પણ પોતાનાં માબાપની જેમ જ તેમને આદર આપતી હતી.

અત્યારે તો હું અહીં એકલી જ રહેતી હતી, કારણ કે મારા ત્રણે દિયર પોતપોતાની નોકરીને લીધે બહાર રહેતા હતા.આજે મારી પાસે કોઈ ગંભીર કેસ ન હતો. મારી પથારીમાં સૂતી સૂતી વિચાર કરતી હતી, ત્યાં જ ભૂતકાળની ઘટનાઓ ચૂપચાપ મારા સ્મૃતિપટલ પર દ્રષ્ટિગોચર થવા લાગી.પ્રમોદ અને હું સહાધ્યાયી હતાં. મારો વર્ણ શ્યામ અને કદ ઠીંગણું. આ બંનેની અસર મારા વ્યક્તિત્વ પર પડવાથી મારામાં લઘુતાગ્રંથિ બંધાઈ.

મારા સહાધ્યાયી મારા નામ સાથે જુદાં જુદાં વિશેષણો જોડી મને ચીડવવાનો પ્રયત્ન કરતાં, પણ હું તો હંમેશાં શાંત જ રહેતી.આમાં અપવાદ હતા, મારા ત્રણ ગાઢ મિત્રો પ્રમોદ, કિશોર અને નંદન તે આવું કદી ન કરતા. અમે બધાં સાથે જ સ્કૂલમાંથી કોલેજમાં ગયાં. આ વખતે કિશોર અને નંદન સિવાયના ઘણા સહપાઠી અમારી સાથે હતા. કિશોર વડોદરા અને નંદન રાજકોટ ગયો હતો. પ્રમોદે મારી લઘુતાગ્રંથિ દૂર કરવામાં મને ખૂબ મદદ કરી હતી.પ્રમોદના પરિશ્રમ અને પ્રેરણાને પરિણામે જ મેં મારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી પ્રાપ્ત કર્યો અને સારા અંક મેળવી હું મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકી.

હું સામાન્ય દેખાવની, સામાન્ય બાંધાવાળી યુવતી હતી, પણ પ્રમોદ હૃષ્ટપુષ્ટ, રૂપાળો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો યુવક હોવા છતાં તેમાં જરાય ઘમંડ નહોતો. અમારી સામાજિક અને આર્થિક સ્થિતિમાં પણ આકાશ- જમીનનું અંતર હતું. પ્રમોદના પિતા શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા. તેમની પાસે બંગલો, કાર, નોકરચાકર, બધુ જ હતું. મારા પિતાજી કોલેજમાં પ્રાધ્યાપક હતા. અમે પ્રમોદની કોલોનીમાં જ એક ભાડાના મકાનમાં રહેતાં હતાં.ગણી શકાય એવું અમારી પાસે માત્ર એક સ્કૂટર જ હતું. આટલો ફરક હોવા છતાં મારી અને પ્રમોદની વચ્ચે મેળ હતો.

પ્રમોદ શરૂઆતથી જ હસમુખો અને દિલેર હતો. અમારી બંનેની ડોક્ટર થવાની ઇચ્છા હતી. ઇન્ટર પાસ થયા પછી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાના અમે બે વાર ખૂબ પ્રયત્ન કર્યા, પણ સફળતા ન મળી. બબ્બેવાર અસફળ થવાથી હું બિલકુલ ભાંગી પડી હતી, પણ, પ્રમોદે મારામાં ઉત્સાહ રેડી મને ભાંગી પડતી બચાવી.તેણે કહ્યું જો રજની, જિંદગીમાં કદી હાર ન સ્વીકારવી. મનુષ્ય પોતાના મનોબળથી અશક્યને પણ શક્ય બનાવી શકે છે. પરિશ્રમ અને નિષ્ઠાની સાથે હિંમત પણ જોઇએ.

મારી પણ પસંદગી તો નથી થઈ, પણ હું હિંમત નથી હાર્યાં. પરીક્ષા આપવાનો જ છું. અને તું પણ આપજે. તું સાથે હોય ત્યારે મારો ઉત્સાહ બેવડાઈ જાય છે અને દરેક મુશ્કેલી સહેલી બની જાય છે, માટે રજની, તું પણ મારી સાથે ફરી એકવાર આવતી કાલથી જ તૈયારી શરૂ કરી દે.આમ અમે ફરી એકવાર કમર કસી. પરિણામ જાહેર થયું ત્યારે હું સફળ થઈ હતી અને પ્રમોદ નિષ્ફળ તે દિવસે વહેલી સવારે જ તે મને છાપું લઈ અભિનંદન આપવા આવ્યો હતો.કોલેજ કેન્ટીનના એકાંતમાં અમારી મુલાકાત થઈ, ત્યારે ભાવુકતાવશ મેં તેને કહ્યું પ્રમોદ, હું આ વર્ષે પ્રવેશ નહીં લઉં.

આવતા વર્ષ આપણે બંને સાથે જ પ્રવેશ લઈશું. પ્રમોદ, તારા વિના હું એકલી પાંચ વર્ષ શી રીતે વિતાવીશ કહેતાં કહેતાં હું રડી પડી.મારાં આંસુ લૂછતાં તેણે કહ્યું રજની જિંદગીમાં આવો અવસર ફરી ફરીને નથી આવતો. ધારો કે આવતા વર્ષે હું પરીક્ષા તો આપવાનો જ છું.ભલે ને તે મારી છેલ્લી ટ્રાયલ હોય પછી આપણે જુદા પડવાની વાત જ ક્યાં આવી તું અહીંની મેડિકલ કોલેજમાં જ પ્રવેશ મેળવી લે.પછી મેં અહીંની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. પ્રમોદે ફરી એકવાર પ્રયત્ન કરી જોયો, પણ તેને સફળતા ન મળી પછી તેણે બી.એસ.સી.ની તૈયારી કરવા માંડી.

બી.એસ.સી. પછી એમ.એસ.સી.માં સારા અંક મેળવીને તે પાસ થયો.અમારી વચ્ચેના સંબંધ પહેલાંની જેમજ મધુર હતા. પ્રમોદ હવે પીએચડીની તૈયારી કરતો હતો. હું એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં હતી. પીએચડી પછી પ્રમોદે તેને મળેલી સ્કોલરશિપના પૈસામાંથી એક સ્કૂલ ખોલી હતી. હું પણ હાઉસજોબ કરતી હતી. મારી નાની બહેન આરતી દેના બેંકમાં ઓફિસર હતી, મારી સૌથી નાની બહેન તરુણીએ મારી જ કોલેજના એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી લીધો હતો. પ્રમોદનો નાનોભાઈ રાકેશ આઈ. એ. એસ.ની ટ્રેનિંગ લેવા મસૂરી ગયો હતો.

તેનો સૌથી નાનો ભાઈ યોગેશ અહીંની જ મેડિકલ કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અમારો એક સહપાઠી ધર્મેશ અમારા જ શહેરમાં વનવિભાગમાં ઓફિસર હતો. તેના પિતા શાંતિલાલ મારા પિતાની જ કોલેજમાં અધ્યાપક હતા. તે ગુલાબી આદમી હતા અને શરાબ તથા સુંદરીનો એમનો ચસકો જાણીતો હતો.આ દુનિયા બહુ જ વિચિત્ર છે અને તેનાં ધોરણ પણ વિચિત્ર જ છે. અહીં ઉગતા સૂર્યને પૂજનાર સૌ સફળ થનારનો જ ભાવ પૂછે છે. તેમજ તેની કદર અને પૂજા પણ કરે છે, પણ જો કોઈ થોડા સમય માટે નિષ્ફળ જાય, તો દુનિયા તેને ધુત્કારે છે.

 

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …