અંબાલાલ પટેલે વરસાદ ને લઈને કરી મોટી આગાહી,આ જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદ ની આગાહી..

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.

તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરીને જણાવ્યું હતું કે હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે.

ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.

વિદર્ભમાં 4 દિવસનું યલ્લો એલર્ટ હવામાન ખાતાએ મહારાષ્ટ્રમાં વિદર્ભ ક્ષેત્રના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આસપાસના બંધમાંથી પાણી છોડવાના કારણે ગ્રામીણોને પૂરની આશંકાની ચેતવણી અપાઈ છે. સ્થાનિક હવામાન વિભાગ કેન્દ્ર, નાગપુરના જણાવ્યાં મુજબ નાગપુર, વર્ધા, બુલઢાણા, ગોંદિયામાં 4 દિવસનું યલ્લો એલર્ટ છે. એ જ રીતે ચંદ્રપુર, ગઢચિરોળી, અમરાવતીમાં 3 દિવસ માટે અને યવતમાલ, બુલઢાણા, અકોલા, અને વાશિમમાં 2 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.

પુરનું એલર્ટ ચંદ્રપુર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રશાસને ઈરાઈ બંધના 3 ગેટ ખોલવા માટે મજબૂર થવું પડ્યું છે. આ પાણી છોડાવાના કારણે અરવત ગામ અને વર્ધા નદી પાસેના કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયું. ત્યારબાદ ચંદ્રપુરમાં એનડીઆરએફ ટીમે અભિયાન શરૂ કર્યું. અને 38 લોકોને બચાવવામાં આવ્યા. પૂરની આશંકાને જોતા આજુબાજુના ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું છે.

કલેક્ટર દ્વારા જણાવાયું છે કે ભારતીય વેધશાળા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે.

તેથી આ નદીના હેઠવાસમાં આવેલાં ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઊતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપુરા, બહેરામપુરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા.

કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપુરા, ધનિયાવી, શાહપુરા, રાઘવપુરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઊટિયા મેઢાદનાં ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખે એ હિતાવહ છે.

કયા વિસ્તારમાં કેટલો મીમી વરસાદ?

મહુવા બાદ નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 271 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ડાંગ જિલ્લાના સુબીરમાં 196 મીમી, સુરતના બારડોલીમાં 201 મીમી, નવસારીના જલાલપોરમાં 186 મીમી, વલસાડના કપરાડામાં 182 મીમી, તાપી જિલ્લાના સોનગઢમાં 179 મીમી, વલસાડના ઉમરગામમાં 167 મીમી, પાવીમાં 167 મીમી વરસાદ નોંધાયો છે. – છોટાઉદેપુરનો. જેતપુરમાં 175 મીમી, છોટાઉદેપુરના બોડેલીમાં 146 મીમી અને પંચમહાલના જાંબુઘોડામાં 107 મીમી વરસાદ નોંધાયો હતો

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …