આજકલ આવા કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે અને હવે આવા કિસ્સાઓ દરરોજ આપણી સામે આવતા જ હોય છે ત્યારે હાલ માં જ એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી.
વારે તહેવારે રાજ્યમાં બનતા ગુનાઓમાં સૌથી વધુ ક્રાઈમ મહિલાઓ પર થાય છે મહિલાઓનું આજે પણ આપણા સમાજમાં શારીરિક અને માનસિક રીતે હેરાન થતી હોય તેવી અનેક ઘટનાઓ બનતી જાય છે.
ત્યારે અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે.
આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.
પુત્રવધૂએ સ્પષ્ટતા કરી છે કે તેના સસરાએ તેની સાથે બે વાર છેડતી કરવામાં આવી હતી અને બાદમાં તેનો વિરોધ કરતાં સસરાએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી ત્યારબાદ પુત્રવધૂએ પોતાની વ્યથા નિકોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં પતિ સસરા સાસુ નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ મહિલાનાં પરિવારમાં સાસુ સસરા નણંદ અને દિયરનો સમાવેશ થાય છે પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો પતિએ ધમકી આપીને મહિલાને જણાવ્યું હતું કે મારા માબાપ જેમ કહે તેમ જ તારે કરવાનું છે.
તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનું શરૂ કરી દીધું હતું સસરાએ પુત્રવધૂને બેડરૂમમાં લઇ જતો અને પુત્રવધૂનાં શરીર ઉપર ચંદન ઘી અને કાળા તલથી મસાજ કરતો હતો.
આ સમયે એકાંતમાં છેડતી પણ કરતો હતો જ્યારે મહિલાને સસરાની કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો ત્યારે પરિવારે કહ્યું કે આને સંતાન નથી થતું તો એને ઘરેથી કાઢી મુકો.
અને છૂટાછેડા આપી દો ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીતાને પહેરેલા કપડે પણ કાઢી મુકી હતી જે બાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.