Breaking News

જાણો શું છે હેન્ડ સેનેટાઇઝર અને તેને ઉપયોગ કરવાની સાચી રીતે વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારથી નવો કોરોના વાઇરસ સાર્સ- સીઓવી- ૨ ને લીધે થનારી આ બીમારી કોવીડ ૧૯ અસ્તિત્વમાં આવી છે, ત્યારથી એક વસ્તુનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે અને જેની માંગ ખુબ જ વધી ગઈ છે તે છે હેન્ડ સેનેટાઈઝર. તમને જાણીને આશ્ચર્ય થશે કે હેન્ડ સેનેટાઈઝર આજના જમાનાની વસ્તુ નથી.પરંતુ તેનો આવિષ્કાર ૧૯૬૬ મા થઈ હતી. લ્યુપે આલ્કોહોલ અને જેલ ને એક સાથે ભેળવીને હેન્ડ સેનેટાઈઝર ને ડૉક્ટરો માટે તૈયાર કર્યું હતું, જેથી આવી સ્થિતિમાં જ્યારે દર્દીઓનો ઉપચાર કર્યા પહેલા સાબુ અને ગરમ પાણી હાજર ન હોય ત્યાં સેનેટાઈઝર નો ઉપયોગ કરી ડોક્ટર પોતાના હાથને સાફ કરી શકે.

આમ તો કોરોના વાયરસ ચેપથી બચવાની સૌથી સારી રીત પોતાના હાથો ને નિયમિત રીતે સાબુ અને પાણીથી ધોવાની છે. પરંતુ જ્યારે તમે ઘરની બહાર હોય કે પછી કોઇ એવી જગ્યાએ હોય જ્યાં સાબુ અને પાણી હાજર ન હોય, તો પબ્લિક હેલ્થ નિષ્ણાતની સલાહ છે કે તમારા હાથોને સાફ કરવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.આમ તો અત્યાર સુધી વિશ્વની મોટાભાગની હેલ્થ એજન્સીઓ ૬૦ થી ૭૦ ટકા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર નો જ ઉપયોગ કરવાની સલાહ આપી રહી હતી, પરંતુ હવે એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે આલ્કોહોલ ફ્રી હેન્ડ સેનેટાઈઝર પણ એટલું જ અસરકારક છે જેટલું આલ્કોહોલ વાળુ.

જોકે, અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નું માનીએ તો સાબુ અને પાણીથી હાથ ધોવા અને હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરવા વચ્ચે ઘણું અંતર છે. સાબુ અને પાણીથી હાથ ધોવાથી જ્યાં હાથ પર રહેલા બધા જ કીટાણુઓ અને વાઈરસ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે, ત્યાં સેનેટાઈઝર હાથની ત્વચા પર રહેલા કેટલાક નિશ્ચિત પ્રકારના કીટાણુ ઓને જ દૂર કરે છે. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા કીટાણુંઓને મારી શકે છે પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે તેનો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે.તો આપણા જીવનનો મહત્વનું ભાગ બની ચુક્યો છે આ હેન્ડ સેનેટાઈઝર શું તે સાચે જ કોવિડ -૧૯ ની સામે અસરકારક છે, શું ચેપથી બચવામાં મદદરૂપ થઈ શકે છે સેનેટાઈઝર, સાચા હેન્ડ સેનેટાઈઝર ની પસંદગી કેવી રીતે કરવી અને સેનેટાઈઝર નો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધા જ સવાલો ના જવાબ અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ.

સેનેટાઈઝર શું હોય છે?.હેન્ડ સેનેટાઈઝર જેને હેન્ડ એન્ટિસેપ્ટિક કે હેન્ડ રબ પણ કહેવામાં આવે છે, એક પ્રકારનો ઘટક છે જેનાથી હાથ પર રહેલા જુદા જુદા પ્રકારના સામાન્ય જીવાણુઓ ને મારવા કે દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હેન્ડ સેનેટાઈઝર સામાન્ય રીતે ફોર્મ, જેલ અને પ્રવાહી આ ત્રણે રૂપે મળી આવે છે.હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ ફક્ત એવી પરિસ્થિતિઓમાં જ આપવામાં આવે છે જ્યારે હાથ ધોવા માટે સાબુ અને પાણી હાજર ન હોય. આમ તો હેન્ડ સેનેટાઈઝર કેટલું અસરકારક છે તે જુદી જુદી આ પરિસ્થિતિના હિસાબથી જુદી જુદી હોઈ શકે છે, પરંતુ સેનેટાઈઝર નો ઉપયોગ હોસ્પિટલથી લઈને હેલ્થ કેર સેન્ટર, સુપર માર્કેટ થી લઈને સ્કૂલ અને ઓફિસ થી લઈને ઘર સુધી ચેપને કાબૂમાં કરવા માટે કરવામાં આવે છે.

સેનેટાઈઝર ના પ્રકાર.હેન્ડ સેનેટાઈઝર માં રહેલી સામગ્રીઓના આધારે સેનેટાઈઝર બે પ્રકારના હોય છે-આલ્કોહોલ આધારિત અને આલ્કોહોલ વગરનું. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર મુખ્ય રૂપે ૬૦ થી ૯૫ ટકા સુધી આલ્કોહોલ હોય છે, જે મુખ્ય રૂપે ઇથેનોલ, આઇસો પ્રોપેનોલ કે એન- પ્રોપેનોલ રૂપે હોય છે.આલ્કોહોલ વાઇરસ અને કીટાણુઓની સપાટી પર રહેલ પ્રોટીન ને વિકૃત કરી દે છે, જે કેટલાય જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવો અને જીવાણુઓ ને બેઅસર કરવામાં મદદ કરે છે. તો બીજી બાજુ, આલ્કોહોલ વગરનું હેન્ડ સેનેટાઈઝર કિટાણુનાશક જેવા કે બેન્જલકોનિયમ કલોરાઇડ કે ટ્રાઇકલોસૈન જેવા એંટિમાઇક્રોબિયલ ઉત્સેચકો થી બનેલું હોય છે.

સેનેટાઈઝર ની અસરકારકતા.હેન્ડ સેનેટાઈઝર ની અસરકારકતા એટલે કે તે કેટલું અસરકારક છે તે ઘણી વાત પર આધારિત છે, જેમાં પ્રોડક્ટને લગાવવા અને ઉપયોગ કરવાની રીતનો પણ સમાવેશ થાય છે અને શું વ્યક્તિના હાથ પર રહેલા વિશિષ્ટ ચેપી તત્વો સેનેટાઈઝરમાં રહેલા સક્રિય ઘટક માટે અતિ સંવેદનશીલ છે કે નહીં.સામાન્ય રીતે આલ્કોહોલ આધારિત સેનેટાઈઝરને જો હાથની સપાટી પર અને આંગળીઓ પર લગભગ ૩૦ સેકન્ડ સુધી ઘસવામાં આવે અને પછી તેને હવામાં સંપૂર્ણ રીતે સુકાવા દેવામાં આવે, તો તે હાથ પર રહેલા બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકે છે.

આલ્કોહોલ વગરના સેનેટાઈઝર માં પણ આવી જ અસર જોવા મળે છે.જો સેનેટાઈઝર લગાવ્યા પહેલા હાથ ખૂબ વધારે ગંદા કે ધૂળ વાળા હોય તો સેનેટાઈઝર હાથને સંપૂર્ણ રીતે સાફ અને સેનેટાઈઝ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં સાબુ અને પાણીનો જ ઉપયોગ કરવો પડે છે.સેનેટાઈઝર ની અસરકારકતા માં થતાં ફેરફાર અને વિવિધતા ઉપરાંત પણ હેન્ડ સેનિટાઈઝર ઘણા ચેપી રોગોને ફેલાતા રોકવામાં મદદ કરી શકે છે.શું હેન્ડ સેનેટાઈઝર કૉવિડ-૧૯ ની સામે અસરકારક છે?.આમ તો WHO થી CDC સુધી, વિશ્વભરની મોટાભાગની સ્વાસ્થ્ય સંસ્થાઓ ચેપ ને ફેલાતું રોકવા અને બીમાર પડવાના જોખમને ઓછું કરવા માટે સાબુ અને પાણીથી હાથને ઓછામાં ઓછી વીસ સેકંડ સુધી સારી રીતે ધોવાની સલાહ આપે છે. ખાસ કરીને ટોયલેટ નો ઉપયોગ કર્યા પછી, ભોજન કર્યા પહેલા, ખાંસી – છીંક ખાતા અને નાક સાફ કર્યા પછી. પરંતુ જો કોઈ પણ સ્થિતિમાં સાબુ અને પાણી હાજર ન હોય તો CDC અને WHO બંને ૬૦ ટકા આલ્કોહોલ વાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

એમાં કોઈ શંકા નથી કે હેન્ડ સેનેટાઈઝર તમને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે કેમ કે તે વાયરસ અને બેક્ટેરિયા બંને ને ફેલતા રોકે છે. હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી હાથ પર રહેલા કીટાણું કે ટ્રાન્સમિશન ને રોકવામાં મદદ મળી શકે છે. હેન્ડ સેનેટાઈઝર, નવા કોરોનાવાયરસને ફેલાવતું રોકવામાં પણ અસરકારક માનવામાં આવ્યું છે. ખરેખર, હેન્ડ સેનિટાઈઝર માં રહેલું આલ્કોહોલ નવા કોરોનાવાયરસ સહિત ઘણા બીજા જીવાણુઓની બહારની સપાટી પર રહેલા સુરક્ષાત્મક પ્રોટીનને વિકૃત કરીને તેના મેમ્બ્રેન નો નાશ કરે છે. જેનાથી વાયરસ મરી જાય છે.

સાચા સેનેટાઈઝર ની પસંદગી કેવી રીતે કરવી.આલ્કોહોલ આધારિત સેનેટાઈઝર માં પણ જુદી જુદી વસ્તુ હોય છે. તમારે કયા સેનેટાઈઝર ની પસંદગી કરવી જોઈએ તેના માટે: શું કરવું.એવા હેન્ડ સેનેટાઈઝર ની પસંદગી કરો, જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય. આલ્કોહોલ આધારિત એવા હેન્ડ સેનેટાઈઝર ની પસંદગી ન કરવી જેનું પેકેટ કોઈ ખાવા-પીવાની વસ્તુના કન્ટેનર સાથે મળતું હોય.સેનેટાઈઝર નો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરતી વખતે શું કરવું.સેનેટાઈઝર જેલ સ્વરૂપે હોય કે પછી પ્રવાહી સ્વરૂપે તેને હાથ અને આંગળીઓની સપાટી પર લગાવીને ત્યાં સુધી ઘસો જ્યાં સુધી તમારા હાથ સંપૂર્ણ રીતે સૂકાઇ ન જાય. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરને તમારી આંખોથી દુર જ રાખવું. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરને બાળકો ની પહોંચ અને નજરથી દુર રાખવું. જ્યારે બાળકો હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરી રહ્યાં હોય તો તેના પર ધ્યાન રાખવું.

આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરતી વખતે શું કરવું શું ન કરવું.સેનેટાઈઝર સંપૂર્ણ સુકાઈ તે પહેલા તેને ધોવું કે લૂછવું નહીં નહીંતર તે જીવાણુઓ સામે સરખી રીતે કામ નહીં કરે. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ હાથોને સાફ કરવા માટે જ કરો સપાટીને નહીં. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર ને ૪૦ ડિગ્રીથી વધારે તાપમાને ન રાખવું.આલ્કોહોલ આધારિત એન્ડ સેનેટાઈઝરને ભૂલથી પણ મોઢામાં ન નાખવું નહીંતર પોઈઝનીંગનો ભય રહે છે.

સેનેટાઈઝર વિશે આ વાતો જાણવી જરૂરી છે.સાબુ અને પાણીથી હાથ ધોવાથી કીટાણુ દૂર થાય છે પરંતુ મરતા નથી, તો બીજી બાજુ હેન્ડ સેનિટાઈઝર કીટાણુઓને મારવામાં સક્ષમ છે પરંતુ તે તમારા હાથને સાફ કરતું નથી. જો તમારા હાથ ગંદા, ચીકણા કે તૈલીય હોય તો સેનેટાઈઝર સરખી રીતે કામ નહીં કરે. સાથે જ સેનેટાઈઝર હાનિકારક રસાયણો, પેસ્ટિસાઇડ્સ અને લેડ જેવી ભારે ધાતુઓને પણ દુર કરવામાં સક્ષમ નથી. અમેરિકાના સીડીસી ની સલાહ છે કે જો તમે કોઈ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં કોઈ મિત્ર કે સંબંધીઓ ને મળીને આવ્યા હોય તો તમારે સાબુ અને પાણીની જગ્યાએ હેન્ડ સેનેટાઈઝરથી હાથને સાફ કરવા જોઈએ.

આ ઉપરાંત એવા લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને મળ્યા પછી પણ સેનેટાઈઝર નો ઉપયોગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. હેન્ડ સેનેટાઈઝર ફક્ત ત્યારે જ અસરદાર હોય છે જ્યારે તેનો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે. સેનેટાઈઝર ની થોડી માત્રાને હથેળી પર રાખો અને તેને સંપૂર્ણ રીતે બધા જ ભાગ પર લગાવો, ખાસ કરીને આંગળીઓના ટેરવા પર અને તેને ત્યાં સુધી ધસતા રહો જ્યાં સુધી ટેરવા સંપૂર્ણ રીતે સુકાઈ ન જાય. તેમાં લગભગ ૩૦ સેકન્ડ સુધી નો સમય લાગે છે.કિટાણુનાશક સ્પ્રે અને એન્ટી બેક્ટેરિયલ ક્લીનીંગ વાઇપસ વગેરે ને હેન્ડ સેનેટાઈઝરના વિકલ્પ રૂપે ઉપયોગ ન કરવો જોઈએ. આ બધી વસ્તુઓ સખત સપાટી માટે બનેલી છે મનુષ્યની ત્વચા માટે નહીં. જો હેન્ડ સેનેટાઈઝરને કોઈ ભૂલથી ગળી જાય ખાસ કરીને બાળકો તો તે ઝેરીલું સાબિત થઈ શકે છે. આલ્કોહોલની હાજરીને લીધે સેનેટાઈઝર જ્વલનશીલ પણ હોય છે.

About bhai bhai

Check Also

સૌથી સારી છે અને ભાગ્યશાળી સાબિત થાય છે આ એક રાશિની છોકરીઓ, હંમેશા પતિ જોડે રહે છે વફાદાર…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …