નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે જે વ્યક્તિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે વ્યક્તિ આખા ભારત માં બિઝનેસ ક્ષેત્ર માં ટોપ ટેન માં ગણતરી કરવા માં આવે છે એવા આપના ભારત ના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટાઇકોન મુંબઈ 2020 લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાંની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ, રતન ટાટાના પગને સ્પર્શતા નજરે પડે છે.રતન ટાટાનો જન્મ ભારતના સુરત શહેરમાં થયો હતો. રતન ટાટા ટાટા જૂથના સ્થાપક જમસેટજી ટાટાના પૌત્ર છે. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનુ ટાટા હતું. તેને જીમ્મી ટાટા નામનો એક ભાઈ છે.
જ્યારે રતન 10 વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા એક બીજા થી અલગ થઈ ગયા હતા. તે પછી તેની દાદી નવાઝ બાઇ ટાટા દ્વારા ઉછેર કરવામાં આવી હતી. રતન ટાટા પાસે નોએલ ટાટા નામનો બીજો સાવકા ભાઈ પણ છે.રતન ટાટાએ આ સન્માન એમજ નથી મળ્યું કોરપોરેટ વર્લ્ડમાં પોતાના મૂલ્યો માટે જાણીતા રતન ટાટા તમામ સંઘર્ષો બાદ આ જગ્યાએ પહોંચ્યા છે ટાટા મોટર્સની દેશ અને દુનિયામાં અલગ ઓળખ છે જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે રતન ટાટાને લક્ઝરી કારો પસંદ છે.
બિજનેસ ઈનસાઈડર’ની એક રિપોર્ટ અનુસાર રતન ટાટાની પાસે એક ચડીયાતી એક લક્ઝરી કોરો છે. જેમાની ફરારી કેલિફોર્મિયા,જેના ટોપ મોડલની કિંમત છે લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયા છે. સાથે તેમની પાસે કેડિલેક XLR,લેન્ડ રોવર ફ્રીલેન્ડર,મર્સિડીઝ બેન્ઝ-એસ ક્લાસ, મર્સિડીલ બેન્ઝ 500 એસએલ, જગુઆર એક્સ આર-એફ, ક્રાઈસલર સેબ્રિંગ,માસેરાતી ક્વાટ્રોપોર્ટે જેવી કારોનો સમાવેશ થાય છે.
ગોવા’ સાથે છે ખાસ લગાવ: રતન ટાટા ડોગ્સને ખૂબ પસંદ કરે છે. તેઓ પોતાના ખાલી સમય તેમની સાથે વિતાવે છે. મીડિયા રોપોર્ટ અનુસાર રતન ટાટાની પાસે બે જર્મન શેફર્ડ બ્રીડના ડોગ્સ છે.તેમનો પ્રિય ડોગ્સ ‘ગોવા’ છે, જે ટાટા ગ્રુપના મુખ્યાલર ‘બોમ્બે હાઉસ’માં રહે છે. હલમાં જ તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ‘ગોવા’ની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે રતન ટાટાએ લખ્યુ ‘મને ઓફિસમાં રદરોજ કોની રાહ જોઉં છું, મારા મિત્ર ‘ગોવા’ની’ઈકોનોમિક્સ ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર ‘બોમ્બે હાઉસ’માં એક ભાગ રખડતા કૂતરાઓ માટે રિઝર્વ છે.
શરૂઆતના દિવસોમાં તેણે ટાટા સ્ટીલના દુકાનના ફ્લોર પર કામ કર્યું. ત્યારબાદ તેમણે ટાટા જૂથની વધુ કંપનીઓ સાથે જોડાવાનું શરૂ કર્યું. તે પછી તેઓ નેશનલ રેડિયો અને ઇલેક્ટ્રોનિક્સ કંપની નેલ્કોમાં પ્રભારી નિયામક તરીકે નિયુક્ત થયા. તે સમયે તે કંપનીની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી. તેઓએ 40 ટકા ગુમાવ્યું અને ગ્રાહકોનો બે ટકા હિસ્સો ગુમાવ્યો. પરંતુ રતન ટાટાએ તે કંપનીમાં જોડાતાંની સાથે જ તેણે કંપનીનો નફો વધુ કર્યો અને ગ્રાહક બજારનો હિસ્સો પણ 2 ટકાથી 25 ટકા થઈ ગયો. તેમની આ ક્ષમતા જોઈને જેઆરડી ટાટાએ રતન ટાટાને તેના ઉદ્યોગોનો અનુગામી જાહેર કર્યો. પરંતુ તે સમયે ઘણા અનુભવી ન હતા, ઘણાએ રતન ટાટાને ટાટા ગ્રુપના અધ્યક્ષ બનવાનો વાંધો ઉઠાવ્યો હતો.
F-16 ફાલ્કન ઉડાન કરનાર પ્રથમ ભારતીય બદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવેલા રતન ટાટા ટ્રેન્ડ પાયલટ પણ છે. વર્ષ 2009માં લડાકૂ વિમાન F-16 ફાલ્કન ઉડાન ભરનાર રતન ટાટા પહેલા ભારતીય બન્યા હતા. લકઝરી કારો ઉપરાંત દરિયા કિનારે રતન ટાટાનો બંગલો પણ ખૂબ લૈવિશ છે.
13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે બંગલો દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો આ બંગલો ત્રણ માળનો છે જેમાં લિવિંગ એરિયાની સાથે બંગલામાં પાર્ટી માટે સન ડેક સ્પેશ્યલ સ્ટડી રૂમ જિમ સ્વીમિંગ પૂલ મીટિંગ રૂમ અને પાર્ટી માટે લાઉન્જ વગેરે છે.
રતન ટાટાએ જણાવ્યું હતું કે દરેક સામાન્ય વ્યક્તિ પાસે કારની માલિકી હોવી જોઈએ, તેથી તેણે લગભગ એક લાખ રૂપિયાના બજારમાં કાર લોન્ચ કરી અને પોતાનું વચન પાળ્યું. રતન ટાટા અને ટાટા જૂથ દર વર્ષે ચેરિટીમાં દાન તરીકે તેમના સંપૂર્ણ વર્ષના નફામાં 66 ટકા આપે છે. ટાટા જૂથની 2015 માં 108 અબજ ડોલરની આવક હતી, જેમાંથી તેઓએ હંમેશની જેમ 66 ટકા દાન આપ્યું હતું. ભારતમાં એવો કોઈ ઉદ્યોગપતિ નથી કે જે તેની કમાણીના 60 ટકાથી વધુનું દાન આપે.
રતન ટાટા વડા પ્રધાન વેપાર અને ઉદ્યોગ પરિષદ અને મેન્યુફેક્ચરીંગ કોમ્પીટિટિનેસ કાઉન્સિલના સભ્ય છે અને અનેક કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર પણ છે. રતન ટાટાને 2000 માં પદ્મ ભૂષણ અને ભારત સરકાર દ્વારા 2008 માં પદ્મવિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન દેશના ત્રીજા અને બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિકનું સન્માન છે.
ટાટાની કાર સ્ટેશન વેગન હતી અને એક સરળ ડિઝાઇન સાથે આવી હતી પરંતુ તેમાં મેકેનિકલ અને કેટલાક ભાગો સેરામાંથી લેવામાં આવ્યા હતા. ટાટા એસ્ટેટની ડિઝાઇન 1980 મર્સિડીઝ બેન્ઝ સ્ટેશન વેગનથી પ્રેરિત હતી અને તે ખૂબ ઉચી દેખાતી હતી. જો કે, આ કાર પણ બજારમાં વધુ વેચાઇ ન હતી.