જાણો બબીતાજી સાથે રિયલ લાઈફમાં કેવા સંબંધો છે અય્યર ના,આ કારણે આજે પણ છે કુંવારા….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તનુજ મહાશબ્દે બબીતાજીના પતિ ‘અય્યર’ ની ભૂમિકા નિભાવે છે અને તે ઘણો પ્રખ્યાત પણ છે. તેના દક્ષિણ ભારતીય ઉચ્ચાર સાથે તે પ્રેક્ષકોના દિલ જીતતો આવ્યો છે. ભલે તારક મહેતા શોમાં તે પરિણીત પુરુષનો રોલ કરતો હોય પણ રિયલ લાઈફમાં તનુજ અપરિણીત છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે આવતા વર્ષ 2021 સુધીમાં લગ્ન કરી લેશે. તેમણે મુનમુન દત્તા સાથે કેવા સંબંધો છે એના વિશે પણ વાત કરી હતી.

તનુજે વાત કરતાં કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે સિરીયલમાં મારી અને મુનમુનની જોડીને પ્રેક્ષકો ખૂબ પસંદ કરે છે, પરંતુ રિયલ લાઈફમાં અને બંને પ્રોફેશનલ કલાકારો છીએ. જેવું જ અમારું શૂટ ખત્મ થાય એટલે એ એના રસ્તે અને હું મારા રસ્તે. અમે સારા મિત્રો છીએ. જ્યાં સુધી લગ્નની વાત છે જો ભગવાનની ઇચ્છા હશે તો હું ચોક્કસપણે આવતા વર્ષે એટલે કે 2021માં લગ્ન કરીશ.

શોનું પાત્ર દયા બેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીના શોમાં પાછી ફરશે કે કેમ એના વિશે તેણે કહ્યું કે, અમે એ પણ સાંભળ્યું છે કે દિશા શોમાં પાછા ફરવા જઇ રહી છે અને સાચું કહું તો હું આ સમાચારને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. તેનું બાળક નાનું છે અને ઉપરથી કોરોનાનો ભય છે તેથી તેણે શૂટિંગમાં હાલ ન આવવાનું અંતર રાખ્યું હતું. અમે બધા તેને સેટ પર મિસ કરી રહ્યા છીએ. આ શોમાં દયા બેનની જગ્યા ક્યારેય કોઈએ નથી લીધી. હવે તે પાછી આવશે ત્યારે અમને ખૂબ આનંદ થશે. ઉલ્લેખનીય છે કે તનુજ સાઉથ ઈન્ડિયન નથી પણ તે મધ્ય પ્રદેશનો છે. તે ઈન્દોરના દેવાસનો રહેનાર છે. શરૂઆતમાં તનુજ તારક મહેતા શોમાં લેખનનું કામ કરતો હતો.

મિસ્ટર અય્યર ભાઈ એટલે કે તનુજ મહાશબ્દે પહેલા નાટકોમાં કામ કરતા હતા. અને આ દરમ્યાન તેમણે એક નાટક “રામ બોલો ભાઈ રામ” માં કામ કર્યું હતું. જેમાં તેમણે રાવણનું કિરદાર નિભાવ્યું હતું. તેમાં તે સાઉથ ઇન્ડિયન ભાષામાં બોલી રહ્યા હતા. તે સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ડીરેક્ટર આસિત કુમાર મોદી અને દયા શંકર પાંડે બંને એ તનુજ મહાશબ્દેને જોયા હતા. ત્યારબાદ તેમને અય્યર ભાઈને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમને આ ટીવી શો જે કેરેક્ટર વિષે પસંદ કરવાના હતા તેના વિષે જણાવ્યું હતું. તો તનુજ મહાશબ્દ એ મિસ્ટર અય્યરનો કિરદાર નિભાવવા માટે હા કરી દીધી હતી.

તનુજ મહાશબ્દ એ આ રોલ માટે હા પાડી દીધી હતી અને તે સમયે તે કામ બાબતમાં બિલકુલ ફ્રી બેસેલા હતા. તેમના રોલની આ ટીવી શો માં એન્ટ્રી થવામાં હજુ ઘણો સમય બાકી હતો. લગભગ ૨ મહિના જેટલો. અને ૨ મહિના બાદ તેમનો રોલ આ ટીવી શો માં દેખાવાના કારણે તેમને સમસ્યા ઉભી થઇ હતી. તે ઇન્દૌર શહેરમાં રહેતા હતા અને આ ટીવી શો નું શૂટિંગ મુંબઈમાં ચાલુ હતું. તો તેમણે પોતાની આ મુશ્કેલી ડીરેક્ટર આસિત મોદીને જણાવી હતી કે તે ઇન્દોર શહેરમાં રહે છે અને તેમને આ મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આસિત મોદીએ તનુજને એમની ટિમ સાથે જોડાઈ શકે છે એવું જણાવ્યું હતું.

તેમણે પહેલા CID ટીવી શો માં પણ કામ કર્યું છે. પણ આ ટીવી શો માં કામ મળ્યા બાદ તેમણે પોતાના મિસ્ટર અય્યરના કેરેક્ટર પર વધારે ધ્યાન આપવાનું શરુ કરી દીધું હતું. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ ટીવી શો માં જેઠાલાલા ગડા ને નાપસંદ કરવાં વાળા મિસ્ટર અય્યર ભાઈએ જયારે આ ટીવી શો સાથે જોડાણા ત્યારે તે માત્ર અને માત્ર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગડાને જ ઓળખતા હતા. તેના સિવાય અન્ય કલાકારોની ટીમ તેમના માટે અજાણી હતી. અય્યર ભાઈએ જેઠાલાલ સાથે આ ટીવી શો પહેલા પણ નાટકમાં સાથે કામ કર્યું હતું. માટે જ તેઓ એકબીજાને પહેલાથી ઓળખતા હતા.

આ ટીવી શો માં જોડાઈ ગયા બાદ બધા મુંબઈમાં રહેવાના કારણે બધાને મરાઠી આવડી ગયું હતું. પણ આ ટીવી શો ના મેકરને એ ખબર નહોતી કે અય્યર ભાઈ સાઉથના નહિ પણ ઇન્દૌરના છે અને તે મરાઠી માણસ છે. અય્યર ભાઈની માતા નું જયારે નિધન થયું હતું ત્યારે ન્યુઝ પેપરમાં છપાઈને એવું આવ્યું હતું કે “અય્યરની માતાનું નિધન” ત્યારે તેમના પરિવારના લોકોએ તેમને પૂછ્યું હતું કે, તમારું સાચું નામ બીજું છે તો પછી ન્યુઝ પેપરમાં આવું કેમ આવ્યું છે? ત્યારે તેમણે સમજાવ્યું હતું કે લોકો મને આ ટીવી શો ના નામથી જ ઓળખે છે માટે આવું આવ્યું હશે.

પછી તેમણે મીડિયાને કહ્યું હતું કે, મારું સાચું નામ અય્યર નહિ પરંતુ તનુજ મહાશબ્દે છે. મિત્રો, ત્યારે ખરેખર એવું લાગ્યું કે, આ ટીવી સિરિયલે હકીકતમાં બધા લોકોનું દિલ જીતી લીધું છે. અને લોકો આ ટીવી શોના બધા કલાકારોને તેમના અસલી નામને બદલે આ ટીવી શોના નામથી જ ઓળખવા લાગ્યા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી.તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા”પર આધારિત છે. જુન ૨૨, ૨૦૧૨ ના રોજ આ ધારાવાહીકે ૯૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીકે ૬ નવેમ્બર, ૨૦૧૨ નાં રોજ ૧૦૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતા. આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે નિર્માણ કરવામા આવ્યો હતો, જેનું માર્ચ ૨૦૧૨માં નવીનીકરણ કરવામા આવ્યુ હતુ.

આ ધારાવાહીક મુખ્યત્વે ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો પર આધારીત છે.આ સોસાયટીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે.

તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે, ત્યારે ત્યારે સોસાયટીના તમામ લોકો ભેગા મળી તેનો ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે. સોસાયટીના સભ્યો પરિવારની જેમ સાથે મળીને રહે છે.

ઐયર પરિવારમાં ક્રિશનન સુનબ્રમનિયમ ઐયર અને બબીતા ક્રિશનન ઐયર છે.સુનબ્રમનિયમ ઐયર દક્ષિણ ભારતીય છે જે મુળ ચેન્નાઇનો છે.તે પ્રખ્યાત વૈજ્ઞાનિક છે અને તેની પત્ની બબીતા બંગાળી છે જે મુળ કોલકાતાની છે. ક્રિષ્ણન ઐયરની મુખાકૃતિ શ્યામ છે, જ્યારે બબિતાની વાજબી છે.જેઠાલાલને બબિતા પર નિર્દોષ મોહ છે. જેઠાલાલ ક્યારેક ક્યારેક બબિતા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરે છે ,પરંતુ તે હંમેશા સુનબ્રમનિયમ ઐયરના કારણે નિષ્ફળ જાય છે.બબીતા સુંદર અને આધુનિક સ્ત્રી છે, જે જેઠાલાલ અને દયાને તેના સારા મિત્રો ગણે છે અને તેના પતિનો વિરોધ કરે છે જ્યારે તે જેઠાલાલ સાથે ઝઘડે છે.

About bhai bhai

Check Also

સંભોગ દરમિયાન છોકરીઓને ગમે છે આ પોઝિશન, આવે છે ડબલ આનંદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …