પવન આવતા જ ઝૂલવા લાગે છે આ ચમત્કારી મંદિર, હજુ પણ નથી ઉકેલાયું તેનું રહસ્ય

મિત્રો તમે ઘણા બધા મંદિરો વિશે સાંભળ્યું હશે જેવા કે દરિયાની અંદર મંદિર, જમીનની અંદર મંદિર જમીનની બહાર મંદિર જેવા ઘણા બધા ચમત્કારી મંદિરો વિશે જાણતા હશો પરંતુ મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યો છુ જેના માટે કેહવામા આવ્યુ છે કે તે હવામા લટકે છે મિત્રો જો તમારે આ હવામા લટકેલા ખાસ મંદિર વિશે જાણવું છે તો તમારે આ લેખને છેલ્લે સુધી વાંચવો પડશે તો મિત્રો આવો જાણીએ આ મંદિર વિશે.

દોસ્તો કોઇપણ વસ્તુ વિશેની પુરી જાનકારી માટે વૈજ્ઞાનિક તારણ હોવુ ખુબજ જરુરી છે એટલા માટે કોઇપણ રહસ્યને ગંભીરતથી જાણવા માટે વૈજ્ઞાનિકો ટેકનીકો નો સહારો લે છે પરંતુ તમને એ જાણીને ખુબજ આશ્ચર્ય થશે કે આજે પણ આ દુનિયામા ઘણીબધી એવી વસ્તુઓ રહેલી છે જેની નજીક જવાથી વિજ્ઞાન પણ ખોવા લાગે છે જેમનું રહસ્ય હજુ પણ કોઇને ખબર નથી પડી.

મિત્રો આવી વસ્તુઓ ચમત્કાર કે પછી કોઈ દિવ્ય શક્તિના રૂપ મા તમારી નજીક જ હોય છે મિત્રો આજે તમને એક ખાસ મંદિર વિશે જાણાવવા જઇ રહ્યો છુ તે બીજુ કોઈ મંદિર નહી પરંતુ એક જાણીતુ લેપક્ષી મંદિર છે મિત્રો આ મંદિર આંધ્ર પ્રદેશ ના અનંતપુર જીલ્લા મા આવેલુ છે મિત્રો આ મંદિર તેના રહસ્યમય પિલ્લર ને લીધે ખુબજ જાણીતુ છે

વિશ્વભરમાં પ્રખ્યાત આ મંદિરના 70 થી વધુ થાંભલા કોઈપણ ટેકા વિના ઉભા છે અને મંદિરને સંભાળી રહ્યા છે મંદિરના આ અનોખા સ્તંભો દર વર્ષે અહીં આવતા લાખો પ્રવાસીઓ માટે એક મોટું રહસ્ય છે મિત્રો આ મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે આ થાંભલાઓ ના નીચેથી કપડા કાઢવાથી આનંદ અને સમૃદ્ધિ મળે છે.મિત્રો આ મંદિર તેના 70 થી પણ વધારે સ્તંભ છે પરંતુ તેમાનો એક સ્તંભ ખુબજ રહસ્યમય ઉભેલો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે એવુ કહેવામા આવે છે કે આ સ્તંભ જમીનને સ્પર્શ કરતો નથી એટલે કે તે હવામા લટકે છે તો મિત્રો આવો જાણીએ કે આ સ્તંભ પાછળનુ રહસ્ય શુ છે અને તે કઈ વસ્તુ છે જે આ મંદિરને રહસ્યમય બનાવી દે છે.મિત્રો આ ખાસ સ્તંભ છે તે હવામા લટકે છે આ સ્તંભ દિવાલ ની છત સાથે તો જોડાયેલો છે પરંતુ તે જમીનને સ્પર્શ નથી કરતો અટલેકે નીચે આવતા તે જમીનથી અમુક સેન્ટિમીટરે પુરો થઈ જાય છે મિત્રો કહેવામા આવે છે કે આ સ્તંભની નીચેથી તમે તમારા હાથ કે પગ પણ કાઢી શકો છો.

મિત્રો બદલતા સમય સાથે આ અજુબો એક માન્યતામા બની ગઈ છે મિત્રો એવુ કહેવામા આવે છે કે કોઈ મનુષ્ય આ સ્તંભ ની નીચેથી જો પસાર થઇ જાય તો તેની બધી ઈચ્છાઓ પુરી થઇ જાય છે અને જો તે આવુ નથી કરી શક્તો તો કોઈ કપડાને આ સ્તંભ ની આરપાર કઢાવી લે છે તો તેની પણ બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.મિત્રો કોઇપણ રહસ્યમય જગ્યાઓ વિશે કોઈને કોઈ કથા જરુર જોડાયેલી હોય છે તેવી જ રીતે આ લેપક્ષિ મંદિર વિશે એક પૌરાણિક કથા જોડાયેલી છે.

મિત્રો એ કથા પ્રમાણે જ્યારે મા સીતાનુ રાવણ અપહરણ કરીને લંકા લઈ જાય છે ત્યારે પક્ષીઓ ના રાજા કહેવાતા પક્ષીરાજ જટાયુ રાવણને જોઈ જાય છે અને જટાયુ રાવણ સાથે યુદ્ધ કરે છે અને આ યુદ્ધમા જટાયુ ઘાયલ થઈને અહી જ આગળ પડ્યો હતુ તેવુ માનવામાં આવે છે અને જ્યારે રામ સીતાને શોધતા શોધતા અહી આવે છે ત્યારે રામે જટાયુ ને લેપક્ષી કહેતા પોતાના ગળે લગાવી લીધો અને મિત્રો તે પણ કહેવાય છે કે ભગવાન રામે જટાયુના અગ્નિસંસ્કાર પણ અહિ જ કર્યા હતા

મિત્રો લેપક્ષી એક તેલુગુ શબ્દ છે જેનો મતલબ ઉઠો પક્ષી એવો થાય છે.મિત્રો જો પૌરાણિક માન્યતાઓની રીતે માનીએ તો આ મંદિરનુ નિર્માણ ઋષી અગસ્ત્ય દ્વારા બનાવવામા આવ્યુ હતુ પરંતુ જો ઇતિહાસકારોનુ માનીએ તો સાલ 1578મા વિજયનગર ના રાજા માટે કામ કરતા બે ભાઈઓ એ બનાવ્યુ હતુ આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્ર માટે બનાવવામાં આવ્યું છે તેમજ અહીં ત્રણ ભગવાનના વિવિધ મંદિરો પણ હાજર છે આ મંદિર સંકુલમાં એક મોટી નાગલિંગની પ્રતિમા છે જે એક પથ્થરથી બનેલી છે.

તે ભારતની સૌથી મોટી નાગલિંગ પ્રતિમા માનવામાં આવે છે કાળા ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ મૂર્તિમાં સાત ફેણ વાળા સાપ શિવલિંગની ટોચ પર બેઠો છે.મિત્રો કહેવાય છે કે આ મંદિરના રહસ્યને જાણવા માટે અંગ્રેજોએ આ મંદિરને બીજી જગ્યાએ લઇ જવાના ઘાણા બધા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ તેમા અસફળ રહ્યા અને ત્યારબાદ એક એન્જિનિયરે આ મંદિરના રહસ્યને જાણવા માટે આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ તેમા અસફળ રહ્યો મિત્રો આ મંદિર વિશે એવુ કહેવાય છે કે આ મંદિરના 70 સ્તંભો માથી એક સ્તંભ એવો છે જે હવામા અધ્ધર લટકે છે અને જે દેવસે આ સ્તંભ જમીનને સ્પર્શ કરી દેશે તે દિવસે આ દુનિયાનો અંત આવી જશે.

About bhai bhai

Check Also

શનિવાર ના દિવસે ખાવ આ દાળ ની બનેલી ખીચડી,શનિદેવ થઈ જશે પ્રસન્ન…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …