જો તમે ટીવી સિરિયલોના શોખીન છો,તો પછી તમે કોકિલા બેનના પાત્રથી સારી રીતે પરિચિત હશો. કોકિલા બેન વિશે વાત કરીએ તો આજે તેની ભૂમિકાના લાખો દિવાના છે.કોકિલા બેન આજે ઘર ઘરમાં સિરીયલ સાથ નિભાના સાથિયા ના કારણે પોતાનું નામ રોશન કરી ચૂક્યા છે.સ્ટાર પ્લસ ચેનલ વતી તેમના અભિનય બદલ તેમને મોટા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.આ એવોર્ડ્સમાં તેમને રીલ લાઈફની શ્રેષ્ઠ સાસુ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. તેઓએ આજે તેમની મહેનત અને જુસ્સાથી આ પદ પ્રાપ્ત કર્યું છે.
ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા માં,કોકિલા બેન ખૂબ ગુસ્સા વાળી,આનુશશીત,અને પ્રેમાળ સાસુની ભૂમિકા નિભાવી રહી છે,જેની પુત્રવધૂ ગોપી બહુની સાથે જોડી બનાવવામાં આવી છે તેમની પુત્રવધૂનું આ પાત્ર ટીવીની દુનિયાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી આ પાત્ર નિભાવે છે આ જોડીને ઘર-ઘર માં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેમના અભિનયમાં, આપણે એવી વાસ્તવિકતા જોવા મળે છે કે જાણે વાસ્તવિક જીવનમાં તેમનો જ સંબંધ હોય.
પરંતુ સિરિયલમાં જ્યાં કોકીલા બેન એક ખૂબ જ કડક અને તદ્દન પરંપરાગત પ્રકૃતિવાળી સાસુ તરીકે જોવા મળે છે. પરંતુ આ વાર્તા વાસ્તવિક જીવનમાં થોડી જુદી છે.પરંતુ તેમાં કંઇ પણ વિચિત્ર કે મોટી વાત નથી કેમકે અભિનેત્રીનું કાર્ય પોતાને વિવિધ ભૂમિકામાં સાબિત કરવાનું જ હોય છે.આજે અમે આ પોસ્ટ દ્વારા તમને કોકિલા બેનના વાસ્તવિક જીવનથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.તે ઉપરાંત અમે તમને તેના વાસ્તવિક જીવનની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
જો તમે આ સીરીયલ જોઇ હશે તો તમે તેના સ્વભાવથી પરિચિત જ હશો. સીરિયલમાં તેનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો છે.કોઈથી કઈક ખોટું કામ થઈ જાય તો પછી તેને ગુસ્સો તો આવે જ તે શ્રોતાઓને પહેલે થીજ ખબર હોઈ છે.પરંતુ વાસ્તવિક જીવનની કોકિલા બેન એકદમ અલગ છે.તેમનું અસલી નામ રૂપલ પટેલ છે,જે વાસ્તવિકતામાં ખૂબ સારા સ્વભાવની છે.વાસ્તવિક જીવનમાં,તેઓને વાત વાતમાં ગુસ્સે થતી જોવા મળતી નથી.
આ સાથે, કોકિલા બેન મોદી સીરિયલમાં ખૂબ પરંપરાગત સ્વભાવમાં જોવા મળે છે.તે વાસ્તવિક જીવનમાં ખૂબ સ્ટાઇલિશ છે અને તેની રહેવાની રીત એકદમ અલગ છે.તેની વિચારસરણી ખૂબ જ આધુનિક છે અને જો એક રીતે જોવામાં આવે તો તેની આખી જીવનશૈલી સીરીયલથી એકદમ વિરુદ્ધ છે.
જો આપણે અભિનેત્રી રૂપલ પટેલ ઉર્ફે કોકિલા બેનની વાત કરીએ,તો તેણીએ તેની કારકીર્દિની શરૂઆત મહેક નામની ફિલ્મથી કરી હતી. આ પછી રૂપલે ક્યારેય પાછળ વળીને જોયું નથી.એક પછી એક મોટી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળી રહેલી એક્ટ્રેસ રૂપાલે ટીવી અને ફિલ્મ વર્લ્ડમાં પોતાનું નામ બનાવ્યું છે જો તેમને તેમના જન્મ વિશે કહેવામાં આવે તો તેનો જન્મ પરંપરાગત ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રાધાકૃષ્ણ દત્ત છે.
હાલમાં યે રિશ્તે હૈં પ્યાર કેમાં વ્યસ્ત રૂપલ પટેલ સાથ નિભાના સાથિયાની નવી સીઝનમાં કોકિલાબેન તરીકે પાછા નહીં આવે.તેણે કહ્યું કે તે’એક સાથે બે શો કરી શકતી નથી.રુપલ પટેલે ફિલ્મમેકર શ્યામ બેનેગલ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.જો નાના પરદાની વાત કરીએ તો તેમણે 2001માં ટીવી સિરીયલ શગુનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.રુપલ પૈનોરમા આર્ટ થિયેટર પણ ચલાવે છે જે તેમનું છે.રુપલે 1985માં ફિલ્મ મેહકથી ડેબ્યુ કર્યુ હતું. એક્ટિંગની દુનિયામાં તેમને 35 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે.રુપલ સ્વચ્છ ભારત પરિયોજનાની પ્રોજેક્ટ એમ્બેસેડર પણ રી ચૂક્યા છે.આ કામ માટે પ્રધાનમંત્રી પાસેથી સન્માન પણ મળી ચૂક્યુ છે.
આમ તો સાથ નિભાના સાથિયા સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થઇ ગયા છે પણ યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયોને કારણે આ સિરિયલનો એક સીન અને ખાસ કરીને કોકિલાબહેન જેવી ઠસ્સાદાર,મેટ્રિઆર્કલ સાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપલ પટેલ ચર્ચામા છે.ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે રૂપલ પટેલ સાથે એક્સક્લુઝિવ વાત કરી અને તેમને પૂછ્યું કે અચાનક જ ચર્ચામાં આવી ગયેલું ખાલી કૂકર,રસોડે મેં કૌન થા ના એ ગંભીર,ગુસ્સાવાળા સીનની આ રમુજ અંગે તેમને કેવું લાગે છે.
સિરીયલમાં તો ભારેખમ એક્સપ્રેશન્સ અને મોટે ભાગે ગુસ્સામાં રહેતા પાત્રથી તદ્દન વિપરીત એવાં રૂપલ પટેલે કહ્યું કે, હું તો બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું. જે શૉને બંધ થયે ત્રણ વર્ષ થઇ ગયા છે એનું આ રીતે ચર્ચામાં આવવું ખરેખર ઇશ્વર, મારા ગુરુ અને મારા વડીલોના આશિર્વાદ જ હોયને વળી. શૉમાં આ સીન ટર્નિંગ પોઇન્ટ હતો અને મેં બહુ જ ગંભીરતાથી ભજવ્યો હતો.કૂકરનું ફાટવું કોકિલા માટે જીવલેણ સાબિત થઇ શકત અને માટે જ ખાલી કૂકર કોણે ગેસ પર ચઢાવ્યુંનો પ્રશ્ન એ સીનનો સળગતો પ્રશ્ન હતો રૂપલ પટેલે આ વાઇરલ થયેલા વીડિયો વિશે જે રીતે જાણ્યું તે પણ મજાની વાત છે.
તેઓ શૂટ પરથી ઘરે જઇને ઘરકામમાં પોતાને ત્યાં કામ કરનારા બહેનને મદદ કરી રહ્યાં હતાં.તેઓ અમુક કોમ્યુનિકેશન માટે તેમને ત્યાં કામ કરતા બહેનનો ફોન પણ વાપરતાં હોય છે.એવામાં વૉટ્સએપ્પ પર તેમનાં નણંદે તેમને યશરાજ મુખાતેએ બનાવેલો વીડિયો મોકલ્યો. રૂપલ પટેલ કહે છે,મેં એ વીડિયો જોયો તો બે-ત્રણ સેકન્ડ માટે તો મને થયું કે આ સીન કેમ આમ લાગે છે,મેં તો બહુ ગંભીરતાથી ભજવ્યો હતો અને પછી મેં યશરાજને વીડિયોમાં જોયા અને મને રિયલાઇઝ થયું.આ રમુજી રિક્રિએશન પર હું એટલું હસી છું કે ન પૂછો ને વાત. મેં તો પછી યશરાજનો નંબર શોધી એની સાથે ય વાત કરી અને એને આ ક્રિએશન માટે થેંક્યુ કહ્યું.આ એક સીન જોઇને લોકોને રમુજ મળતી હોય,તેમના ચહેરા પર સ્માઇલ આવતું હોય તો એનાથી વધારે સંતોષ એક એક્ટર તરીકે મારે માટે શું હોઇ શકે.