આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મહુઆ વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અભયન ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને મહિલાને રૂમમાં જ ખખડાવી નાખ્યા હતાં. અડધી રાતે આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ત્યાર બાદ પત્નીએ મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, મારા પતિ પર મને પહેલેથી જ શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યાં ત્યાર બાદ મેં પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી ત્યાર બાદ પતિએ કિર્તીસ્થંભથી ઈકો કારમાં આવેલી મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હતી. ત્યાર બાદ તે બંન્ને ખાઉધરી ગલીમાં જમવા માટે ગયાં હતા.
મહત્વની વાત છે કે, પતિ જમ્યા ન હતાં પરંતુ તેની સાથે આવેલી મહિલા જમી હતી. ત્યાર બાદ તેઓ ચા પીવા રોકાયા હતા અને ત્યાંથી સીધા તે બંન્ને ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમમાં રાતે 9-50 વાગે પહોંચી ગયા હતાં.
પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ અભયમ ટીમને લઈને ગેસ્ટ હાઉસ પહોંચી હતી અને રૂમનો દરવાજો ખોલાવ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલો હતો. તેની સાથે આવેલી મહિલા બાથરૂમમાં છુપાઈ ગઈ હતી તે દરમિયાન તે મહિલાએ મીની ગાઉન પહેર્યું હતું. મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ અન્ય મહિલા સાથે વડોદરા પહોંચ્યા હતાં.
પતિ કહે છે કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો હતો. પરંતુ મારા પતિને તેમની પુત્રીને અઢી મહિનાથી દવાખાને લઈ જવાનો સમય મળતો નથી અને બીજાની દિકરીઓ માટે જન્મક્ષર બતાવવાનો સમય કેવી રીતે મળે છે? હું મારા પતિથી વર્ષ-2019થી થાકી ગઇ છું. આ અંગે મેં રાત્રે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ અરજી પણ કરી છે. ગોત્રી પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીએ જણાવ્યું હતું કે, પતિ ગાંધીનગર ઓફિસમાંથી નીકળ્યા બાદ વડોદરા પહોંચ્યા હતાં. જ્યાં પતિ ર્કિતીસ્તંભ ગયા હતાં. સુરતની કોમલ ઇકોમાંથી ઉતરી પતિની કારમાં બેઠી હતી. બંને જણ મંદિરે ગયા પછી ખાઉધરા ગલીમાં નાસ્તો કરવા ગયા હતાં. ત્યારપછી તેઓ ચા પીવા રોકાયા હતાં. ત્યાંથી નર્મદા ગેસ્ટહાઉસમાં બંને જણ ગયા હતાં. તેમણે અભયમની મદદ લઇ રુમ ખખડાવી દરવાજો ખોલાવતાં પતિએ શર્ટ કાઢેલું હતું જ્યારે મીની ગાઉન પહેરેલા પેલા બહેન રૂમની અંદર ભરાઇ ગયા હતાં.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હિંમતનગરના વેલકમ ગેસ્ટહાઉસમાં ચાલતા કુટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મુકી પર્દાફાશ કરતાં ચકચાર મચી જવા પામી હતી. સહકારી જીન ચાર રસ્તા નજીકના રત્નદીપ પ્લાજા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ભગવાનદાસ નવલદાસ વૈષ્ણવનુ વેલકમ ગેસ્ટ હાઉસ આવેલુ છે. ગેસ્ટ હાઉસના માલિક છેલ્લા કેટલાય સમયથી ભાડુથી માણસો રાખી તેમજ બહારથી મહિલાઓ લાવી પોતાના ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોને બોલાવી દેહ વેપારનો ગોરખ ધંધો કરતો હતો.
જેની હિંમતનગરના એ ડિવીઝન પોલીસને બાતમી મળતા એ ડિવીઝન પોલીસે ડમી ગ્રાહકને વેલકમ ગેસ્ટ હાઉસમાં મોકલી આસપાસમાં વોચ ગોઠવી દીધી હતી. ડમી ગ્રાહકને રોકડ મત્તા સાથે પોલીસે મોકલી તે ગ્રાહક વેલકમ ગેસ્ટ હાઉસના રિસેપ્શન પર જતા રિસેપ્શન પર હાજર વ્યકિતઓએ ગ્રાહકને મહિલા સાથે રૂમ નં. ૨૦૨માં મોકલ્યા હતા.
ડમી ગ્રાહક ગેસ્ટ હાઉસના રૂમ નં.૨૦૨માં મહિલા સાથે ગયા બાદ ત્રીજા માળે આવેલા ગેસ્ટ હાઉસને પોલીસે રાઉન્ડપ કરી રૂમ નં.૨૦૨નો દરવાજો ખખડાવતા તેમાંથી મહિલા કઢંગી હાલતમાં બેઠેલી ધ્યાને આવતા પોલીસે વેલકમ ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરી કાઉન્ટર પર બેઠેલા માનસિંગ તખતસિંગ ચૌહાણ અને કેશરસિંહ લક્ષ્મણસિંગ ચૌહાણને અટક કરી પુછતાછ કરી હતી.
પોલીસે દેહવેપાર કરતી મુંબઇની મહિલાની પણ પુછતાછ કરતાં ગ્રાહક દીઠ ગેસ્ટ હાઉસના માલિક ભગવાનદાસ નવલદાસ વૈષ્ણવ રૂપિયા ૪૦૦ આપતા હોવાની કબુલાત કરી હતી. ગેસ્ટ હાઉસનો માલિક ભગવાનદાસ વૈષ્ણવ અમદાવાદ ગયો હોવાનુ ધ્યાને આવ્યુ હતું.
જેથી પોલીસે ગેસ્ટ હાઉસના માનસિંગ તખતસિંગ ચૌહાણ અને કેશરસિંગ લક્ષ્મણસિંગ ચૌહાણને અટક કરી ગેસ્ટ હાઉસના માલિક સહિત ત્રણ જણા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી દેહ વેપારમાં કમાયેલા રૂપિયા ૯,૪૦૦ ઉપરાંત વિવિધ ઓળખપત્રો, મોબાઇલ ફોન વિગેરે કબ્જે કર્યા હતા.