આ લેખ માં તમારું સ્વાગત છે આજે આપણે આ પોસ્ટ માં વાત કરવાના છે એક એવા કલાકાર ની જેમને પોતાના સુરીલા કંઠે ગુજરાત ભર માં પોતાની આગવી ઓળખ બનાવી છે.અને આમ પણ આપણું ગુજરાત આવા મોટા ગાયક કલાકારો માટે ખૂબ જાણીતુ છે.આપણું ગુજરાત આવા મોટા મોટા કલાકારો ના કારણે આજે ખૂબ આગળ આવી રહ્યું છે અને દેશ માં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.
મિત્રો આપણા ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે. જેનો અત્યારે સારો એવો ક્રેઝ છે.અને આમ પણ આપણા ગુજરાતમાં ભજન, ડાયરો, સંતવાણી જવા કાર્યક્રમોનું ખૂબ જ આયોજન થતું હોય છે.
અને આજે આપણે વાત કરવાની છે એવા કલાકાર ની જેમણે નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન જોવું છે. તેમના સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે.રસ્મિતા બેન ખાલી ડાયરા જ નહીં એમને ઘણા આલ્બમ માં પણ કામ કર્યું છે.અને એમના ઘણા લગ્ન ગીતો પણ ગાયા છે.
રસ્મિતા બેને સૌથી પહેલા ફંટી ગાડી ખરીદી હતી અને ત્યાર બાદ એમની પાસે અત્યારે ફોરચુનર ગાડી પણ છે.એમને પહેલા સમય માં ઘણા સંઘર્ષો કર્યા છે.અને આમ પણ એ આજે જે જગ્યા એ એ સ્ટેજ પર પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે.આજે જેમના સુરીલા કંઠે લોકો નાચી ઉઠે છે એવા રશમિતાબેન ને લોકો ઓળખતા જ હશે જણાવી દઈએ કે રસ્મિતા બેન નો જન્મ 26 એપ્રિલ, 1995 ના રોજ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો. રશ્મીતાબેન ના પિતા નું નામ કરણાભાઈ અને માતા નું નામ મંજુબેન છે. રશ્મીતાબેન ને બે મોટા ભાઈ જયરાજભાઈ અને દિપકભાઇ છે.
અને એમના જીવન માં બાળપણમાં જ ઘણી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે.જ્યારે રશમિતાબેન એક વર્ષ ના હતાં ત્યારે એક અકસ્માતમાં એમના પિતા ની આંખ જતી રહી હતી.અને એના પછી બધી જ જવાબદારી તેમના માતા પર આવી હતી. રશમિતાબેન શાળામાં અભ્યાસ કરતી વખતે પ્રાર્થના અને ભજન ગાતા હતા.અને એ ક્યારે સ્કૂલ માં હતા ત્યારે નાના નાના પોગ્રામ માં ભાગ લેતા હતા.અને એના પછી ધીમે ધીમે એમના માં ગીતો ગાવા માં રુચિ વધતી ગઇ.
તમને જણાવી દઈએ કે આજે રસ્મિતા જે સ્ટેજ પર છે એ સ્ટેજ પર પહોંચવા એમની માતા એ સૌથી પહેલા સપોર્ટ કર્યો હતો.અને એમની માતા એ એમને લોકગીતો અને લગ્નગીતો શીખવ્યાં હતાં. ત્યારબાદ રશમિતાબેન ના ગુરુ જમનભાઈ એ તેમને સુર-તાલમાં ગાતા શીખવ્યું હતું. ધીમે ધીમે રશમિતાબેન એ ગામમાં યોજાતા ભજન કાયઁક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. બાજુમાં આવેલા ગામ ક્રષ્ણપુર માં દર શનિવારે ભજન કિર્તન કાયઁક્રમ થતો હતો, ત્યાં દર શનિવારે રશમિતાબેન ગાવા જતાં હતાં અને ત્યાથી જ તેમનો ડર દૂર થયો.
જ્યારે એમને એમના જીવન નો પહેલો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે એમને સૌ પ્રથમ એક મોટા કલાકાર સાથે આ પોગ્રામ કરવાનો હતો. કીર્તિદાન ગઢવી અને ભિખુદાન ભાઈ સાથે કરેલા એક પ્રોગ્રામ જનમેદની જોઈ રશમિતા બેન ગભરાઈ ગયેલા હતાં, ત્યારે તેમના માતાપિતા અને ગુરુ એ આપેલા આત્મવિશ્વાસ ને યાદ કરી રશમિતાબેન એ આ પ્રોગ્રામ માં લોકોના દિલ જીતી લીધા હતા.
કોલિખડા ગામે એક પ્રોગ્રામ માં તેમણે ‘મારી તે નથનું કાચું સોનું’ લગ્નગીત ગાયું હતું, ત્યારથી તેમની લોકચાહના વધી હતી અને ઘણાં પ્રોગ્રામ મળવાની શરૂઆત થઈ હતી.રશમિતાબેન રબારી તેમના દરેક પ્રોગ્રામમાં રબારી સમાજની આભા અને ગરીમા કહેવાતો પહેરવેશ, ઝીમી-કાપડું-ઓઢણું જ પહેરેલા જોવા મળે છે. આ પહેરવેશ પહેરવો તેમને નાનપણથી જ ખૂબજ પસંદ છે.
આ ઉપરાંત રશમિતાબેન ને ઘણાં સન્માન મળ્યા છે. રશમિતાબેન એ કોરોના મહામારી ના સમયે ઘણાં લોકોના ઘરમાં અનાજ અને તેમની જરૂરીયાત ને પૂણઁ કરી છે.આ તમામ સફળતા પાછળ રશમિતાબેન તેમના માતાપિતા અને ભગવાન ના આશિર્વાદ હોવાનું જણાવે છે. હાલ આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ તેઓ સામાન્ય જીવનશૈલીને પસંદ કરે છે.
રસ્મિતા બેન એક ઇન્ટરવ્યુ માં એમના વિસે જણાવ્યું હતું અને એ સમય દરમિયાન એમને કહ્યું હતું કે એમને 1થી 10 ધોરણ નો અભ્યાસ એમને એમના ગામ માં પૂરો કર્યો હતો અને એમને કહ્યું હતું કે એમની ગીતો ગાવા ની શરૂઆત જ્યારે એ સ્કૂલ માં હતા ત્યારે કર્યું હતું એ સ્કૂલ માં હતા નાના નાના પોગ્રામ માં ભાગ લેતા હતા.પહેલા રસ્મિતા બેન જ્યારે કોઈ પોગ્રામ માં ભાગ લેવા જતા હતા ત્યારે એ બસ માં જતા હતા રસ્મિતા બેને કીર્તિદાન ગઢવી સાથે મોટા સ્ટેજ પર પહેલી વાર ગીતો ગાયા હતા.
રશમિતાબેનનો પ્રથમ પ્રોગ્રામ રાજકોટના કાલાવડ તાલુકાના ભગેડી ગામમાં થયો હતો.ત્યારબાદ તેમને અનેક પ્રોગ્રામ મળ્યા છે. તેમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન રાજ્યો માં અને મુંબઈ, ઉજ્જૈન વગેરે જેવા મોટા શહેરો માં પણ પ્રોગ્રામ કરેલા છે.રશમિતાબેન એ ઘણાં આલ્બમ પણ બનાવ્યા છે.
જેમાં તીરથ સ્ટુડિયો સાથે રાસ રસીયા નાગલધામ સ્ટુડિયો સાથે સૌનો સમય બદલાય છે મેઘા સ્ટુડિયો સાથે કાના એક આટોતો આવ નરેશભાઈ નાવડીયા ચૅનલ માંથી મને લઈ હાલો ગુજરાત વગેરે પ્રસિદ્ધ ગીતો ગાયા છે.અને આમ પણ આપણું ગુજરાત આવા મોટા મોટા કલાકારો થી ભરેલું છે.વધુ કરીને સૌરાષ્ટ્ર ની ભૂમિ પર.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો.