ગોરી બબીતાજીના પતિ બનવાનો ચાન્સ કેમ ઐયરને જ મળ્યો ? જાણો તમે અત્યારે જ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ દિવસેને દિવસે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના જેઠાલાલ આ શોના એક મહત્વપૂર્ણ પાત્ર છે. શોના ચાહકો બબીતા ​​જી સાથે જેઠાલાલની ચેનચાળાની મજા માણી રહ્યા છે. તે જ સમયે, બબીતાજીના પતિ ઐય્યર અને જેઠાલાલ વચ્ચેની ઝઘડો પણ લોકોને ખૂબ જ આનંદ કરાવે છે.પરંતુ શું તમે જાણો છો કે ઐયરની ભૂમિકા ભજવનાર તનુજ અગાઉ લેખક તરીકે શો સાથે સંકળાયેલા હતા. એટલે કે, તનુજ શોના એક લેખક હતા.

ઐયર એટલે કે તનુજ મહાશબ્દ શોમાં બબીતા ​​જીનો પતિ કેવી રીતે બન્યો તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. દિલીપ જોશીને કારણે તનુજને ઐયરની ભૂમિકા મળી હતી. ખરેખર, તનુજ સેટ પર શૂટિંગ દરમિયાન મુનમુન દત્તા એટલે કે બબીતા ​​જી સાથે એક દ્રશ્ય વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે દિલીપ જોશીએ તેમની નજર પકડી લીધી. તેણે બંનેની વાતચીતને નજીકથી જોઈ અને ત્યારબાદ નિર્માતાઓને શોમાં તનુજ અને મુનમુનને પતિ-પત્ની તરીકે કાસ્ટ કરવા સૂચન કર્યું. ત્યારબાદ બંને પતિ અને પત્ની તરીકે પડદા પર જોવા મળ્યા.

નોંધપાત્ર વાત એ છે કે, આ શોમાં દક્ષિણ ભારતીયનો રોલ કરનાર તનુજ મૂળ મહારાષ્ટ્રિયન છે, દક્ષિણ ભારતીય નથી. મુનમુન દત્તા (બબીતા ​​જી) ની વાત કરીએ તો તે જ્યારે માત્ર 20 વર્ષની હતી ત્યારે તે આ શોનો ભાગ બની હતી. તે શોમાં ઐયરની પત્ની તરીકે ઘણાને પસંદ આવી છે.અય્યર ભાઈ હકીકતમાં મધ્ય પ્રદેશ રાજયના રહેવાસી છે.તે મધ્ય પ્રદેશના ઇન્દૌર શહેરની નજીક આવેલ દેવા શહેરના રહેવાસી છે. અય્યર ભાઈ અભિનય સિવાય લેખન વગેરેનું પણ કામ કરે છે. તેઓને ભગવાનની પૂજા-પાઠ કરવાનું વધારે ગમે છે. તેમણે ડીપ્લોમાં ઈન મરીન કોમ્યુનિકેશન નો અભ્યાસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે દિલીપ જોશી અને મુનમુન દત્તા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પહેલા પણ એક શોમાં જોવા મળ્યા હતા. હમ સબ બારાતી શોમાં બબીતા ​​અને જેઠા લાલ એક સાથે જોવા મળ્યાં હતાં. આ શો વર્ષ 2004 માં પ્રસારિત થયો હતો. આ પછી, બંને 2008 માં ‘તારક મહેતા નો ભાગ બન્યા. જેઠાલાલ ત્યારથી બબીતા ​​જીને ઓનસ્ક્રીન ફ્લર્ટ કરે છે.મિસ્ટર અય્યર ભાઈ એટલે કે તનુજ મહાશબ્દે પહેલા નાટકોમાં કામ કરતા હતા. અને આ દરમ્યાન તેમણે એક નાટક રામ બોલો ભાઈ રામ માં કામ કર્યું હતું. જેમાં તેમણે રાવણનું કિરદાર નિભાવ્યું હતું. તેમાં તે સાઉથ ઇન્ડિયન ભાષામાં બોલી રહ્યા હતા.

તે સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ડીરેક્ટર આસિત કુમાર મોદી અને દયા શંકર પાંડે બંને એ તનુજ મહાશબ્દેને જોયા હતા. ત્યારબાદ તેમને અય્યર ભાઈને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમને આ ટીવી શો જે કેરેક્ટર વિષે પસંદ કરવાના હતા તેના વિષે જણાવ્યું હતું. તો તનુજ મહાશબ્દ એ મિસ્ટર અય્યરનો કિરદાર નિભાવવા માટે હા કરી દીધી હતી.તનુજ મહાશબ્દ એ આ રોલ માટે હા પાડી દીધી હતી અને તે સમયે તે કામ બાબતમાં બિલકુલ ફ્રી બેસેલા હતા.

તેમના રોલની આ ટીવી શો માં એન્ટ્રી થવામાં હજુ ઘણો સમય બાકી હતો. લગભગ ૨ મહિના જેટલો. અને ૨ મહિના બાદ તેમનો રોલ આ ટીવી શો માં દેખાવાના કારણે તેમને સમસ્યા ઉભી થઇ હતી. તે ઇન્દૌર શહેરમાં રહેતા હતા અને આ ટીવી શો નું શૂટિંગ મુંબઈમાં ચાલુ હતું. તો તેમણે પોતાની આ મુશ્કેલી ડીરેક્ટર આસિત મોદીને જણાવી હતી કે તે ઇન્દોર શહેરમાં રહે છે અને તેમને આ મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આસિત મોદીએ તનુજને એમની ટિમ સાથે જોડાઈ શકે છે એવું જણાવ્યું હતું.તેમણે પહેલા CID ટીવી શો માં પણ કામ કર્યું છે. પણ આ ટીવી શો માં કામ મળ્યા બાદ તેમણે પોતાના મિસ્ટર અય્યરના કેરેક્ટર પર વધારે ધ્યાન આપવાનું શરુ કરી દીધું હતું.

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ ટીવી શો માં જેઠાલાલા ગડા ને નાપસંદ કરવાં વાળા મિસ્ટર અય્યર ભાઈએ જયારે આ ટીવી શો સાથે જોડાણા ત્યારે તે માત્ર અને માત્ર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગડાને જ ઓળખતા હતા.તેના સિવાય અન્ય કલાકારોની ટીમ તેમના માટે અજાણી હતી. અય્યર ભાઈએ જેઠાલાલ સાથે આ ટીવી શો પહેલા પણ નાટકમાં સાથે કામ કર્યું હતું. માટે જ તેઓ એકબીજાને પહેલાથી ઓળખતા હતા.આ ટીવી શો માં જોડાઈ ગયા બાદ બધા મુંબઈમાં રહેવાના કારણે બધાને મરાઠી આવડી ગયું હતું. પણ આ ટીવી શો ના મેકરને એ ખબર નહોતી કે અય્યર ભાઈ સાઉથના નહિ પણ ઇન્દૌરના છે અને તે મરાઠી માણસ છે.

અય્યર ભાઈની માતા નું જયારે નિધન થયું હતું ત્યારે ન્યુઝ પેપરમાં છપાઈને એવું આવ્યું હતું કે અય્યરની માતાનું નિધન ત્યારે તેમના પરિવારના લોકોએ તેમને પૂછ્યું હતું કે, તમારું સાચું નામ બીજું છે તો પછી ન્યુઝ પેપરમાં આવું કેમ આવ્યું છે ત્યારે તેમણે સમજાવ્યું હતું કે લોકો મને આ ટીવી શો ના નામથી જ ઓળખે છે માટે આવું આવ્યું હશે.પછી તેમણે મીડિયાને કહ્યું હતું કે, મારું સાચું નામ અય્યર નહિ પરંતુ તનુજ મહાશબ્દે છે. મિત્રો, ત્યારે ખરેખર એવું લાગ્યું કે, આ ટીવી સિરિયલે હકીકતમાં બધા લોકોનું દિલ જીતી લીધું છે. અને લોકો આ ટીવી શોના બધા કલાકારોને તેમના અસલી નામને બદલે આ ટીવી શોના નામથી જ ઓળખવા લાગ્યા છે.

About bhai bhai

Check Also

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં, એક સસ્તા અનાજનાં દુકાનદાર, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે…….

કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી જ્યારે પણ તેનું પરિણામ મળે ત્યારે બમણું જ મળે …