લગ્નના ચાર વર્ષ પછી માતા બની શાહિદ કપૂરની પૂર્વ ગર્લફ્રેન્ડ, પુત્રને જન્મ આપ્યો,બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. અમૃતા રાવ અને તેમના પતિ આરજે અનમોલના પ્રવક્તાએ આ નિવેદનની માહિતી આપી હતી. તેણે કહ્યું કે અમૃતા અને આરજે અનમોલ રવિવારે માતા-પિતા બન્યા. માતા અને બાળક બંને સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે અમૃતા લગ્નના 4 વર્ષ પછી માતા બની છે. તેણે નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તે તેમાં બેબી બમ્પ બતાવતી જોવા મળી હતી. તેમણે લખ્યું કે હું નવરાત્રીના શુભ પ્રસંગે નવમા મહિનામાં એકદમ ભાગ્યશાળી અનુભવું છું. માર્ગ દ્વારા, અમૃતાએ અનમોલ સાથે લગ્ન કરતા પહેલા શાહિદ કપૂર સાથે અફેર રાખ્યું હતું.
પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું- પરિવાર ખૂબ જ ખુશ છે અને અમૃતા અને આરજે અનમોલ બંનેએ તેમની શુભકામનાઓ અને આશીર્વાદ બદલ તમામ લોકોનો આભાર માન્યો. અમૃતાએ 2016 માં અનમોલ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા રાવે ઇશ્ક વિષ્ક, મૈં હૂં ના, અને વિવાહ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 2019 ની રાજકીય ફિલ્મ ઠાકરે માં જોવા મળી હતી.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અમૃતાએ કહ્યું હતું કે તે માતૃત્વના સમયગાળાથી ગભરાય છે. અમૃતાએ કહ્યું- મેં સાંભળ્યું છે કે બાળકોમાં સતત પરિવર્તન આવે છે. તમે તેમનામાં દરરોજ એક નવી વસ્તુ જોશો. હા, હું માતૃત્વના વિચારથી નર્વસ છું, પણ હું એ કહેવત પર વિશ્વાસ કરું છું – જ્યારે તમે તમારા બાળકનો ચહેરો જોશો, ત્યારે તમારી અંદરની માતા જાગી જાય છે. મારે બેબી સાથે મિત્રતા કરવી અને તેની સાથે જીવનમાં આગળ વધવું છે.
ગર્ભાવસ્થાના 9 મા મહિનામાં અમૃતાએ ચાહકોને એક સારા સમાચાર આપ્યા કે તે માતા બનવાની છે. અમૃતાએ તેના પતિ સાથે ફોટો શેર કર્યો અને લખ્યું- તમારા માટે આ 10 મો મહિનો છે અને અમારા માટે આ નવમો મહિનો છે. આશ્ચર્યજનક આશ્ચર્ય, અનમોલ અને હું ગર્ભાવસ્થાના સમયગાળાના નવમા મહિનામાં છીએ. ચાહકો સાથે આ સમાચાર શેર કરવામાં હું ઘણી ઉત્સાહિત છું. આભાર મિત્રો અમૃતાએ વધુમાં લખ્યું છે – મને દુ: ખ છે કે મેં તેને મારા પેટમાં આટલા લાંબા સમય સુધી ખેંચ્યું હતું, પરંતુ તે સાચું છે કે બાળક જલ્દી આવે છે. મારા અને અનમોલના પરિવાર માટે આ એક રોમાંચક પ્રવાસ છે.
અમૃતા રાવ અને અનમોલ સૂદે તેમના ફૅન્સને ખુશખબર આપી છે કે તેઓ પેરેન્ટ્સ બન્યા છે. અમૃતા રાવે દિકરાને જન્મ આપ્યો છે.તેમણે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે, અમૃતા અને બાળક સ્વસ્થ છે. ફેમિલી ખૂબ જ ખુશ છે અને અમૃતા અને RJ અનમોલ શુભેચ્છા અને આર્શિવાદ આપવા બદલ દરેકનો આભાર માને છે.
બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવ ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. જેમાં તે તેના પતિ આરજે અનમોલ ની સાથે જોવા મળી રહી હતી. આ ફોટોમાં અમૃતાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ વાતને એક્ટ્રેસે જાતે તેમના ફેન્સને શેર કરી છે. અમૃતા રાવે ઇન્સ્ટાગ્રામ પર તેમના પતિની સાથે એક તસવીર શરે કરી છે. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
અમૃતા રાવે શેર કરી પોસ્ટ,અમૃતા રાવ ફોટો શેર કરતા લખે છે કે, તમારા માટે આ 10મો મહિનો છે અને અમારા માટે નવમો મહિનો છે. સરપ્રાઇઝ સરપ્રાઇઝ, અનમોલ અને હું પ્રેગ્નેન્સી પીરિયડના નવમાં મહિનામાં છીએ. ફેન્સ સાથે આ ન્યૂઝને શેર કરવાની સાથે હું ઘણી એક્સાઇટેડ છું. મિત્રોનો આભાર માનું છું. તમારી સામે આ ન્યૂઝ મોડા શેર કરવા માટે માફી પરંતુ આ સત્ય છે, બેબી ટૂંક સમયમાં આવવાનો છે.મારા અને અનમોલના પરિવાર માટે આ ઘણી એક્સાઇટિંગ સફર છે. યૂનિવર્સનો આભાર, તમારો આભાર, આ રીતે તમારી દુવાઓ કરતા રહો.
વિવાહ ફેમ બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવ માતા બની છે. તેણે દીકરાને જન્મ આપ્યો છે. અમૃતા રાવ અને આરજે અનમોલે થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તેઓ માતા-પિતા બનવાના છે. અમૃતા રાવએ રવિવારે દીકરાને જન્મ આપ્યો હતો. જાણવા મળ્યાનુસાર અમૃતા અને તેનું બાળક સ્વસ્થ છે. આ વાત સામે આવ્યા બાદ બંને પર શુભચ્છાઓ વરસી રહી છે.
અમૃતા રાવની એક તસવીર વાયરલ થઈ હતી ત્યારબાદ 19 ઓક્ટોબરે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે ગર્ભવતી છે અને ટુંક સમયમાં તે બાળકને જન્મ આપશે. અમૃતા અને આરજે અનમોલે આ વાતને 9 મહિના સુધી જાહેર કરી ન હતી.
અમૃતા રાવ બાબતે વાત કરતા સૂદે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આજે હુ એક અલગ જ લાગણીનો અનુભવ કરી રહ્યો છુ, મને એવુ લાગી રહ્યુ છે કે હુ વિશ્વની ટોચ ઉપર ઉભો છું. મારા નસીબ અને ધ્યેય ઉપર હું સંપૂર્ણ વિશ્વાસ રાખુ છું. આ એવી બાબતો છે તેનું પ્લાનિંગ કર્યું નહોતુ.પ્રેગ્નેન્સી સમયે પત્નીનું કેવી રીતે ધ્યાન રાખે છે એ બાબતે અનમોલે કહ્યું કે, અમૃતા મારા માટે પ્રિન્સેસ છે એટલે હું એને એવી રીતે જ ટ્રીટ કરુ છું. પહેલા દિવસથી જ હું એને પ્રિન્સેસની જેમ ટ્રીટ કરુ છું.
લૉકડાઉનને આર્શિવાદરૂપ જણાવતા કહ્યું કે, આવી તક કોને મળે કે એકબીજા સાથે 24 કલાક સાથે રહી શકીએ. મહામારીની ગંભીરતાને સમજતા અમે ઘરની બહાર નીકળતા જ નહોતા.અમૃતા રાવે મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રેગ્નેન્સીના દિવસો બાબતે કહ્યું કે, મને એવુ લાગતુ હતુ કે હુ ફરી બાળપણમાં આવી ગઈ છું. મને એવુ લાગતુ હતુ કે હુ બાળક છુ અને મારી એ રીતે કૅર કરવામાં આવી રહી છે. અનમોલ દરરોજ રાત્રે ભગવદ્ ગીતાના પાઠ વાંચીને મને અને મારા બેબીને સંભળાવતો હતો.
તાજેતરમાં અમૃતા રાવ ગર્ભવતી હોવાની વાત જાહેર થઈ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર તેની ખાસ્સી ચર્ચાઓ ચાલી અને છ- સાત મહિનાથી અમૃતાએ લોકોથી જે વાત સંતાડી રાખી હતી તેના વિશે તેણે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે મને એવું લાગતું હતું જાણે હું મારું બાળપણ ફરીથી જીવી રહી છું.
અમૃતાએ વધુમા કહ્યું હતું કે મને હજી સુધી જાણે કે માનવામાં જ નથી આવતું કે મારી કૂખેથી આ પૃથ્વી પર નવો જીવ અવતરવાનો છે. કદાચ એવું બન કે મારું શિશુ મારા હાથમાં આવે ત્યારે મને કુદરતનો આ કરિશ્મા સાચો લાગે.
અભિનેત્રી પોતાની ગર્ભાવસ્થા વિશે કહે છે કે મારા પતિ આરજે અનમોલે મારો ગર્ભવતી હોવાનો રિપોર્ટ પહેલાં જોયો હતો અને તરત જ મને તેના વિશે જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતા રાવ અને આરજે અનમોલે સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ ૨૦૧૬ના મે મહિનામાં વિવાહ કર્યાં હતાં. અમૃતા અને અનમોલે પોતાનું કુટુંબ આગળ વધારવા કોઈ નિયોજન નહોતું કર્યું. અભિનેત્રીએ કહ્યું હતું કે આ કરિશ્મા આપોઆપ થઈ જાય.તેનું નિયોજન ન કરાય.
અમૃતાને ગર્ભ રહ્યો ત્યારબાદ તરત જ કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ તેથી અભિનેત્રી તેના સ્વાસ્થ્ય બાબતે એકદમ સચેત થઈ ગઈ હતી. તે કહે છે કે મારું શારીરિક- માનસિક આરોગ્ય મારી પ્રાથમિકતા હતા. મઝાની વાત એ છે કે જાણે મારા ગર્ભસ્થ શિશુને પણ આ મહામારીની જાણ થઈ ગઈ હોય તેમ તેણે કોઈ ખાસ વસ્તુઓ ખાવાની ઈચ્છા નહોતી દર્શાવી. મને ક્યારેયકોઈ ખાસ વાનગી ખાવાની તલબ નથી થઈ. બસ, મને જે ઈચ્છા થાય તે હું ખાઈ લઉં છું. અલબત્ત, અનમોલ મને બહુ લાડ લડાવે છે.
ગર્ભાવસ્થાના આ તબક્કાને અમૃતા હિન્દી ગીત ‘જીવન કી બગીયા મહેકેગી, ખુશીયોં કી કલિયાં ખિલેગી, થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા ફિર સે બચપન હમારા.સાથે સાંકળે છે.
હમણાં અનમોલનું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી બંનેને સાથે ગાળવા માટે માતબર સમય મળી રહ્યો છે. અમૃતા કહે છે કે અનમોલ રોજ રાત્રે મને અને મારા ગર્ભસ્થ શિશુને ભગવદ્ગીતા વાંચી સંભળાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે લોકડાઉનના આરંભમાં અમૃતા અને અનમોલે એક નવજાત બાળકીનું નામકરણ કરતું લાઈવ સેશન ઈન્સ્ટાગ્રામ પર કર્યું હતું. આ બાબતે તે કહે છે કે અમારા એક પ્રસંસકે અમને તેની નવજાત પુત્રીનું નામકરણ કરવાની વિનંતી કરી હતી અને અમે તેનું નામ દેવિકા રાખ્યું હતું. અમારો આ સૌપ્રથમ લાઈવ વિડિયો હતો. કદાચ બ્રહ્માંડમાંથી અમને એવો સંકેત મળ્યો હતો કે હવે અમારું કુટુંબ પણ વિસ્તરવાનું છે. જોકે તેણે તરત જ ઉમેર્યું હતું કે અમે અમારા શિશુ માટે હજુ સુધી કોઈ નામ સુનિશ્ચિત નથી કર્યું.
અમૃતાએ લોકડાઉનના સમયમાં જ બે પ્રોજેક્ટ માટે હા પાડી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે હવે આ પ્રોજેક્ટ વિલંબમાં પડયાં છે અને હવે જ્યારે મેળ પડશે ત્યારે આગળ વધશે.