બોલિવૂડ માં ભલે આ અભિનેત્રીઓ ફ્લોપ થઈ ગઈ પણ લગ્ન એવા કરોડપતિ લોકો સાથે કર્યા કે આજે જીવે છે રાણી જેવું જીવન….

આ અભિનેત્રીઓ બોલિવૂડમાં ફ્લોપ થઈ, લગ્ન માટે અબજોપતિ વર શોધ્યો.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેમણે ફિલ્મો કરી હતી પરંતુ તેમની ફિલ્મ કારકિર્દીમાં ખાસ કંઈ કરી શકી ન હતી. જો કે હવે પડદાથી અંતર બન્યું છે કારણ કે આ અભિનેત્રીઓએ હવે એક પ્રખ્યાત ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે. હવે તે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. તે જ સમયે, તેમની પાસે હવે કોઈ પણ વસ્તુનો અભાવ નથી. આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ

આયેશા ટાકિયા,અભિનેત્રી આયેશા ટાકિયાએ તેની કારકિર્દીમાં ઘણી ઓછી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની કારકિર્દીમાં વધુ ફ્લોપ ફિલ્મો આવી છે. તેણે રેહરાના માલિક ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા અને આઝમીના પિતા અબુ અસીમ આઝમી સમાજવાદી પાર્ટીના નેતા છે. આયેશા અને ફરહાનને એક પુત્ર પણ છે જેનું નામ મિકેઇલ આઝમી છે.

ફિલ્મ ‘ટાર્ઝન’થી બોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આજે આયેશા ટાકિયાનો જન્મદિવસ છે. આયેશાનો જન્મ 10 એપ્રિલ 1986માં મુંબઈમાં થયો હતો. ફિલ્મ ‘ટાર્ઝન-ધ વંડર કાર’ માટે 2004માં બેસ્ટ ડેબ્યુ એકટ્રેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
આયેશાનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા મહારાષ્ટ્રીયન અને માં ફરિદા બ્રિટિશ છે. 2006માં ફિલ્મ ‘ડોર’ માટે બેસ્ટ એકટ્રેસ સ્ક્રીન એવોર્ડ આપવામાં આવ્યો. આયેશા ટાકિયાએ15 વર્ષની ઉંમરથી મોડલિંગની શરૂઆત કરી હતી.

‘વોન્ટેડ’, ‘દિલ માંગે મોર’, ‘સલામ એ ઇશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. તેલૂગુ ફિલ્મોમાં કામ કર્યુ. તેલૂગુ ફિલ્મ ‘સુપર’ માટે ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.આયેશાએ 2009માં અબૂ અસીમ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. આયશા અને ફરહાનને એક પુત્ર મિકૈલ છે. ફરહાન સમાજવાદી નેતા અબૂ આઝમીનો પુત્ર છે.કેટલાક વર્ષ પહેલા આયશા ટાકિયાએ હોઠ પર સર્જરી કરાવી હતી ત્યારે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે આયેશાએ કહ્યું હતુ કે આ માત્ર એક અફવા છે તેણે કોઈ સર્જરી કરાવી નથી.

ઇશા દેઓલ,અભિનેત્રી ઇશા દેઓલ ધર્મેન્દ્ર અને હેમાની પુત્રી હોવા છતા તેણે બોલિવૂડમાં કંઇ ખાસ કમાલ કરી ન હતી. ઇશાએ વર્ષ 2012 માં ડાયમંડ વેપારી ભરત તખ્તાની સાથે લગ્ન કરીને બોલીવુડને અલવિદા કહ્યું હતું. રાધા અને મીરાયા નામની બંનેની બે મનોહર પુત્રી છે.

ગાયત્રી જોશી,અભિનેત્રી અને મોડેલ ગાયત્રી જોશીએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘સ્વદેસ’ માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તેમની પ્રથમ અને છેલ્લી ફિલ્મ સાબિત થઈ, ત્યારબાદ ગાયત્રીએ રીઅલ એસ્ટેટ ટાઇકૂન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી દૂર રહ્યા.

દેશમાં એવા અનેક બિઝનેસમેન છે. જેમણે બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે લગ્ન કર્યા છે. તેમાંથી જ એક છે મહારાષ્ટ્રના બિઝનેસમેન વિકાસ ઓબેરોય. જેમણે ગાયત્રી જોશી સાથે લગ્ન કર્યા છે. ગાયત્રી જોશીએ પોતાની પહેલી ફિલ્મ ‘સ્વદેશ’ કરી હતી. જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. રિયલ એસ્ટેટ ટાયકૂન વિકાસ ઓબેરોયની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ ગાયત્રી જોશીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

લગ્ન પછી સંભાળે છે અબજોનો બિઝનેસ,વિકાસ ઓબેરોયને સમગ્ર દુનિયામાં રિયલ એસ્ટેટ ટાયકૂન તરીકે ઓળખવામાં આવે છે. તે મુંબઇમાં રિયલ એસ્ટેટ ફર્મ ચલાવે છે.રિપોર્ટ્સના મતે 46 વર્ષના વિકાસનું નેટવર્થ 1.6 અબજ ડોલર (10 હજાર કરોડ કરતા વધારે) છે.ગાયત્રી પોતાના પતિના વ્યવસાયને આગળ વધારવા માટે ખભે ખભો મિલાવીને સાથ આપે છે.ઓબેરોય ઇન્ડસ્ટ્રિમાં ગાયત્રીના પણ શૅર છે. ગાયત્રી પતિ વિકાસ ઓબેરોય સાથે બિઝનેસ મિટિંગમાં પણ જાય છે.

દેશભરમાં છે અનેક પ્રોજેક્ટ,વિકાસ ઓબેરોય ‘ઓબેરોય રિયાલિટી’નો ચીફ મેનેજિંગ ડિરેક્ટર છે. તેના મુંબઇમાં 40થી વધારે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે.મુંબઇ ઉપરાંત તેના ગોવામાં પણ અનેક પ્રોજેક્ટ્સ છે.નોંધનીય છે કે વિકાસે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

લગ્ન પછી છોડી એક્ટિંગ,વિકાસ અને ગાયત્રીના લગ્ન 2005માં લાસ વેગાસમાં થયા હતાં. લગ્ન કર્યા પછી ગાયત્રીએ એક્ટિંગ કરિયરને અલવિદા કહ્યું હતું.તેને બે દીકરાઓ છે. પહેલા દીકરાનો જન્મ 1 સપ્ટેમ્બર 2006ના રોજ અને બીજા દીકરાનો જન્મ ઓગસ્ટ 2010માં થયો હતો.

સંદાલી સિંહા,મોડલ અને અભિનેત્રી સંદાલી સિંહાએ તેની કારકિર્દીમાં ફક્ત 4 થી 5 ફિલ્મોમાં જ કામ કર્યું છે. ત્યારબાદ નવેમ્બર 2005 માં કિરણ સાલસ્કાર સાથે લગ્ન કર્યા. તે ઇમ્પ્રેસારીયો એન્ટરટેઇનમેન્ટ અને હોસ્પિટાલિટીના પ્રમોટર ડિરેક્ટર છે જે મોચા, સોલ્ટવોટર ગ્રીલ, સોલ્ટવોટર કેફે, સ્મોક હાઉસ ડિલી, ટેસ્ટિંગ રૂમ, સ્ટોન વોટર ગ્રીલ અને વધુ ઘણા રેસ્ટોરન્ટ્સ અને કાફે જેવા બ્રાન્ડ્સના માલિક છે.

સેલિના જેટલી,બોલિવૂડમાં હિટ ફિલ્મોમાં આવ્યા પછી પણ અભિનેત્રી સેલિના જેટલીને એટલી લોકપ્રિયતા મળી નથી. પછી ફિલ્મોથી દૂર થયા પછી, તેણે પીટર હોગ સાથે લગ્ન કર્યા, જે ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે.

આજકાલ સેલિના જેટલી તેના પરિવાર સાથે તેનો સમય ગાળી રહી છે. સેલિના જેટલી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સેલિના જેટલી તેની અને તેના પરિવારજનોની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બરે 1981માં હિમાચલ પ્રદેશના સિમલામાં થયો હતો. સેલિનાના પિતા વી.કે. જેટલી રિટાયર્ડ કર્નલ હતા, જેનું 2 વર્ષ પહેલા નિધન થયું હતું.

સેલિના જેટલી 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
ફેમિના મિસ ઇન્ડિયા બન્યા બાદ સેલિના જેટલીએ ફેમિના મિસ ઇન્ડિયા બાદ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.તે બાદ 2003માં સેલિના જેટલીએ ‘જાનશીન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ સેલિના જેટલીએ બોલીવુડમાં એક જગ્યા બનાવી લીધી હતી. પરંતુ લગ્ન થયા બાદ સેલિના જેટલી ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી.

સેલિનાએ 2011માં તેના વિદેશી બોયફ્રેન્ડ અને બિઝનેસમેન મૈન પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2012માં સેલિનાએ 2 પુત્રોને જન્મ આપ્યો હતો જેના નામ વિરાજ અને વિસ્ટન હતા.

ત્યારબાદ 2017માં સેલિના જેટલી ફરીવાર માતા બની હતી. સેલિના જેટલીએ બીજીવાર પણ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જેનું નામ આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગ હતું. પરંતુ આ પૈકી એક બાળક વધુ દિવસ સુધી જીવિત રહ્યું ના હતું.

કિમ શર્મા,અભિનેત્રી કિમ શર્માને ફિલ્મ મોહબ્બતેનથી ઘણી હેડલાઇન્સ અને લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મ પછી તેની બોલિવૂડ સુધીની સફર એટલી સારી નહોતી. કિમનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ સંકળાયેલું હતું. ત્યારબાદ, છૂટા થયા પછી તેણે ઉદ્યોગપતિ અલી પંજાબી સાથે લગ્ન કર્યા.

ટીના અંબાણી,અભિનેત્રી ટીના અંબાણીએ અનિલ અંબાણી સાથે લગ્ન પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સને ડેટ કરી દીધા છે. હાલમાં તેણે થોડીક ફિલ્મોમાં કામ કર્યું છે. તે હવે ભારતના સૌથી ધનિક માણસોમાંના એક અનિલની પત્ની છે.

અસીન,અભિનેત્રી અસિન બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી હતી.તેણે ઘણા બોલિવૂડ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પછી માઇક્રોમેક્સ કંપનીના માલિક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મોથી દૂર છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …