અંગૂરી ભાભી હવે આ વેબ સિરીઝ માં કરશે સોમાન્સ અને હોટ સીન્સ, જાણો કોને છે એમની ઓપોઝીટ માં….

એકતા કપૂરની વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરનારી અંગુરી ભાભી શાહિર શેઠ સાથે રોમાંસ કરતી જોવા મળશે. લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલી શિલ્પા શિંદે લાંબા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી દૂર હતી. જોકે અભિનેત્રીએ થોડા મહિના પહેલા ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાનથી ટીવી પર કમબેક કર્યું હતું, પરંતુ બાદમાં તેણે આ શો છોડી દીધો હતો. શિલ્પાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરીને નિર્માતાઓ પર વિવિધ આક્ષેપો કર્યા હતા. શિલ્પા શિંદે હવે એકતા કપૂરની આગામી વેબ સિરીઝ ‘પૂર્ષાપુર’માં જોવા મળશે. તાજેતરમાં જ આ સિરીઝનું ટીઝર સામે આવ્યું છે, જેમાં શિલ્પા રાજકુમારી જેવી લાગી રહી છે. કૃપા કરી કહો કે તેમાં શિલ્પા મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. શિલ્પા શિંદે શહિર શેખ સાથે જોવા મળશે

‘પૂર્ષાપુર’ વેબ સિરીઝમાં શિલ્પા શિંદે ટીવી એક્ટર શહિર શેખ સાથે રોમાંસ કરતી જોવા મળશે. પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રી રાણીના અવતારમાં જોવા મળી રહી છે. શિલ્પા અને શાહિર ઉપરાંત મિલિંદ સોમન, સાહિલ સલાથિયા, અન્નુ કપૂર પણ આ વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે. અન્નુ કપૂરનો અવાજ ટીઝરની પૃષ્ઠભૂમિમાં સંભળાય છે.

‘પૂર્ષાપુર’ શ્રેણી એ એક પિરિયડ ડ્રામા છે, જે ઓલ્ટ બાલાજી એપ પર બતાવવામાં આવશે. શ્રેણીમાં સામ્રાજ્ય, સંઘર્ષ અને સત્તા માટે ચાલુ રાજકારણ જોશે. આ પહેલીવાર છે જ્યારે શિલ્પા શિંદે અને શહિર શેઠ ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે. આ મોટા બજેટ ફિલ્મના શૂટિંગ માટે નયગાંવ વિસ્તારમાં એક ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ સિવાય એકતા કપૂર હાલમાં 15 નવા શોમાં કામ કરી રહી છે. લોકડાઉન દરમિયાન, જ્યારે અન્ય નિર્માતાઓ કન્સેપ્ટનો અભાવ જોઇ રહ્યા છે, તે દરમિયાન, એકતા નવા શો સાથે દર્શકોને મનોરંજન આપી રહી છે.

શિલ્પા શિંદે અને રોમિત રાજના સંબંધ બીગ બોસ દરમિયાન ઘણા સમાચારોમાં આવ્યા હતા. બન્નેને ટીવી સીરીયલમાં એક સાથે કામ કરતા દરમિયાન પ્રેમ થઇ ગયો હતો અને તે વર્ષ ૨૦૦૯ માં લગ્ન કરવાના હતા. તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ છેવટે કોઈ કારણથી તેમની સગાઈ તૂટી ગઈ. છેવટે બન્નેએ આ લગ્ન માટે ના કહી દીધી હતી.

ટીવીના ફેમસ રિયાલિટી શો ‘બિગ બસો 14’માં નવા ચહેરાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ છે અને ત્યારબાદ અમુક અન્ય સભ્ય ટાઈમ-ટાઈમ પર ઘરમાં એન્ટ્રી લેશે. આ વચ્ચે ખબર છે કે સિનિયર કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન પછી ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે પણ દિવાળીના ખાસ અવસર પર ઘરમાં એન્ટ્રી લેશે જોકે એક્ટ્રેસે આ વાતને નકારી દીધી હતી. તેનું માનવું છે કે સિનિયર પ્લેયરનું ઘરમાં જવું શોમાં હાલના કન્ટેસ્ટન્ટ માટે અનફેર છે.

હાલમાં જ આવેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર શિલ્પાએ કહ્યું, હું આ સીઝન ઘરમાં એન્ટ્રી નથી લઇ રહી કારણકે હું હંમેશાં માટે શોથી આગળ વધી ગઈ છું. મને અલગ- અલગ કામ કરવું ગમે છે. કોઈ કામ ફરીવાર કરવું ગમતું નથી. મારા દર્શકોએ મને હંમેશાં અલગ અવતારમાં જોઈ છે અને મારો અપકમિંગ અવતાર પણ દર્શકો માટે મોટું સરપ્રાઈઝ હશે.

જૂના કન્ટેસ્ટન્ટને વારંવાર કેમ બોલાવે છે: શિલ્પા,શિલ્પા શિંદે 11મી સીઝન જીત્યા બાદ ‘બિગ બોસ 12’માં એક ટાસ્ક માટે મહેમાન બનીને પહોંચી હતી. આ દરમ્યાન વિકાસ ગુપ્તા પણ શોમાં સાથે આવ્યો હતો ત્યારબાદથી જ શિલ્પા શોથી અલગ થઇ ગઈ છે. આના પર એક્ટ્રેસનું કહેવું છે કે, મને સમજાતું નથી કે જૂના કન્ટેસ્ટન્ટને વારંવાર શોમાં કેમ બોલાવવામાં આવે છે. હું ખરેખર જાણવા ઈચ્છું છું કે શું આ હાલના કન્ટેસ્ટન્ટ માટે અનફેર નથી.

મહિના સુધી ચાલેલા લડાઈ-ઝઘડા, સંવેદનશીલતા અને રૃક્ષતા પછી ‘બિગ બોસ-૧૧’ નો અંત આવ્યો. અને ‘ભાભીજી ઘર પર હૈ’ ને લોકપ્રિય બનાવનાર અભિનેત્રી શિલ્પા શિંદે તેમાં વિજેતા બની. તેણે વિજેતાની ટ્રોફી હાથમાં ઝાલી ત્યારે તેના ચહેરા પર મિશ્ર લાગણીઓનું પૂર આવ્યું હતું.

આ શોમાં વિજેતા બન્યા પછી ૪૪ લાખ રૃપિયા જેવી માતબર રકમ મેળવનાર અભિનેત્રી કહે છે કે મને પૂરો આત્મવિશ્વાસ હતો કે હું આ શોની વિજેતા બનીશ. સલમાન ખાન ‘વીક એન્ડ કા વાર’ વખતે અમારા વિશે જે કહેતા તેના પરથી મારામાં આ આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. બાકી હું જાણતી હતી કે આ શોમાં સતત રણનીતિઓ ઘડવાની છે.

તેથી હું ક્યારેય ‘બિગ બોસ’ માં આવવા તૈયાર નહોતી. અગાઉ મેં ઘણી વખત તેને માટે ના પાડી હતી. પરંતુ આ વખતે ચેનલવાળાઓએ મને સાત કલાક સુધી સમજાવીને હા પડાવી હતી. જો કે એક વખત શોમાં આવ્યા પછી મેં કોઈ ઢોંગ નહોતો કર્યો. હું ‘બિગ બોસ’ ના ઘરમાં એવી જ રહી હતી જેવી હું વાસ્તવમાં છું.

તે વધુમાં કહે છે કે હું ઘણી વખત આક્રમક થઈ જતી, ક્રોધે ભરાઈ જતી, પણ પછી શાંત પણ પડી જતી. હું સાડા ત્રણ મહિના સુધી અભિનય તો ન જ કરી શકું. તે વધુમાં કહે છે કે દર્શકો મને ચોક્કસ અંદાજમાં જોવા ટેવાયેલા છે. આમ છતાં હું આટલા લાંબા સમય સુધી મારા પાત્ર જેવી હોવાનો ઢોંગ તોે ન જ કરી શકું.

શિલ્પાને લાગે છે કે ‘ભાભીજી ઘર પર હૈ’ શોમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યા પછી તેની ઘણી બદનામી કરવામાં આવી હતી. અને તે તેનો જડબાતોડ જવાબ આપવા માગતી હતી. પરંતુ તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. તે કહે છે કે જીવનમાં કોઈપણ વસ્તુ શાશ્વત નથી. આ શોના માધ્યમથી મને જવાબ આપવાનો મોકો મળી ગયો. પબ્લિક વોટિંગના માધ્યમથી મળેલી જીતે પૂરવાર કરી બતાવ્યું કે લોકો આજે પણ મને ચાહે છે.

શિલ્પા ‘બિગ બોસ’ ના ઘરમાં હતી ત્યારે તેના માટે રેકોર્ડ બ્રેક ટ્વીટ થયાં હતા. આ બાબતે તે કહે છે કે મને જ્યારે લાઈવ વોટિંગ માટે મોલમાં મોકલવામાં આવી હતી ત્યારે મારા કેટલાંક ચાહકોએ મને આ વાત કરી હતી.

તેથી મને તેનો અંદાજ તો આવી જ ગયો હતો. મારા ઘણાં પ્રશંસકોએ મને એમ પણ કહ્યું હતું કે તેઓ આ શો માત્ર મારા અને સલમાન ખાન માટે જ જુએ છે. તેમણે મને પુનિશ શર્મા પર ભરોસો ન કરવાની ભલામણ પણ કરી હતી. બાકી આ ઘરમાં રહેવાનું સહેલું નહોતું. અમારા ઉપર અત્યંત કઠિન શરતો લાદવામાં આવતી હતી. પરંતુ મને એ વાતનો આનંદ છે કે હું મારા મક્કમ મનોબળને કારણે વિજેતા બની.

શિલ્પા એમ પણ માને છે કે છેલ્લા થોડા સમયમાં બહારની દુનિયામાં તેની સાથે જે થયું તેને કારણે તેનું મનોબળ વધુ મક્કમ બન્યું હતું. તેને કારણે તે આ શોમાં ટકી શકી. બાકી તેના સ્પર્ધકો કેટલા ભયંકર હતા તે તેના સિવાય કોઈ સમજી નહીં શકે. તેઓ તેને પહેલા દિવસથી જ આક્રમક લેખાવતા હતા.

‘ભાભીજી ઘર પર હૈ’ શોમાંથી બહાર ફેંકી દેવામાં ‘બિગ બોસ’ ના એક સ્પર્ધક વિકાસ ગુપ્તાનો સૌથી મોટો ફાળો હતો. શિલ્પા આ બાબતે કહે છે કે જ્યારે મને ખબર પડી કે વિકાસ ગુપ્તા પણ આ શોમાં ભાગ લેવાનો છે ત્યારે જ મને લાગ્યું હતું કે દાઢમાં કાંઈક કાળું છે.

બાકી અત્યાર સુધી કોઈ પ્રોડયુસરે આ શોમાં ભાગ નથી લીધો. જો કે મેં હસતા હસતા મારો બદલો લઈ લીધો. તે વધુમાં કહે છે કે જો કે પછીથી મારા મનની ખટાશ દૂર થઈ ગઈ હતી. અને તેણે મને તેની સાથે કામ કરવાની ઓફર પણ આપી હતી. પરંતુ મેં દૈનિક શ્રેણી કરવાની ના પાડી દીધી હતી.

તેથી વિકાસે મને એક વેબ સિરિઝમાં કામ કરવાની ઓફર આપી હતી. તેણે મને તેની કહાણી પણ સંભળાવી હતી. અને એમ પણ કહ્યું હતું કે બહાર નીકળીને ના નહીં પાડી દેતી. મને તની કહાણી ગમી છે. અને હું મારું વચન પાળીશ. પરંતુ હવે મારામાં દૈનિક ધારાવાહિક કરવાની ત્રેવડ નથી.

અભિનેત્રીને ફિલ્મોમાં કામ કરવું છે. તેને ફિલ્મોની ઓફરો પણ આવી હતી. તે કહે છે કે આ ફિલ્મોનું શૂટિંગ નવેમ્બર – ડિસેમ્બરમાં શરૃ થવાનું હતું. પરંતુ હું ફિલ્મ સર્જકોને જણાવ્યા વિના જ ‘બિગ બોસ’ માં આવી ગઈ હતી. તેથી તેના વિશે હાલના તબક્કે હું કાંઈ નથી જાણતી. હવે જે થવાનુ ંહશે તે સમય જ કહેશે.

શિલ્પા સિવાય કામ્યા પંજાબી અને શેફાલી બગ્ગા જેવા શોના ઘણા સિનિયર કન્ટેસ્ટન્ટે જૂના સભ્યોને જોઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોનું માનવું છે કે શરૂઆતના અઠવાડિયાંમાં માત્ર જૂના કન્ટેસ્ટન્ટનો ઝઘડો અને ટાસ્ક દેખાડવામાં આવી રહ્યા હતા જેનાથી નવા સભ્યોની ઇમેજ ખુલીને બહાર ન આવી. જોકે ત્રણેય તૂફાની સિનિયર્સ બહાર આવ્યા બાદ બધાની ગેમ સમજાઈ રહી છે.

કલર્સ ટીવી ચેનલ પરના જાણીતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનની વિજેતા ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે બની છે. 14 જાન્યુઆરી, રવિવારે લોનાવલામાં આયોજિત ગ્રેન્ડ ફિનાલેમાં બોલીવૂડ અભિનેતા અને શો સંચાલક સલમાન ખાને વિજેતા તરીકે ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલની ‘અંગૂરી ભાભી’ તરીકે જાણીતી શિલ્પા શિંદેનું નામ ઘોષિત કર્યું હતું. શિલ્પાએ બિગ બોસ હાઉસમાં એની સાથે રહેલા 17 સ્પર્ધકોને હરાવીને આ ટ્રોફી જીતી છે.

આ શોની વધુ સિઝન પણ બનાવાશે અને બીજા નવા કલાકારોનો પણ ઉમેરો કરવામાં આવશે. શોના શુટીંગ માટે મુંબઇ બહાર એક ભવ્ય સેટ ઉભો કરાયો છે. સચિન્દ્ર વત્ તેના નિર્દેશક છે અને સચિત મોહિતે નિર્માતા છે. પોૈરષપુરનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફેબ્રુઆરી-૨૧માં અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થશે. અલ્ટ બાલાજીએ એક જબરદસ્ત એકશન થ્રિલર સિરીઝ બેંગ બેંગની જાહેરાત પણ કરી છે અને તેનું કામ ચાલી રહ્યું છે

શિલ્પાને ટ્રોફી ઉપરાંત ઈનામરૂપે રૂ. 44 લાખ પણ મળ્યા છે. એક પછી એક સ્પર્ધક હરીફાઈમાંથી આઉટ થયા બાદ છેલ્લે હિના ખાન સાથેની અંતિમ હરીફાઈ રહી હતી. છેવટે સોશિયલ મિડિયા પર વોટિંગમાં મળેલા સૌથી વધારે મતના આધારે શિલ્પા વિજેતા બની. 106 દિવસ સુધી ચાલેલા આ શોમાં શિલ્પાએ સમજદારીપૂર્વક ખેલ રમ્યો હતો. શિલ્પા વિજેતા તરીકે પોતાનું નામ જાહેર કરાયા બાદ લાગણીવશ થઈ ગઈ હતી અને એણે વોટિંગમાં પોતાનું સમર્થન કરનાર સૌનો આભાર માન્યો હતો.

ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી નોખા અનોખા કન્સેપ્ટ સાથે વેબ સિરીઝ અને શો આપવા માટે જાણીતું છે. હવે અહિ એક પિરિયડ ડ્રામા શો આવી રહ્યો છે જેનું નામ ‘પોૈરષપુર’ રખાયું છે. કહેવાય છે કે શોની સ્ટોરી લાઇન ગેમ્સ ઓફ થ્રોન્સ પર આધારીત છે. રજવાડી કુટુંબો વચ્ચેની સત્તા માટેની લડાઇ આ શોમાં હશે. મિલિન્દ સોમણ, અન્નુ કપૂર, શિલ્પા શિંદે, શહિર શેખ, ફલોરા સૈની, અનંત જોષી જેવા કલાકારો આ શોમાં કામ કરી રહ્યા છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …