પાણીનો ઝડપથી પ્રવાહ અટકાવવા નદીઓ પર ડેમ બનાવવામાં આવ્યા છે. વિશ્વમાં ઘણા મોટા અને આશ્ચર્યજનક ડેમો બન્યા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પરંતુ આજે અમે તમને ભારતમાં આવેલા કેટલાક ડેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે ચોકી જશો.સલાઉલીમ ડેમસલાઉલીમ નદી પરના આ પુલને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે તમારો આખો દિવસ આ સ્થળે વિતાવી શકો છો,કારણ કેતેને પર્યટક સ્થળ બનાવી દેવામાં આવ્યું છે. તેની આસપાસ ઘણા ધોધ બનાવમાં આવ્યા છે, જે જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.
સરદાર સરોવર ડેમગુજરાતમાં નર્મદા નદી પર આવેલ આ બંધને જોવા માટે પર્યટકો દેશ-વિદેશથી આવે છે. આ ખાસ પર્યટક માટે એક વિશેષ સ્થળ પણબનાવવામાં આવ્યું છે. રાત્રે ટમટમતી લાઇટ્સ સાથે, આ ડેમ વધુ સુંદર લાગે છે.શ્રીસૈલેમ ડેમકૃષ્ણ નદી પર બનેલો આ ડેમ પણ ખૂબજ મોટો છે. આ ડેમ હવે તેલંગાણામાં ખૂબ પ્રખ્યાત છે. આસપાસ પહાડો ને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
ઇડુક્કી ડેમકેરળનો આ ડેમ જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. આવા પ્રકાર નો ડેમ તમને વિદેશમા વધુ પડતો જોવા મળશે આની આસપાસનુ દ્રશ્ય પણ એકદમ સુંદર લાગે છે.ટિહરી ડેમસુંદર પર્વતો અને લીલીહરિયાળી થી ઘેરાયેલા ભગીરથ ઉપર બનેલો આ ડેમ પણ ખૂબ જ સુંદર છે. તે ભારતમાં સૌથી ઊચો ડેમ માનવામાં આવે છે.