આ લોકો માટે ખુબજ શુભ ગણવામાં આવે છે બિલાડી નો રસ્તો કાપવું,થઈ જાય છે માલામાલ….

ભારત દેશને વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. ભારત દેશની અંદર અનેક ધર્મો અને અનેક અલગ-અલગ સંપ્રદાયના લોકો રહેતા હોય છે. ભારત એક ધાર્મિક દેશ છે, અને સાથે સાથે ભારત દેશની અંદર અનેક એવી બાબતો છે કે જેમાં શુભ અને અશુભ વસ્તુઓ સાથે દરેક બાબતને જોડી દેવામાં આવે છે. ભારત દેશમાં ઘણા લોકો એવા છે કે તેની આસપાસ રહેતા પશુ પક્ષીઓ ના આધારે પણ તે પોતાની સાથે થનારી સારી અને ખરાબ ઘટનાઓનું અનુમાન લગાવતા હોય છે..

આ સિવાય આપણા દેશમાં, શકુન અને અપશકુનની માન્યતા સદીઓથી ચાલી રહી છે. સવારે ઘરની બહાર જતી વખતે ગાય દેખાવી, કોઈ કામ પર જતા પહેલાં છીંક આવવી અથવા બિલાડીઓ રસ્તો કાપે એવી કેટલીક શકુન અને અપશુકનની માન્યતાઓ છે. તેમાંથી કોઈને શુકન તો કોઈને અપશુકન માનવામાં આવે છે. પરંતુ છે. પરંતુ જ્યારે બિલાડી તમારો રસ્તો કાપે છે તો તે અપશુકન માનવામાં આવે છે.મોટાભાગના લોકો નથી જાણતા કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતા વધારે સક્રિય છે. જેના દ્વારા એને થનારી ઘટનાઓ વિષે પહેલાથી જ ખબર પડી જાય છે. એવામાં બિલાડી એ ઘટના વિષે આપણને જણાવવા પ્રયત્ન કરે છે. પણ આપણે એને ધ્યાન બહાર કરી દઈએ છીએ.

બિલાડી તમારો રસ્તો કાપે છે તો તે શા માટે અપશુકન માનવામાં આવે છે: એવું માનવામાં આવે છે કે જો બિલાડી કોઈનો રસ્તો કાપે છે, તો તેને મુસાફરીમાં ઇજા થવાની અથવા થોડી ખોટ થવાની સંભાવના છે. આનો અર્થ એ છે કે બિલાડી અશુભની સૂચક છે. માન્યતા અનુસાર બિલાડીઓ કોઈપણ અશુભ ઘટનાનો પહેલાથી આભાસ થઈ જાય છે અને તે ચેતવણી આપવા માટે કોઈનો રસ્તો કાપે છે. તેથી જ્યારે પણ તમારી સાથે આવું થાય છે, તો સમજી લો કે બિલાડી રસ્તો કાપીને તમને કોઈ અપશુકનના સંકેત આપી રહી છે.

બિલાડીનું રસ્તો કાપવો હંમેશા નથી હોતું અશુભ: જો બિલાડી તમારો રસ્તો કાપે છે તો શું પરિણામ આવશે? તે આ વાત પર નિર્ભર છે કે બિલાડીએ રસ્તો જમણી બાજુથી કાપ્યો છે કે ડાબી બાજુથી. શકુન શાસ્ત્ર મુજબ, ડાબી બાજુથી બિલાડીનું રસ્તો કાપવો અપશુકન માનવામાં આવતું નથી. પરંતુ, જો બિલાડી જમણી તરફથી રસ્તો કાપે છે, તો તે અશુભ માનવામાં આવે છે. આ એટલા માટે છે કે જો બિલાડી જમણી બાજુથી રસ્તો કાપે છે તો તે વ્યક્તિ ચોક્કસપણે ડાબી બાજુ જશે. તેથી, જો બિલાડી જમણી બાજુથી રસ્તો કાપે છે, તો સામેની બાજુથી કોઈ ન આવે ત્યાં સુધી ત્યાં ઉભા રહીને રાહ જોવી જોઈએ.

જણાવી દઈએ કે દિવાળીના શુભ દિવસે બિલાડીનું તમારા ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે. આ ખાસ દિવસે બિલાડીઓના આવવાથી આખું વર્ષ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહેશે.જો તમારી આસપાસ અથવા તમારા ઘરમાં બિલાડીઓ લડી રહી છે, તો એનો સંકેત એવો થાય છે કે તમારો કોઈની સાથે ઝગડો થવાનો છે. બિલાડી જો તમારા ઘરમાં રાખેલા દૂધને ચુપચાપ પી જાય છે, તો તે એ વાતનો સંકેત હોય છે કે તમારા ઘરમાં રાખેલા ધનનો નાશ થઈ શકે છે, અર્થાત તમે બિલાડીઓના આ સંકેતને ધ્યાન બહાર ન કરો.

આ છે બિલાડી સાથે જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો: એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં રાખવામાં આવેલું દૂધ પીવે છે, તો તે શુભ નથી. તેનાથી ઘરમાં રહેલી સંપત્તિનો નાશ થાય છે. કારણ કે દૂધને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વળી, જો બિલાડી કોઈના માથા પર પંજો મારે છે, તો તે પરિવારના સભ્યો માટે મુશ્કેલી આવવાની છે તે વાતનો સંકેત આપે છે. જો સૂવાના સમયે બિલાડી કોઈની ઉપર પડે છે, તો તે શારીરિક રૂપે અસ્વસ્થ થઈ શકે છે. એ જ રીતે, ઘરમાં બિલાડીનું રડવું પણ અપશુકન માનવામાં આવે છે.

જો કોઈપણ બિલાડી સૂતેલા વ્યક્તિનું માથું ચાટવા લાગે તો તેના કારણે તે વ્યક્તિ કોઈપણ સરકારી કાર્યો ની અંદર ફસાઈ શકે છે.

જો બિલાડી તે વ્યક્તિના પગ ને ચાટવા લાગે તો તેના કારણે તે વ્યક્તિ ભવિષ્યમાં બીમાર પડી શકે છે. આ ઉપરાંત જો બિલાડી ઉપરથી કૂદી અને તમારા ઉપર થી ચાલતી જાય તો પણ તમારે અનેક પ્રકારની તકલીફો સહન કરવી પડે છે. અથવા તો તમને ગંભીર ઈજાઓ થઈ શકે છે.

આ સિવાય જો તમે કોઈ શુભ અથવા તો જરૂરી કાર્યથી બહાર જઈ રહ્યા છો અને સાપ ડાબેથી જમણે રસ્તો કાપે તો આ અશુભ માનવામાં આવે છે. રસ્તામાં સાંપ જો રસ્તો કાપે તો પણ અશુભ માનવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે ખરાબ થઈ શકે છે. સાંપને શત્રુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે બહાર જતા પહેલા સાપના દેખાઈ તો શત્રુઓનો ભય પણ બને છે.

માથા પર કાગડાનું બેસવાને પણ અશુભ માનવામાં આવી રહ્યું છે. પરંતું જો બહાર જતા સમયે કાગડો તમારા માથાને અડીને નિકળી જાય તો તે પણ ખુબ જ અશુભ છે. કાગડાનું માથાને અડીની નિકળવું શારીરિક સંકટ કષ્ટ થવાનો સંકેત આપે છે. એવુ માનવામાં આવે છે કે એવા વ્યક્તિઓને કોઈ રોગ થવાની આશંકા રહે છે. જેના પગલે વ્યક્તિને મૃત્યુની સમાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

About bhai bhai

Check Also

માં મોગલ નો પરચો જાણવા વાંચો આ લેખ,કબરાઉ માં સાક્ષાત હાજર છે માં મોગલ,વાંચો…

ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં …