ભારતમાં નહીં પરંતુ આ જગ્યાએ આવેલી છે ભગવાન વિષ્ણુની સૌથી ઉંચી મૂર્તિ,જેને બનાવવાનો ખર્ચ 800 કરોડ છે, જુઓ તસવીરો…

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને પૃથ્વીના પાલનહાર માનવામાં આવે છે.જોકે તેમની મૂર્તિઓ અને મંદિરો ભારતના લગભગ દરેક ખૂણામાં છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં ભગવાન વિષ્ણુની સૌથી ઉંચી પ્રતિમા ભારતમાં નથી. તે એક મુસ્લિમ દેશમાં છે.હા, આ દેશનું નામ ઇન્ડોનેશિયા છે. આ પ્રતિમા એટલી વિશાળ અને ઉંચી છે કે તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.આ સિવાય બીજી એક ખાસ વાત એ છે કે આ મૂર્તિ બનાવવા માટે અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.ભગવાન વિષ્ણુની આ પ્રતિમા લગભગ 122 ફુટ ઉંચી અને 64 ફૂટ પહોળી છે.તે કોપર અને પિત્તળથી બનાવવામાં આવી છે.તેને બનાવવામાં 24 વર્ષ નહિ પણ 26 વર્ષનો સમય લાગ્યો. વર્ષ 2018 માં, આ મૂર્તિ પૂર્ણ થઈ હતી.

હવે લોકો તેને જોવા અને ભગવાનને જોવા માટે વિશ્વભરમાંથી આવે છે.આ મૂર્તિ બનાવવાની કહાની પણ ખૂબ રસપ્રદ છે. એવું કહેવામાં આવે છે કે 1979 માં, ઇન્ડોનેશિયામાં રહેતા શિલ્પકાર બાપ્પા ન્યુમન નૂઆર્તાએ વિશાળ મૂર્તિ બનાવવાનું સ્વપ્ન જોયું હતું.એક એવી પ્રતિમા જેને આજ દિન સુધી વિશ્વમાં બની નથી. એક એવી મૂર્તિ જેને જોનાર તેને જોતો જ રહી જાય છે..ન્યૂમન નુઆર્તાએ એક એવી કૃતિ બનાવવી હતી જે અત્યાર સુધી દુનિયામાં બનાવવામાં આવી ન હોય. જેને જોવા વાળા બસ જોતા જ રહી જાય.

એજ કારણ છે કે, લાંબા પ્લાનિંગ અને પૈસાની વ્યવસ્થા થયા પછી આ મૂર્તિને બનાવવાની શરૂઆત 15 વર્ષ પછી લગભગ 1994 માં થઈ શકી. તેમાં ઈંડોનેશિયાની ઘણી સરકારોએ મદદ કરી.  ઘણી વાર તેના મોટા બજેટને કારણે તેનું કામ વચ્ચે અટકી ગયું.

વર્ષ 2007 થી 2013 સુધી લગભગ 6 વર્ષો સુધી આનું નિર્માણ કાર્ય અટકી રહ્યું હતું. પરંતુ પછી કામની શરૂઆત થઇ અને 5 વર્ષ વધારે થઇ ગયા.એવું માનવામાં આવે છે કે એક કંપનીની પણ રચના વર્ષ 1980 માં કરવામાં આવી હતી, જેની દેખરેખ હેઠળ શિલ્પકામના તમામ કામ કરવામાં આવશે.

જો કે, મૂર્તિના બંધારણ વિશે વિચાર્યા પછી ઘણા વર્ષો વીતી ગયા છે અને તેના પર ખર્ચ થયેલ નાણાં ક્યાંથી આવશે એ વિચારવામાં જ વર્ષો વીતી ગયાં અંતે, લાંબા આયોજન પછી, 1994 માં મૂર્તિ નિર્માણનું કાર્ય શરૂ થયું. ઇન્ડોનેશિયામાં ઘણી સરકારોએ તેને બનાવવામાં મદદ કરી.

જોકે, બજેટના અભાવે કામ અટકી ગયું હતું. મૂર્તિ બનાવવાનું કામ 2007 થી 2013 સુધી બંધ કરાયું હતું, પરંતુ તે પછી જ્યારે તેનું કામ ફરી શરૂ થયું ત્યારે તે પૂર્ણ થયા પછી જ બંધ થયું.ગરુડ પર સવાર ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશ્વમાં રહેલા હિંદુ ભગવાનોની મૂર્તિઓમાં સૌથી ઊંચી બતાવામાં આવે છે.

તેના પછી મલેશિયામાં બનેલી ભગવાન મુરુગનની મૂર્તિ સૌથી ઊંચી માનવામાં આવે છે. મુરુગન પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. બાલી ટાપુ પર ઉંગાસણમાં સ્થિત આ વિશાળકાય પ્રતિમા બાંધનારા શિલ્પકાર બાપ્પા ન્યુમન ન્યુર્તાનું પણ ભારતમાં સન્માન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. આજે આ મંદિરની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા માટે હિન્દુ ભક્તો અહીં મોટી સંખ્યામાં પહોંચે છે

About gujaratreport

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …